ધોલેરાના લાલજી ભાઈએ નિતિન પટેલને કર્યો ફોન, કહ્યું – મને પણ ‘એક દિવસના CM’ બનાવો, સાંભળો ઓડિયો

તમે બધાએ નાયક ફિલ્મ તો જોઈ જ હશે. તેમાં અનિલ કપૂર અને અમરીશ પુરી મુખ્ય ભૂમિકામાં હતા. જેમાં અનિલ કપૂરને એક દિવસના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. અને હાલમાં થોડા સમય પહેલા જ એવો બનાવ ઉત્તરાખંડમાં પણ બન્યો છે. ઉત્તરાખંડમાં સૃષ્ટિ ગોસ્વામી નામની એક છોકરીને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવી હતી.

એવામાં ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં પણ એક વ્યક્તિને એક દિવસના મુખ્યમંત્રી બનવાનો અભરખો લાગ્યો છે. જી હા, અમદાવાદના ધોલેરાના વતની જેમનું નામ લાલજીભાઈ છે, તેમની ઈચ્છા એક દિવસ માટે ગુજરાતના મુખ્યમંત્રી બનવાની છે. અને તેના માટે લાલજીભાઈએ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ (Dy.CM Nitin Patel) ને ફોન કરીને પોતાની એક દિવસના સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો કલીપ ઘણી શેયર થઈ રહી છે. જેમાં ધોલેરાના લાલજીભાઈ અને હાલના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ વચ્ચે થયેલી વાતચીત સંભળાઈ રહી છે. અને લોકો તેને ખુબ શેયર કરી રહ્યા છે. આ ઓડિયો કલીપ તમે લેખના અંતમાં સાંભળી શકશો. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવનાર લાલજીભાઈના મુદ્દે રમૂજ સર્જાઈ છે. લોકો તેને રમૂજના અંદાજમાં લઇ રહ્યા છે.

ફોન પર વાતચીત કરતા દરમિયાન સૌથી પહેલા લાલજીભાઈ પોતાનો પરિચય આપે છે. તે કહે છે કે, નમસ્કાર સાહેબ, લાલજી બોલું છું ધોલેરા તાલુકાના હેબતપુર ગામથી. તે આગળ કહે છે કે, જેમ ઉત્તરખંડમાં સૃષ્ટિ ગોસ્વામી બેનને એક દિવસના મુખ્યમંત્રી બનાવ્યા તેમ મારે ગુજરાતમાં એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે. આ સાંભળી નીતિન પટેલ હસી પડે છે અને કહે છે કે, બનો કોઈ વાત નથી. લાલજીભાઈ આગળ કહે છે કે, આમાં સીએમ સાહેબની મંજૂરી જોઈએ. જો રૂપાણી સાહેબ કહે કે લાલજીભાઈને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવો તો સર….

આ સાંભળી નીતિન પટેલ ખડખડાટ હસી પડે છે અને સારું… સારું… એમ કહે છે. પછી લાલજીભાઈ કહે છે કે, આપણે નાયક જેવું કામ કરીશું. આ પ્રકારની વાતચીત વાળા એક ઓડિયોએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અને લોકો તેને સાંભળીને ખુબ હસી રહ્યા છે. તમે પણ નીચે આપવામાં આવેલો ઓડિયો સાંભળીને તેનો આનંદ લો.

ઓડિયો :

(આ ઓડિયો કલીપ અંગે અમે કોઈ પુષ્ટિ નથી કરતા.)