લેધર જીન્સ અને ટોપમાં સ્ટનિંગ દેખાઈ રવીનાની દીકરી, 14 વર્ષમાં જ દેખાવા લાગી છે માં કરતા વધુ સુંદર

રવિના ટંડનનું નામ બોલીવુડની સુંદર અને પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. રવિનાના નામે એકથી એક સુપરહિટ ફિલ્મો નોંધાઈ છે. ૯૦ના દશકમાં રવિનાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મ મોહરાનું ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ થી રવિનાએ યુવાનોના દિલમાં આગ લગાવી દીધી હતી. તે આ ગીતમાં પીળી સાડી પહેરીને એટલી હોટ અને સેક્સી દેખાઈ રહી હતી જેનો કોઈ જવાબ નથી. તેણે ‘તુ ચીજ બડી હે મસ્ત મસ્ત’ અને ‘અખિયોં સે ગોલી મારે’ જેવા ગીતોથી લોકોને પોતાની અદાઓના દીવાના બનાવ્યા.

૪૫ની ઉંમરમાં પણ રવિનાનો દેખાવ અને અદાઓ ઓછી નથી થઇ. તે આજે પણ પોતાની અદાઓથી આગ લગાવે છે. રવિના સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને અવાર નવાર ક્યારેક એયરપોર્ટ ઉપર તો ક્યારેક પાર્ટીઓ ઉપર જોવા મળે છે. તે દરમિયાન ઘણી વખતે તે પોતાની દીકરી સાથે પણ જોવા મળે છે. રવીનાની દીકરીનું નામ રાશા થડાની છે અને તે દેખાવમાં ઘણી સુંદર છે.

હાલમાં જ રાશા પોતાની માં રવિના સાથે મુંબઈ એયરપોર્ટ ઉપર જોવા મળી. તે દરમિયાન માં દીકરીની જોડી ઘણી સુંદર લાગી રહી હતી અને ત્યાં રહેલા દરેક તેને જોતા જ રહી ગયા. ખાસ કરીને દીકરી રાશા ઉપર જઈને સૌની નજર અટકી ગઈ હતી. તે દરમિયાન રાશાએ વ્હાઈટ ઓફ કલરનું ટોપ અને મરુન રંગનું લેધર જીન્સ પહેર્યું હતું. નવાઈની વાત એ છે કે રવિનાએ પણ બ્લેક લેધર પેન્ટ સાથે મેચિંગ હુડી પહેર્યું હતું, લેધર જીન્સમાં માં દીકરીની જોડી ઘણી કમાલની લાગી રહી હતી.

વાત કરીએ રાશાના લુકની તો તેણે આંખો ઉપર કાળા ચશ્માં લગાવ્યા હતા અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. સાથે જ તેણે સાઈડમાં કાળા રંગની બેગ લીધી હતી, આ લુકમાં રાશા ઘણી ગોર્જિયસ દેખાઈ રહી હતી. લુક કમ્પ્લીટ કરવા માટે રાશાએ વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા હતા. અને તેની મા રવિના બાંધેલા વાળ, મીનીમમ મેકઅપ અને બ્લેક શેડ્સ સાથે ઘણી સુંદર જોવા મળી.

જણાવી દઈએ કે રાશા થડાનીનો જન્મ ૨૦૦૫માં થયો હતો. રાશાની ઉંમર હાલમાં ૧૪ વર્ષ છે અને તેની આ ઉંમરમાં તેની લંબાઈ લગભગ તેની માતા જેટલી થઇ ગઈ છે. તે દિવસ દુર નથી જ્યારે રાશા બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરશે. રાશા પોતાની મા ની જેમ સુંદર અને સ્ટાઇલીશ છે. તેવામાં ફેંસ રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે મોટા પડદા ઉપર જોવા મળે. બીજા સ્ટાર કીડની જેમ રાશાને વધુ લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી પરંતુ કોઈને કોઈ રીતે મીડિયાની નજર તેની ઉપર પડી જ જાય છે.

વાત કરીએ વર્ક ફ્રંટની તો હાલમાં જ રવિના નચ બલીયે ૯માં ખાસ કરીને જજ તરીકે જોવા મળી હતી. અને વાત કરીએ ફિલ્મોની તો છેલ્લી વખત તે ‘માતૃ’ માં જોવા મળી હતી. હાલના દિવસોમાં રવિના ફિલ્મ અને ટીવીથી દુર છે. જોઈએ કે તે આવનારા સમયમાં ક્યા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.