લાંબા સમય પછી પતિ સાથે સ્પૉટ થઈ બિપાશા બસુ, ફોટોમાં દેખાયો કુલ અંદાઝ

બોલીવુડમાં મોસ્ટ પોપ્યુલર કપલ્સ માંથી એક બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર લાંબા સમય પછી સમાચારોમાં આવ્યા છે. આ દરમિયાન તેમની થોડી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં બંને વચ્ચે ઘણી જ અંડરસ્ટેન્ડીંગ જોવા મળી રહી છે. બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરની આ તસ્વીરો જોઈ તેના ફેંસ ઘણા જ ખુશ થઇ ગયા છે, જેના કારણે જ આ તસ્વીરોને જોરદાર લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહી છે.

બોલીવુડના પસંદ કરવામાં આવતા કપલ્સોમાંથી એક બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરની લવ સ્ટોરી ઘણી જ વધુ યુનિક છે, જેને તેના ફેંસ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે. બોલીવુડની સૌથી ઉત્તમ અભિનેત્રી હોવા છતાં પણ બિપાશા બસુનું દિલ પરણિત કરણ સિંહ ગ્રોવર ઉપર આવ્યું. ત્યારપછી તે બંનેએ મોડું કર્યા વગર એકબીજા સાથે લગ્ન કરી લીધા અને હવે બંને એક આનંદમય જીવન જીવી રહ્યા છે, તેવામાં હવે તેમની લવ સ્ટોરીને ખુબ જ વધુ પસંદ કરવામાં આવે છે. અહિયાં અમે બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરની લેટેસ્ટ તસ્વીરોની વાત કરી રહ્યા છીએ.

પતિ સાથે હેંગઓવર કરતી જોવા મળી બિપાશા બસુ

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બિપાશા બસુ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી રહી છે. તે દરમિયાન બંને ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. આ તસ્વીરો મુંબઈના જુહુ વિસ્તારની છે. જ્યાં બંનેને એક સ્પા સેન્ટરની બહાર જોયા હતા. તેને જોતા જ લોકો તેના ફોટા પાડવા લાગ્યા, તેવામાં બંનેએ ફોટા પણ પડાવ્યા. એટલું જ નહિ, બંનેની આ તસ્વીરોને લોકો ઘણી વધુ પસંદ કરી રહ્યા છે અને જોરદાર પ્રસંશા કરી રહ્યા છે.

ઘણા ખુશ મિજાજ લુકમાં જોવા મળ્યા બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર

વાયરલ થયેલી તસ્વીરોમાં જો વાત બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરના લુકની કરીએ તો એક શબ્દમાં આનંદી કહી શકાય છે. બંને ઘણા આનંદી લુકમાં જોવા મળી રહ્યા છે. જે જોતા તેના ફેંસ દીવાના થઇ રહ્યા છે. વાત જો બિપાશા બસુના લુકની કરીએ, તો તે ઘણી જ લાઈમ મેકઅપમાં જોવા મળી અને એકદમ બદલાયેલી જોવા મળી રહી છે. બિપાશા બસુના ચહેરા ઉપર એક સ્પષ્ટ સ્માઈલ જોવા મળી રહી છે, જે લોકોનું દિલ જીતી રહી છે.

ફિલ્મોથી દુર થઇ ગઈ છે બિપાશા બસુ

બોલીવુડમાં એકથી એક ચડીયાતી ફિલ્મો કરવા વાળી બિપાશા બસુ હાલમાં ઇન્ડસ્ટ્રીથી દુર છે. બિપાશા બસુને છેલ્લી વખત ફિલ્મ અલોનમાં જોઈ હતી, જે વર્ષ ૨૦૧૫માં આવી હતી. આ ફિલ્મમાં બિપાશા બસુના અભિનયને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તે ઇન્ડસ્ટ્રીથી દુર થઇ ગઈ. તેનાથી વિપરીત કરણ સિંહ ગ્રોવરના કામની વાત કરીએ તો તે હાલમાં જ ‘કસોટી જિંદગી’માં મિસ્ટર બજાજના પાત્રમાં જોવા મળ્યો. જેને લોકોએ ઘણો પસંદ કર્યો, તેવામાં હવે બંને જ એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.