અહિયાં લખપતિ નથી ખરીદી શકતા શાકભાજી, ૩૭ કલાકમાં બદલાયું બધું જાણો કેવીરીતે

તમે ક્યારેય એવા દેશ વિષે સાંભળ્યું છે, જ્યાં લોકો બેગમાં નોટ ભરીને શાકભાજી ખરીદવા જતા હોય? કદાચ તમે આ સાંભળ્યું હશે. પણ જીમ્બાવેમાં આવું થતું હતું. આ દેશમાં રોડ ઉપર લોકો ટ્રોલીમાં પૈસા ભરીને શોપિંગ કરતા હતા. જીમ્બાવેમાં ૩૭ વર્ષ સુધી સત્તા પર પોતાની મજબુત પક્કડ રાખનારા રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે માત્ર ૩૭ કલાકમાં સત્તાથી દુર થઇ ગયા અને તેમણે રાજીનામું આપવું પડ્યું. અને તેમના સાશનકાળમાં કેવી રીતે લોકો મોંઘવારીથી પરેશાન હતા, તેના વિષે જણાવીશું.

લોકો ટ્રોલીમાં નોટ ભરીને ખરીદવા જતા હતા વસ્તુ :

થોડા સમય પહેલા જીમ્બાવેના રોડ ઉપર ટ્રોલીમાં નોટ ભરીને ઉભેલા લોકો સરળતાથી જોવા મળતા હતા. ખાસકરીને આ દેશમાં મોંઘવારી ઘણી જ વધી ગઈ હતી, તેના કારણે લોકોને નાની વસ્તુ માટે પણ ઘણા વધુ પૈસા આપવા પડતા હતા. વર્લ્ડ બેંકના રીપોર્ટ મુજબ જીમ્બાવેના ઇતિહાસની બીજી સૌથી વધુ મોંઘવારી નોંધાયેલ હતી. દર ૨૫ કલાકમાં વસ્તુની કિંમતો ડબલ થઇ જતી હતી.

ગરીબ પણ બની ગયા હતા કરોડપતિ. ઝીમ્બાબેમાં જે લોકોને ગરીબ કહેવામાં આવતા હતા, તેમની પાસે પણ કરોડો રૂપિયા રહ્યા કરતા હતા. પણ તેનો કોઈ ફાયદો ન હતો. કેમ કે તે પૈસા ની વેલ્યુ અહિયાં ખુબ ઓછી હતી. તે સમયના આંકડા ઉપર નજર કરીએ તો એક હજાર લાખ કરોડ જીમ્બાબે ડોલરની કિંમત આશરે ૫ અમેરિકી ડોલર પહોચી ગઈ હતી. તેનાથી ત્યાની ચલણ અને મોંઘવારી જાણી શકાય છે.

છેવટે એવું શું થયું, જયારે આ દેશના લોકોની પાસે પૈસાની કમી થવા લાગી હતી, તો અહીયાની સરકારે અંધાધુંધ નોટ છાપવાનું શરુ કર્યું હતું. તેનું પરિણામ હતું કે લોકો પાસે ઘણા વધુ પૈસા જમા થઇ ગયા, પણ પછી, મોંઘવારી એટલી વધી ગઈ કે લોકોને જરૂરી વસ્તુ ખરીદવા માટે સુટકેશમાં પૈસા ભરીને આપવા પડતા હતા.

આવી રીતે બદલાઈ ગયેલ પરિસ્થિતિ :

૧૯૮૦ થી લઈને એપ્રિલ ૨૦૦૯ સુધી જીમ્બાબેની ચલણ જીમ્બાબવિયન ડોલર હતી. તે પહેલા અહિયાં ચલન રોડેશિયન ડોલર હતી. હાલમાં આ દેશમાં ઘણા દેશોના ચલણનો ઉપયોગ થાય છે. જેમ કે સાઉથ આફ્રિકાનું રેંડ, જાપાની ચેન, ચાઈનીજ યુઆન, ઓસ્ટ્રેલીયા અને અમેરિકી ડોલર. તે ઉપરાંત અહિયાં ભારતીય ચલણનો પણ ઉપયોગ થાય છે, આ દેશમાં ઘણી મોંઘવારી હતી. તે કારણે જ અહિયાં લોકોને એક પેકેટ બ્રેડ માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરવા પડતા હતા.

