કચોરી, જલેબી વગેરે ખાવાનો શોખીન છે આ લંગુર, સવાર થતા જ દુકાનો પર પહોંચીને કરે છે નાસ્તો

ખુબ ચટાકેદાર અને મસાલેદાર હોય છે આ લંગુરનો નાસ્તો, સવાર-સવારમાં દુકાનોમાં જઈને માણસોની જેમ કરે છે નાસ્તો. રાજસ્થાનના ભરતપુરમાં હાલના દિવસોમાં એક લંગુરની દાદાગીરીની ચર્ચાઓ થઇ રહી છે, કારણ કે આ લંગુર જયારે ઈચ્છા થાય ત્યારે કચોરી અને જલેબીની દુકાન પર આવી જાય છે, અને ત્યાં બેસીને સવારનો નાસ્તો કરે છે. સાથે જે ત્યાંથી નીકળ્યા પછી કોઈ પણ ફળની દુકાન પર જાય છે અને આરામથી ફળોના સ્વાદનો આનંદ માણે છે.

સવાર થતા જ દુકાનો પર પહોંચીને કરે છે નાસ્તો : એટલું જ નહિ, જયારે તે ક્યાંય પણ અને કાંઈ પણ ખાતો હોય ત્યારે તેને કોઈ પણ પ્રકારની દખલગીરી જરા પણ પસંદ નથી. એટલા માટે લોકો પણ તેને કાંઈ કહેવાની હિમ્મત નથી કરતા. જયારે તે ખાવાનું ખાધા પછી પોતાની મરજીથી ત્યાંથી જાય છે, ત્યાં સુધી દુકાનદાર રાહ જોતા રહે છે. કચોરી, જલેબી ખાવાનો શોખીન છે લંગુર : હકીકતમાં આ બનાવ શહેરના ચૌબુજા વિસ્તારનો છે, જ્યાં જિલ્લાની પ્રખ્યાત કચોરી બને છે. અહીં એક લંગુર દરરોજ સવાર થતા જ નાસ્તો કરવા માટે દુકાન પર આવી જાય છે, અને ત્યાં બેસીને કચોરી અને જલેબી શોખથી ખાય છે.

દુકાનદારોનું કહેવું છે કે, સવારે જયારે દુકાનો પર કચોરી અને જલેબી બને છે, અને ગ્રાહક ખાવા માટે આવે છે ત્યારે લંગુર પણ અહીં નાસ્તો કરવા માટે આવે છે, અને કચોરી અને જલેબી ખાવા લાગે છે.

લંગુર લગભગ અડધો કલાક સુધી દુકાન પર બેસે છે. તેને ગમે તે વસ્તુ લઈને ખાવા લાગે છે, પછી જાતે જ અહીંથી જતો રહે છે. આ લંગુરને કચોરી, જલેબી, વટાણા, ગાજર ઘણા પસંદ છે.

સ્થાનિક લોકો અનુસાર, આ લંગુરે આજ સુધી કોઈ માણસ પર હુમલો નથી કર્યો, અને ન તો કોઈને પરેશાન કર્યા. તે ફક્ત પોતાના સ્વાદ અનુસાર જલેબી અને કચોરીની સાથે જ અમુક ફળ ખાવા માટે દરરોજ આવી જાય છે, અને પેટ ભરાયા પછી પાછો જતો રહે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.