લાંબી ઉંમર સુધી રહેવું છે યુવાન? તો આ 7 વસ્તુઓની રાખો પરેજી.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જીવન એક એવો મોહ છે. જેમાં પડી ગયા પછી ઇચ્છાઓનો ક્યારેય અંત નથી આવતો. આ મોહ માયા ભરેલી દુનિયામાં ઘણું વધુ જીવવાની ઈચ્છા છે. પરંતુ વધુ સમય સુધી જીવવાને કારણે જ આ લોકો દુર્લભ અને મહત્વના જીવનકાળમાં એવી ભૂલો સતત કરતા રહે છે, જે તેમણે કટાણે ઘડપણ તરફ પહોંચાડી શકે છે. ક્યાંક તમે પણ જાણે અજાણે એવી બેદરકારી તો નથી કરી રહ્યા ને, જે તમારી ઉંમર ઓછી કરી રહ્યા હોય?

સાંભળીને વિચિત્ર લાગતું હશે. પરંતુ એ સત્ય છે. આપણા દૈનિક જીવનની સામાન્ય ટેવો છે જે આપણને સમય પહેલા ઘરડા બનાવી દે છે. આપણે જે રીતે ભોજનનું સેવન કરીએ છીએ તેની સીધી અસર આપણા આરોગ્ય ઉપર પડે છે. પરંતુ એ બધાથી અજાણ લોકો શોખ અને ભૂખનાં આવેશમાં જરૂરથી વધુ ભરી દે છે. જુદા જુદા સ્વાદ માટે અલગ અલગ પ્રકારના ભોજન કરવા જોઈએ. પરંતુ તેમાં અમુક એવી પણ વસ્તુ છે જે ખાતી વખતે આપણે તેના પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું પડશે.

વનસ્પતિ તેલ :

ફેશનના સમયમાં લોકો તૈલીય પદાર્થ ખાવાનું વધુ પસંદ કરે છે. આ તૈલીય પદાર્થ જેવા કે વનસ્પતિ તેલ, સોયાબીનનું તેલ વગેરે સીધા આપણી કોશિકાઓ ઉપર હુમલો કરી આપણને જરૂર કરતા વધુ નબળા નબવી દે છે. એટલા માટે જેને પહેલવાન બનવાનો શોખ હોય છે તે ભૂલથી પણ તેલમાં તળેલી વસ્તુ ન ખાય. જો ખાવું જ છે તો વનસ્પતિ તેલને બદલે નારિયેળ તેલનો ઉપયોગ કરો. જેતુનનું તેલ પણ આરોગ્ય માટે સારું રહે છે.

શુગર :

લોકો શુગરનો સીધો અર્થ ખાંડ સમજે છે, પરંતુ એવું જરા પણ નથી. ખાંડ ઉપરાંત પણ ઘણી એવી વસ્તુ છે જેમાં શુગર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં સલાડ, કેચપ, સોફ્ટ ડ્રીંક, મીઠાઈ, બટેટા વગેરે મુખ્ય છે. જે દરેક રીતે તમને નબળા કરવા માટે સક્ષમ હોય છે. આ વસ્તુના સેવનથી શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે, જે કટાણે જ તમારી ત્વચાને કરચલી વાળું બનાવી દે છે.

આલ્કોહોલ :

જો તમારા બધા અંગ સ્વસ્થ છે તો બહારની ત્વચા ઉપર ગ્લો જળવાયેલો રહે છે. આ આંતરિક અંગોમાં લીવર સૌથી મહત્વનું છે. અને આજના સમયમાં યુવાનથી લઇને ઘરડા બધા ડ્રીકિંગમાં જોડાયેલા હોય છે. કોઈ પણ તહેવાર કે લગ્નની વાત હોય ત્યાં સુધી જે ઘણા લોકો રેગ્યુલર દારુ પીવે છે. આલ્કોહોલનું પ્રમાણ વધુ પ્રમાણમાં થઇ જવાથી સ્કીનનું ગ્લો ફિક્કું પડી જાય છે, અને તમે ઘરડા દેખાવા લાગો છો. એવી ઝેરીલી વસ્તુથી દુર રહેવાનો પ્રયાસ કરો અને લીમીટમાં ડ્રીંક કરો. અને ના કરો તો સૌથી ઉત્તમ છે.

ફાસ્ટફૂડ :

આ મુદ્દો છોકરીઓ માટે વધુ લાભદાયક હશે. કેમ કે હવે છોકરીઓને બોયફેન્ડથી પણ પહેલા ફાસ્ટફૂડ પસંદ હોય છે. ઘણા માણસોનું તો જીવન જ ફાસ્ટફૂડ ઉપર ચાલી રહ્યું હોય છે. સવારે નુડલ્સ તો સાંજે બર્ગર તેને સામાન્ય ભોજન તો જેમકે પસંદ જ નથી હોતું. પરંતુ ધ્યાન રાખો આ ખોટી ટેવ તમને કટાણે ઘરડા બનાવી દેશે.

કેક :

બાળકોની આઈસ્ક્રીમ પછી બીજી પસંદગી કેક હોય છે. ગળી વસ્તુ તમારી ત્વચાને પાતળી કરી દે છે. કેક સતત ખાવાથી તમારી ત્વચા એટલી નાજુક થઇ જાય છે જે થોડી એવી ઈજા થવાથી લોહી નીકળવા લાગે છે. તે પણ કટાણે ઘડપણના લક્ષણ છે.

મીઠું :

આમ તો મીઠા વગર ખાવામાં સ્વાદ જ નથી આવતો, પરંતુ આ મીઠું વધુ ખાવાની ટેવ પડી જાય તો તમે યુવાની ગુમાવી દેશો. ખાતા પહેલા ઘણા લોકોના મનમાં વિચિત્ર વિચાર આવે છે, કે ક્યાંક મીઠું ઓછું ન પડી જાય. તે માથાકૂટમાં વધુ મીઠું ખાઈ લે છે. મીઠાના વધી જવાથી સોજો અને હાડકામાં દુ:ખાવાની ફરિયાદ વધી જાય છે. ત્યાર પછી પણ તમારું ફીટ રહેવાનું સપનું, સપનું જ બની રહેશે.

મસાલેદાર ખાવાનું :

મસાલેદાર ખાવું માત્ર જોવામાં રોયલ છે, પણ તે આરોગ્ય માટે સૌથી નુકશાનકારક છે. તેમાં આવતા મસાલા આપણા લોહી ધમનીઓમાં જઈને સીધું ત્વચાને નુકશાન પહોચાડે છે. એટલા માટે યુવાન દેખાવું છે તો મસાલેદાર ખાવાનું લીમીટમાં જ ખાવ.