કેમ આવી સ્થિતિમાં પહોચી ગયો આ દેશ?

ઈકોનોમિસ્ટ જણાવે છે કે સરકાર પાસે સારી પોલીસીઝની ખામી રહેલ. તે સમય ત્યાની સરકારે વગર કોઈ પ્લાનીંગે બસ નોટ છાપવાનું શરુ કરી દીધું. જેને લીધે જ લોકો પાસે ઘણો પૈસો આવી ગયો. કોઈપણ સફળ દેશની ઈકોનોમીમાં ફલો થવો જરૂરી છે. સરકારે જો વધુ નોટ છાપવાને બદલે ખેડૂતોને યોગ્ય તાલીમ આપી હોત તો, કદાચ આ દેશમાં આટલી મોંઘવારી ન હોત. અહીયાના લોકો પાસે પૈસા તો આવી ગયા, પણ ખાવા પીવાની વસ્તુ ઓછી હોવાને લીધે ઘણી મોંઘી થઇ ગઈ.

આર્થિક મંદી (૧૯૯૯-૨૦૦૮) એ તેને વધુ નીચા કરી દીધા. તે દરમિયાન અહિયાં મોંઘવારી તે સ્તર સુધી પહોચી ગઈ હતી કે એક અઠવાડિયાનું બસનું ભાડું પણ લગભગ ૧૦૦ ટ્રીલીયન ડોલર સુધી હતો.

૨૦૦૯ માં ઉપાડવામાં આવેલ આ પગલું, સરકારને વર્ષ ૨૦૦૯ માં હાઈપર ઇનફ્લેશનને નિયંત્રિત કરવા માટે પોતાની મુદ્રાને છોડીને અમેરિકી ડોલર અને દક્ષીણ આફ્રિકી રેડને સત્તાવાર રીતે મુદ્રા તરીકે અપવાવેલ.

૩૭ કલાકમાં બદલાયું બધું જ, મુગાબેનું રાજતિલક એક તાશના પત્તાની જેમ પડેલ. છ નંબરને તેમણે લશ્કરના નજીકના ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દુર કરેલ. તેના તરત પછી મુગાબેના હાથ સેનાપતિ તરફ વધ્યા. હોદા પરથી દુર કર્યાના થોડા જ કલાકો પછી ઉપરાષ્ટ્રપતી પાડોશી દેશ મોજામ્બિક પહોચ્યા. મોજામ્બિકની સેનાની સાથે તેમના ગાઢ સબંધ હતા. પછી તે એક બીજા વિશ્વાસપાત્ર સાથી કહેવાતા દક્ષીણ આફ્રિકા પહોચ્યા.

હકીકતમાં ઉપરાષ્ટ્રપતિને પોતાને પદ ઉપરથી દુર કરશે તેવો અણસાર હતો અને તેમને બદલવાની પૂરી યોજના બનાવી રાખી હતી. લાંબા સમય સુધી બીજાને જેલમાં પુરવા વાળા મુગાબેને તેનો અણસાર ન હતો. તે ઉપરાષ્ટ્રપતિની ચાલમાં ફસાઈ ગયા. તેની સાથે જ ૩૭ વર્ષોનું ‘મુગાબે રાજ’ નો અંત આવી ગયો. તમને જણાવી દઈએ કે મુગાબે એ મંગળવારે રાજીનામું એવા સમયે આપ્યું જયારે થોડા સમય પછી જ સંસદએ મહાભીયોગ ની કાર્યવાહી શરુ કરી દીધી.