સંગીતની દેવીને સલામ, સેનાની મદદ માટે 1 કરોડ રૂપિયા આપશે લતા મંગેશકર

પુલવામા હમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઈ છે. મંગળવારે ભારત દ્વારા જૈશ-એ-મોહમ્મદ પાસે બેઝ કેમ્પ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકે માહોલ વધારે ગરમ કરી દીધો છે. ભારતે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. ફક્ત રાજનીતિ જ નહિ પણ કળાના ક્ષેત્રમાં પણ બંને દેશોના સંબંધ બગડ્યા છે. અને બોલીવુડે પણ પાકિસ્તાની કલાકારો સાથે અંતર બનાવી લીધું છે.

તેમજ બોલીવુડ પણ પુલવામા હુમલામાં મૃત્યુ પામેલા જવાનોના પરિવાર વાળાની મદદ કરવા માટે સામે આવ્યું છે. અમિતાભ બચ્ચન અને ખય્યામ દ્વારા શહીદોની આર્થિક મદદ કર્યા પછી હવે સ્વર કોકિલા લતા મંગેશકરે ભારતીય સેનાની મદદ કરવાની ઘોષણા કરી છે.

મહારાષ્ટ્ર ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરે કહ્યું, કે તે 24 એપ્રિલના રોજ પિતા દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિના અવસર પર આર્મીના જવાનો માટે 1 કરોડ રૂપિયા દાન કરશે. બોલીવુડ માંથી તમામ લોકો હંમેશા જ શહીદ જવાનોની મદદ કરવા માટે આગળ આવે છે.

મુંબઈ મિરરના એક રિપોર્ટ અનુસાર લતાજીએ જણાવ્યું હતું કે, “પાછલા દિવસોમાં મેં મારા જન્મ દિવસ પર લોકોને અપીલ કરી હતી, કે મને ભેટ અને ફૂલ આપવાની જગ્યાએ એને જવાનોને આપો. લોકોએ મારી અપીલને સકારાત્મક રૂપથી લીધી હતી. આજે પણ હું એજ અપીલ કરી રહી છું.” આ દરમ્યાન પણ ઇન્ડસ્ટ્રીના લોકો મદદ માટે આગળ આવ્યા છે. અમે પણ અમારી તરફથી એક નાનો પ્રયત્નો કર્યો છે.

જણાવી દઈએ કે હુમલા પછી લતા મંગેશકર પણ ઘણી દુઃખી જોવા મળી હતી. એમણે ટ્વીટર પર લખ્યું હતું કે “જમ્મુ કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની હું ઘણી નિંદા કરું છું. આ હુમલામાં આપણા જે વીર જવાનો શહીદ થયા છે એમને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. આ બધા વીરોના પરિવારોના દુઃખમાં હું શામેલ છું.

જણાવી દઈએ કે લતા મંગેશકર ભારતીય સેના સાથે ઘણો લગાવ રાખે છે. પોતાના 89 માં જન્મદિવસ પર જયારે એમને પ્રશંસકો દ્વારા ભેટ અને ઉપહાર મળી રહ્યા હતા, તો એમણે વિનંતી કરી હતી કે મને ભેટ આપવાની જગ્યાએ આપણા દેશના જવાનોને આર્થિક સહયોગ આપો.”

મિત્રો તણાવ વાળો આ મુદ્દો જલ્દી માં જલ્દી ઉકેલાય જાય, અને આપણી સેનાને અને દેશને વધારે નુકશાન ન થાય એવી અમારી પ્રાથના.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.