ફક્ત લેપટોપ અને ટેબ્લેટ જ નહિ, તમારા આ સામાનોની પણ ઍરપોર્ટ પર થઇ શકે છે જબરજસ્ત ચેકીંગ

મોટેભાગે બધા લોકોનું સપનું હોય છે કે તે વિમાનમાં મુસાફરી કરે. ઘણા આર્થિક રીતે સારી સ્થિતિ વાળા લોકો માટે આ સામાન્ય વાત હોય છે, તે રોજ અથવા દર અઠવાડિયે ફ્લાઈટમાં મુસાફરી કરે છે. પરંતુ ઘણા લોકો આ પ્રકારના સપના સાથે જ પોતાનું જીવન પસાર કરે છે, એને હકીકતમાં પરિવર્તન કરવું મુશ્કેલ હોય છે. જોકે હવે ફ્લાઈટમાં મુસાફરી કરવી ઘણી સસ્તી થઈ ગઈ છે. પરંતુ આજે પણ મધ્યમ વર્ગના લોકો પોતાના પરિવારની જરૂરિયાત જ પૂરી કરી શકે છે, ફ્લાઈટમાં ફરવાનું નહીં. જો તમે પણ ફ્લાઈટમાં મુસાફરી કરતા રહો છો? તમારે આખો આર્ટિકલ વાંચવો જોઈએ. એવું એટલા માટે કારણ કે ફ્લાઈટમાં હવે લેપટોપ ટેબ્લેટ જ નહિ પણ આ બધી વસ્તુઓની પણ થશે જબરજસ્ત ચેકીંગ. તો યાત્રા પર જવા પહેલા નીચે આપેલી લિસ્ટ વાંચો.

જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો તમને ખબર હશે કે ત્યાં સુરક્ષાનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે. લાંબી ચેંકીગ પછી તમને સફર કરવાની અનુમતિ મળે છે. અત્યાર સુધી તમે ફક્ત લેપટોપ અને ટેબ્લેટ જેવી વસ્તુઓનું જ ચેકીંગ કરાવતા હતા. પણ હવે સુરક્ષાની દૃષ્ટિએ તમારે પોતાની પાસે રાખેલા બીજા પણ સામાનોનું ચેકીંગ કરાવવું પડશે. ખાસ કરીને દિલ્લીથી યાત્રા કરવા વાળા લોકો માટે ઇન્દિરા ગાંધી એયરપોર્ટ પર ભારે સુરક્ષાના નિયમોનું પાલન કરવાના આદેશ મળી શકે છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળના એક અધિકારીએ કહ્યું કે દેશના બધા ઍરપોર્ટ પર આવું કરવામાં આવશે જેથી તપાસ જલ્દી થી જલ્દી થઈ શકે.

પેનનું પણ થઈ શકે છે ચેકીંગ :

જણાવી દઈએ કે અમુક સામાનને એયરપોર્ટ પર લઈ જવાનું પહેલાથી જ બેન છે. જેમાં લાઇટર, કાતર અથવા કોઈ પણ ધારદાર વસ્તુઓ શામેલ છે. એને લઈને તમે ફ્લાઇટમાં મુસાફરી ન કરી શકો. સાથે જ હવે તમારી પેનની પણ ચેકીંગ થઇ શકે છે. એવું એટલા માટે કારણ કે ઘણીવાર ચેકીંગ દરમ્યાન પેનમાં પણ ચપ્પુ અથવા ધારદાર વસ્તુ મળી આવી છે. ત્યારબાદ સુરક્ષા માટે નવો બંદોબસ્ત કરવામાં આવ્યો. સાથે જ તમે બાળકો સાથે સફર કરી રહ્યા છો તો એમનું બર્થ સર્ટિફિકેટ સાથે રાખો.

