હાસ્ય ખોલે છે વ્યક્તિત્વનું રહસ્ય, જાણો શું કહે છે તમારું હાસ્ય?

આ રીતે હસવા વાળા લોકોની માનસિક શક્તિ હોય છે નબળી, જાણો હાસ્યના પ્રકાર પ્રમાણે લોકોના વ્યક્તિત્વ વિષે.

કોઈ પણ વાત કે કારણથી જયારે માણસ ઘણો આનંદિત થાય છે, તો તે તેના મનોભાવને હાસ્યથી પ્રગટ કરે છે. હસવું આવવું કે હસવું એ માણસનું રડવું, દુઃખી થવું અને ગુસ્સો કરવા જેવો જ સ્વભાવિક ગુણ છે. પહેલાના સમયમાં લોકો પાસે સમય હતો, તેઓ એક બીજા સાથે સમય પસાર કરતા હતા અને ખુશ રહેતા હતા, પણ આજના દોડધામ ભરેલા જીવનમાં લોકો પાસે બે ક્ષણનો સમય નથી કે તે શાંતિથી ખુલીને હસી શકે.

એ કારણ છે કે આજના સમયમાં લોકોએ લાફીંગ થેરેપીનો સહારો લેવો પડે છે. હકીકતમાં આપણા હસવા, રડવા, ગુસ્સો કરવાનો પ્રભાવ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. હસવાથી મનુષ્યનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, અને તેની સાથે જ આપણા રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે. પણ શું હસવાથી કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિષે જાણી શકાય છે? અવો તેના વિષે જાણીએ.

દરેક માણસનું હાસ્ય એકબીજાથી અલગ હોય છે. ઘણા લોકો ઘણું જોર જોરથી હસે છે તો ઘણા લોકો મોટાભાગે થોડા એવા સ્મિતથી જ તેમનો આનંદ વ્યક્ત કરી દે છે. હસવાનો સંબંધ માનસિક આરોગ્ય સાથે હોય છે. એટલા માટે સમુદ્રશાસ્ત્ર કહે છે કે, વ્યક્તિના હસવાની રીત ઉપરથી તેનો સ્વભાવ જાણી શકાય છે. જાણો શું કહે છે તમારું હાસ્ય.

ખુલીને હસવા વાળા લોકો : જો કોઈ વ્યક્તિ કોઈ પણ જાતના સંકોચ વગર ખુલીને હસે છે, તો સમજી જવું કે તે લોકો શુદ્ધ મનના હોય છે અને સંબંધમાં વફાદાર હોય છે. એવા લોકોનું માનસિક આરોગ્ય સારું રહે છે. એટલા માટે દરેક કાર્યમાં તેમનું મગજ તેજ ચાલે છે. તે લોકો વિનમ્ર, દયાળુ અને સારા પ્રેમી હોય છે.

ખડખડાટ હસવા વાળા લોકો : ઘણા લોકો જયારે હસે છે તો તેજ અવાજ નીકળે છે. જેને ખડખડાટ હસવું પણ કહે છે. એવા લોકો વિષે સામુદ્રિક શાસ્ત્ર જણાવે છે કે, તે લોકો તેમના જીવનમાં ઘણા સફળ હોય છે. અને ઘણા લોકો એવા પણ હોય છે જે હસતા હોય કે ખડખડાટ હસતા હોય ત્યારે તેમના ચહેરા ઉપર વ્યંગ્યાત્મક ભાવ આવે છે. જે લોકો આવું હસે છે, તેમનામાં અહંકારની ભાવના હોય છે.

અટકી અટકીને હસવા વાળા લોકો : ઘણા લોકોની ટેવ હોય છે કે તે કોઈ વાત ઉપર હસે છે અને પછી એક બે સેકંડ માટે અટકી જાય છે અને ફરી હસે છે. એવા લોકોને જોઇને થોડું વિચિત્ર પણ લાગે છે. સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે, એવા લોકોની માનસિક શક્તિ નબળી હોય છે. તે લોકો કોઈ કામમાં જલ્દી સફળ નથી થઇ શકતા.

દરેક વાત ઉપર માત્ર સ્મિત આપવા વાળા લોકો : ઘણા લોકો મોટાભાગે માત્ર સ્મિત આપીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. એવા લોકો વિષે સામુદ્રિક શાસ્ર કહે છે કે, તે લોકો શાંત સ્વભાવના હોય છે અને વિપરીત પરિસ્થિતિઓમાં ધીરજ સાથે કામ લે છે. તે લોકો ગંભીર, વિશ્વાસપાત્ર અને જ્ઞાની હોય છે.

વિચિત્ર એવા અવાજો કાઢીને હસવા વાળા લોકો : ઘણા લોકોનું હસવું ઘણું જ વિચિત્ર હોય છે. તે લોકો હસતી વખતે વિચિત્ર અવાજો કાઢે છે, ઘણા લોકોનું હસવું એવું હોય છે, જેમ કે ઘોડાનો અવાજ કાઢી રહ્યા હોય. સામુદ્રિક શાસ્ત્ર મુજબ તે લોકો વફાદાર નથી હોતા, તેમને દગાબાજ માનવામાં આવે છે. એવા લોકોથી સતર્ક રહેવું જોઈએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.