લહેંગો પહેર્યા વિના શૂટિંગ કરવા પહોંચી ગઈ આ અભિનેત્રી, ડાયરેક્ટરે અપાવી યાદ, જુઓ વિડીયો વાયરલ

આજકાલ સ્ટાર પ્લસ ઉપર એકતા કપૂરની પ્રસિદ્ધ સીરીયલ ‘કસોટી જિંદગી કી ૨’ પ્રસારિત થઇ રહી છે. બધા લોકોને  કસોટી જિંદગી કી નો બીજો પાર્ટ ઘણો પસંદ પડી રહ્યો છે. હમેશા આ સીરીયલના સેટથી શુટિંગની રસપ્રદ તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે.

ફરી એક વખત ‘કસોટી જિંદગી’ના સેટ માંથી સીરીયલની મુખ્ય અભિનેત્રી આરિયા ફર્નાન્ડીસે પોતે ઈંસ્ટાગ્રામ ઉપર વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં એરિયા ટ્રેડીશનલ લુકમાં જોવા મળી રહી છે, પણ સૌથી રસપ્રદ વાત એ છે કે તે દરમિયાન તે પોતાનો ઘાઘરો પહેરવાનું ભૂલી ગઈ છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે એરિકા ઘાઘરા વગર જીન્સમાં શુટિંગ કરવા માટે સેટ ઉપર જતી રહી, એરિકાને જોઇને સેટ ઉપર રહેલા બધા લોકોએ તેને યાદ અપાવ્યું કે તેમણે ઘાઘરો નથી પહેર્યો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે જયારે ડાયરેક્ટર એરિકાને શોટ આપવા માટે બોલાવે છે તો એરિકા તરત આવીને કહે છે તે તે આવી ગઈ છે અને શોટ આપવા માટે તૈયાર છે. પરંતુ જયારે ડાયરેક્ટર અને બીજા લોકો એરિકાને જુવે છે તો આશ્ચર્યચકિત રહી જાય છે.જયારે એરિકા બધા લોકો તેની ઉપર ધારી ધરીને જોતા રહે છે તો તે પ્રશ્ન કરે છે કે બધા લોકો તેને આવી રીતે કેમ જોઈ રહ્યા છે. તો તે વાત ઉપર ડાયરેક્ટર તેણે પૂછે છે કે તેનો ઘાઘરો ક્યાં છે.

આ વાત સાંભળીને એરિકા શરમથી પાણી પાણી થઇ જાય છે અને તેનો ચહેરો જોવા જેવો હોય છે. ખાસ કરીને એરિકા શોટ આપવાની ઉતાવળમાં તૈયાર થઈને માત્ર દુપટ્ટો ઓઢીને મેકઅપ કરીને સેટ ઉપર આવી જાય છે અને જીન્સ ચેંજ કરવાનું ભૂલી જાય છે, સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો શેર કર્યા પછી આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોને પોસ્ટ કરતા એરિકાએ કેપ્શનમાં લખ્યું, આ વખતે નિર્દેશકનો નિર્દેશ, આ વિડીયો ઉપર એરિકાના પ્રશંસક અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. ઘણા બધા યુઝર એરિકા ફર્નાંડીસને ફની કહી રહ્યા છે તો ઘણા ફેંસે કમેન્ટ કરી છે કે ‘હું હસતા હસતા મરી જઈશ’ તે અભિનેત્રી એરિકા ફર્નાંડીસની પોસ્ટ ઉપર ટીવી અભિનેતા અભિષેક કપૂરે પણ કમેન્ટ કરી છે.

એરિકા ફર્નાડીસ કસોટી જિંદગીના પાર્ટ ૨ માં પ્રેરણાનું પાત્ર ભજવી રહી છે. એરિકા એક ઘણી જ સુંદર હિરોઈન છે. દર્શક તેના અભિનય અને પાત્રને ઘણું પસંદ કરી રહ્યા છે. એરિકા સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટીવ રહે છે અને હંમેશા પોતાના વિડિયોઝ અને ફોટા શેર કરતી રહે છે.

આ પહેલા સ્ટાર પ્લસ ઉપર કસોટી જિંદગીના પહેલો પાર્ટનું પ્રસારણ થઇ ગયું છે જેમાં પ્રેરણાનું પાત્ર શ્વેતા તિવારીએ નિભાવ્યું હતું. કસોટી જિંદગીના પાર્ટ ૧ માં ક્મોલીકાનું પાત્ર ઉર્વશી ધોળકિયાએ નિભાવું હતું જેને દર્શકો આજસુધી ભૂલી નથી શક્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.