ફ્લાઈટમાં મુસાફરી કરવા વાળા યાત્રીઓએ હવે પોતાના પર્સ, મોબાઈલ, ચાર્જર અને બીજી જરૂરી વસ્તુઓને અલગથી બેગમાં રાખવી પડશે. એવું એટલા માટે કારણ કે એ સામાનોની એરપોર્ટ પર અલગથી સ્ક્રીનિંગની રીતે તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સ્ક્રીનિંગ માટે ટ્રેમાં ફક્ત લેપટોપ અને ટેબ્લેટ જ રાખવામાં આવતા હતા અને એમનું ચેકીંગ થતું હતું. પરંતુ હવે નાની-નાની વસ્તુઓની પણ તાપસ થશે.

એયરપોર્ટ પર સુરક્ષામાં રાખેલી બેદરકારી ઘણી વાર લોકોના જીવ માટે જોખમ બની શકે છે. એવામાં જરૂરી છે કે આ વાતો પર ધ્યાન આપવામાં આવે.
ફ્લાઈટમાં મુસાફરી કરતા પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે તમારે પોતાની સાથે કયો સામાન લઈ જવાનો છે? અને કયો નહીં? પોતાની સાથે વર્જિત સામાન જેવા કે ધારદાર વસ્તુઓ, કોઈ પણ પ્રકારના હથિયાર, લાઈટર, બ્લેડ, કાતર, ઝેરીલા રેડિયો એક્ટિવ અને વિસ્ફોટક પદાર્થ બિલકુલ નથી રાખવાના.

આજે અમે એવી વસ્તુઓ વિષે જાણકારી આપીશું. જે વસ્તુઓને ફ્લાઈટમાં મુસાફરી દરમ્યાન લઈ જવાશે નહીં. જો તમે આ નિયમોનું પાલન નહીં કર્યુ. તો એરપોર્ટ પર જઈને તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. સ્પોર્ટ્સ આઈટમ જેવી કે ક્રિકેટ બેટ, બોલ વગેરે સામાન તમે સાથે રાખી શકો છો, પણ સીટ પર સાથે નહીં.

આ બધી વસ્તુઓને ફ્લાઈટમાં ના લઈ જવી :

1. હથિયાર :

ગન પાઉડર, પિસ્તોલ, દારૂ-ગોળા, ગન લાઈટર, પેલેટ ગન, કોઈ પણ પ્રકારના હથિયાર, સ્ટાર્ટર પિસ્ટલ.

2. ધારદર વસ્તુઓ :

કોઈ પણ પ્રકારનું ચપ્પુ, રેઝર ટાઈપ બ્લેડ, બોક્સ કટર, આઈસ એક્સ, કિરપાણ, તલવાર તમારે સાથે રાખવાના નથી.

3. રમત ગમતના સાધન :

ક્રિકેટ બેટ, બેઝબોલ બેટ, ગોલ્ફ ક્લબ્સ, તીર અને ધનુષ, હોકી સ્ટિક, લૈક્રોસ સ્ટિક, સ્પિયર ગન વગેરે પર પણ પ્રતિબંધ છે.

4. પર્સનલ આઈટમ :

હથિયાર જેવા રમકડાં, લાઈટર, મેટલ વાળી કાતર વગેરે તમારે સાથે રાખવા જોઈએ નહિ.

5. ઓજાર લઈ જવાની મનાઈ :

આરી, નરાજ, કુહાડી,ડ્રિલ, હથોડા, પેચકસ, કરવત વગેરે ઓજાર ભૂલથી પણ સાથે ન રાખવા.

6. જ્વલનશીલ પદાર્થ :

ગેસ ટોર્ચ, લાઈટર ફ્લુઈડ, ઍરોસોલ, ફયુઅલ, ગેસોલીન, માચિસ, પેઇન્ટ થિનર વગેરે સામાન સાથે લઇ જવાની મનાઈ છે.

7. આ કેમિકલ્સ પર પણ રોક :

સ્પ્રે પેઇન્ટ, ક્લોરીન, કમ્પ્રેસ્ડ ગેસ સિલિન્ડર, ટીયર ગેસ, લિકવીડ બ્લીચ વગેરે કેમિકલ સાથે લઇ જવા નિયમ વિરુદ્ધ છે.