કઈ તારીખે છે 2021 નું છેલ્લું સૂર્યગ્રહણ, આપણે ત્યાં તેનો સુતક કાળ માન્ય રહેશે કે નહિ, જાણો બધી વિગત.

ક્યારે છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો દિવસ, તારીખ અને તેનાથી થનારી અસર વિષે.

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ શનિવાર, 4 ડીસેમ્બર 2021 ના રોજ થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણની જેમ જ સૂર્યગ્રહણ પણ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના હોય છે. જ્યોતિષમાં ગ્રહણને અશુભ ઘટનામાં ગણવામાં આવે છે. તે કારણે જ ગ્રહણ દરમિયાન શુભ કાર્ય અને પૂજા પાઠ કરવા પ્રતિબંધિત માનવામાં આવે છે. માન્યતા છે કે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઇ જાય છે, જેથી સૂર્યની શુભતામાં ઘટાડો થાય છે. આવો તમને વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ અને તેની અસર વિષે જણાવીએ.

આટલા સમય માટે થશે સૂર્યગ્રહણ : જ્યોતીષાચાર્ય ડો. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે ચંદ્રગ્રહણ પછી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડીસેમ્બર 2021, શનિવારના રોજ થશે. આ દિવસે કારતક મહિનાના વદ પખવાડિયાની અમાસ તિથી છે. સૂર્યગ્રહણ 4 ડીસેમ્બરની સવારે 10 વાગીને 59 મિનીટ ઉપર શરુ થશે, જે બપોરે 03 વાગીને 07 મિનીટ ઉપર સમાપ્ત થશે.

અહિયાં જોવા મળશે : વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, દક્ષીણ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા અને દક્ષીણ અમેરિકામાં જોવા મળશે. આ ગ્રહણને ભારતમાં નહિ જોઈ શકાય. જ્યોતિષ મુજબ તેનો સુતક કાળ પણ માન્ય નહિ હોય. આમ તો સૂર્યગ્રહણથી 12 કલાક પહેલા સુતક કાળ લાગી જાય છે. આ ગ્રહણ ઉપછાયા ગ્રહણ હશે. જ્યોતિષીય શાસ્ત્ર મુજબ પૂર્ણ ગ્રહણ થવા પર જ સુતક કાળ માન્ય હોય છે. આંશિક કે ઉપછાયા ગ્રહણ થવા ઉપર સુતકના નિયમોનું પાલન અનિવાર્ય નથી હોતું.

15 દિવસનો સમય અશુભ : વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ 19 નવેમ્બરના રોજ હતું. અને 15 દિવસની અંદર હવે આ બીજું ગ્રહણ છે. જ્યોતિષમાં આટલા ઓછા સમયગાળામાં આવતા ગ્રહણ અશુભ માનવામાં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.