પરંપરા અનુસાર દિવાળીના 5 દિવસોમાં આ 5 વસ્તુ જરૂર ખાવી જોઈએ, માં લક્ષ્મી થશે પ્રસન્ન.

માં લક્ષ્મીને ખુશ કરવા માટે ધનતેરસથી લઈને દિવાળી સુધીના તહેવારમાં જરૂર ખાવો આ 5 વસ્તુઓ. દિવાળીનો તહેવાર ધનતેરસથી શરુ થઇ જાય છે. દરેક દિવસે કંઈક વિશેષ ખાવાનું ખાવાની પરંપરા છે. શું તમે જાણો છો પાંચ દિવસ સુધી ઉજવવામાં આવતા દિવાળીના તહેવાર વિષે.

દિવાળીનો તહેવાર આંનદનો નહિ પરંતુ સુગંધનો પણ તહેવાર છે. સુગંધિત અને ચટપટુ ખાવાનો. પરંતુ શું તમે જાણો છો કે પાંચ દિવસ સુધી ચાલતા આ તહેવાર ઉપર દરરોજ વિશેષ ખાવાની પરંપરા કે એમ કહીએ કે મહત્વ છે. તો તમને આ વર્ષે ધનતેરસ, નાની દિવાળી, દિવાળી, ભાઈ બીજ અને ગોવરધન પૂજાના દિવસે શું ખાવું જોઈએ અને કેમ ખાવું જોઈએ જાણી લો. કેમ કે બધા આ પકવાન તમારા ટેસ્ટ અને આનંદનો સ્વાદ વધારી શકે છે.

ધનતેરસ ઉપર શું ખાવું : ધનતેરસના દિવસે કહે છે કે નાની કન્યાઓને દહીં પૂરી ખવરાવવા જોઈએ. ઉત્તર ભારતમાં પણ તેની વિશેષ પરંપરા છે. દહીં પૂરી આપણા કુટુંબ અને મહેમાનોને પણ બનાવીને ખવરાવો. ધનતેરસના દિવસથી તહેવાર શરુ થઇ જાય છે એટલા માટે ચટપટા દહીં પૂરી તો તમે સ્વાદ માટે પણ ખાઈ શકો છો, તમને એ પણ જણાવી આપીએ કે પાણી વાળી પૂરીને બદલે તમે દહીં વાળી પૂરી ખાઈ શકો છો.

કાળી ચૌદશ પર શું ખાવું : કહેવામાં આવે છે કે કારતકની વદ ચૌદશના રોજ પવનપુત્ર હનુમાનનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાન મંદિરમાં બુંદીના લાડુઓનો ભોગ ચડાવવામાં આવે છે. એટલા માટે તેને પ્રસાદની જેમ પણ ખાવાની પરંપરા છે. આમ તો તમારા ઘરે પણ બુંદીના લાડુ બનાવી શકો છો. બુંદીની રેસીપી ઘણી જ સરળ છે. જો તમે ભગવાનને તમારા હાથથી બનેલા પ્રસાદનો ભોગ ચડાવશો તો તમને વધુ ખુશી મળશે.

દિવાળી ઉપર શું ખાવું : દિવાળીના દિવસે માં લક્ષ્મીને મખાનાની ખીરનો ભોગ ચડાવવામાં આવે છે. તેને તમારા ઘરે બનાવી શકો છો. મખાના માં લક્ષ્મીના પ્રિય છે એટલા માટે તે દિવસે તેને ખાવાનું પણ વિશેષ મહત્વ છે. મખાનાની ખીર બનાવવાની રેસીપી જાણી લો. જો તમે આ પહેલા ક્યારે પણ મખાનાની ખીર નથી બનાવી તો આ વર્ષે તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરનારી મખાનાની ખીર જરૂર બનાવો.

ગોવર્ધન પૂજા – નૂતનવર્ષ પર શું ખાવું : ગોવર્ધન પૂજાના દિવસે માલપુવા ખાવાની પરંપરા છે. આ દિવસે ઘણા પ્રકારના અલગ અલગ પકવાન બનાવવામાં આવે છે પરંતુ માલપુવા આ દિવસે ખાસ બનાવવામાં આવે છે. દિવાળીથી ઋતુ બદલાવાની શરુઆત પણ થાય છે, તેવામાં માલપુવાનો સ્વાદ દરેકને ઘણો પસંદ આવે છે. દિવાળી ગોવર્ધન એવો તહેવાર છે. જેને લોકો રોયલ સ્ટાઈલમાં ઉજવવાનું પસંદ કરે છે. તેવામાં તમે શાહી પકવાન સાથે તેને ઘણો વિશેષ બનાવી શકો છો.

ભાઈ બીજ ઉપર શું ખાવું : ભાઈ બીજના દિવસે તમામ બહેનોએ પોતાના ભાઈને ભોજન જરૂર કરાવવું જોઈએ અને ખાવામાં ભાત જરૂર બનાવો. ભાત ખાવા પાછળ યમરાજ અને યમુનાની કથા છે. આમ તો તમે ભાઈ બીજના દિવસે ભાત જરૂર બનાવો પરંતુ તમે તેને વેજ બિરીયાની, આલુ દમ બિરીયાની રેસીપી સાથે વધુ ખાસ બનાવી શકો છો.

તહેવારોની સાચી મજા પોતાના સાથે બસીને ખાવાનું ખાવું અને બેસીને ગપ્પા મારવાની જ છે. તેવામાં જો તમે પહેલાથી જ એ નક્કી કરી લેશો કે તમારે આ દિવસે શું વિશેષ બનાવવું છે તો તમારા આ 5 દિવસના તહેવારનો પૂરો આનંદ ઉઠાવી શકશો. તો આ વર્ષે તમારી દિવાળીને બનાવો વિશેષ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.