100 % કામ કરશે આ વસ્તુ, કાનમાં શરદીને લીધે દુઃખાવો, કે વૈકસ જમા થવો કે કાન ની એલર્જી

કાનની તકલીફમાં લસણ છે અસરકારક, જાણો ઉપચાર

કાન એક સુરંગ જેવો છે કરોટીની શંખાસ્થિ ની અંદર તરફ વધુ જતી રહેલ છે. આ સુરંગનું બહારનું છિદ્ર કાનના બહારના કોમળ ભાગને, જે કર્ણશષ્કુલી કહેવાય છે, વચ્ચે થી ખુલે છે. શષ્કુલી નું કામ માત્ર શબ્દ ના તરંગોને ભેગા કરીને કાન ની સુરંગમાં પહોચાડે છે.

આ સુરંગમાં ત્રણ ભાગ છે :

પહેલો બહિ:કર્ણ છે, જે શષ્કુલી ની વચ્ચેથી શરુ થઈને અંદર સુધી જાય છે. અહિયાં તેના છેડા માં એક પટ્ટી છે. તે કર્ણપટલ કહેવાય છે. આ એક સીધો ઉભો રહેલ પડદો નથી, પણ વચ્ચે થી અંદરના ભાગમાં થોડો દબાયેલો અને વાંકો રહેલ છે. શબ્દ ના તરંગો થી પડદા માં કંપારી થવા લાગે છે. આ પડદાની બીજી તરફ એક નાની કોથડી જેવું હોય છે, જેને મધ્ય કર્ણ કહેવાય છે. તેમાં ત્રણ ઝીણા હાડકા છે, જે કર્ણપટલના કંપન થી જાતે જ હળવા લાગે છે અને તેને કાનના ત્રીજા ભાગ અંતઃકર્ણ માં પહોચાડે છે. તેમાં પણ બે ભાગ છે. એક ભાગ કોકલિઆ (Chochlea) નો અવાજ સાથે સબંધ છે અને બીજો ભાગ (અર્ધવર્તુળાકાર નળીઓ) હરવા ફરવા, કૂદતી વખતે સમય સ્થાનનું ભાન કરાવે છે.

કાનમાં વૈકસ જમા થવું, શરદી ને લીધે દુઃખાવો કે પછી કોઈ પ્રકારની એલર્જી થઇ જવી કે ઇન્ફેકશન હોવું સામાન્ય તકલીફ છે, જે ઘણા લોકો સાથે થાય છે. પણ સમયસર ઈલાજ ન થવાથી તકલીફ વધી જાય છે. તેનો સામનો કરવા માટે લસણ એક ઉત્તમ ઉપચાર છે. જાણો લસણના આ ઉપચાર, જે તમને કાનની તકલીફો થી અપાવે છુટકારો.

(1) થોડી લસણની કળીઓ લઈને કચડી લો. હવે આ મિશ્રણને કપડામાં લપેટીને કાન ઉપર રાખો. લગભગ અડધો કલાક આ કપડાને કાન ઉપર રહેવા દો, પછી હટાવી લો. થોડી વાર પછી તમે અનુભવ કરશો કે તમારા કાનનો દુખાવો દુર થઇ ગયો હશે.

(2) લસણની કળીઓને કોઈ કડક વસ્તુથી દબાવીને કચડો અને તેને કપડામાં લપેટીને તેનો રસ સીધો કાનમાં અસરવાળા ભાગ ઉપર નાખો. તેનાથી ન માત્ર તમારા કાનો દુઃખાવો ઠીક થાય છે પણ ઇન્ફેકશન પણ નાબુદ કરશે.

(3) સરસીયાના તેલમાં લસણની થોડી કળીઓ ગરમ કરો. જયારે તે તેલ હુંફાળું થાય એટલે તેના એક કે બે ટીપા કાનમાં નાખો અને રૂ મૂકી દો. ધ્યાન રાખશો કે તે તેલ ગરમ ન હોય, નહી તો તમારા કાનના પડદાને નુકશાન કરી શકે છે.

(4) લસણની થોડી કળીઓ લઈને મીઠાના પાણીમાં ઉકાળી લો. હવે તેને તાપ ઉપરથી ઉતારી અલગથી દરિયાઈ મીઠું નાખીને વાટી લો કે પછી કચરી લો. હવે આ મિશ્રણને કપડામાં લપેટીને કાનના તે ભાગ ઉપર મુકો જ્યાં દુઃખાવો કે ઇન્ફેકશન થઇ રહ્યું હોય.

(5) લસણને ઉકાળીને મીઠા સાથે વાટી લો અને પછી આ લેપને કાન ઉપર કે કાનના પાછળના ભાગમાં લગાવો. તેનાથી તમને રાહત મળશે.

(6) લસણ ની કળીઓને તલ નું તેલ નાખી ને કકડાવી ને સહેજ ગરમ તેલ નાં ટીપાં કાન માં નાખો આ ઈલાજ થી કાન નાં સણકા મટે છે અને કાન પાકતો હોય તો તેમાં પણ ફાયદો કરે છે

(૭) કાન માં અવાજ આવતા હોય કે કાન બંધ થઇ ગયા હોય તો લસણ અને હળદર ને એક રસ કરી ને નાખવા થી લાભ થાય છે.

કાન માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> જો કાન છેદાવેલ છિદ્ર થઇ ગયું છે મોટું, તો આ સરળ ઘરેલું ઉપચારથી સરળતાથી છિદ્ર ની સાઈઝ કરો નાની

કાન માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> તુલસી થી કાન નાં રોગો નો ઈલાજ, બહેરાશને મૂળમાંથી દુર કરે છે તુલસી, જાણો કેવી રીતે

કાન માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> કાનની કોઈ પણ તકલીફ હોય તો તમામ નો એક જ સારવાર જાણી લો આ દવા ઘરે અવશ્ય રાખો

કાન માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> કાનમાંથી મેલ કાઢવાની સાચી રીત પણ જાણી લો, ભૂલથી પણ સેફટી પીન ન નાખશો !!