લવ મેરેજનો ભયાનક અંત : પતિને પહેલા આપી ઊંઘની ગોળીઓ, પછી કારમાં બેસાડીને …

ઉત્તરાખંડમાં હલ્દવાનીના ચર્ચિત અવતાર સિંહ હત્યાકાંડના પોલીસે બુધવારે ખુલાસો કરી દીધો. ખૂની કોઈ બીજા નહિ પરંતુ પત્ની નીલમ ચૌધરી જ નીકળી. નીલમે અવતાર સિંહની હત્યા કરતા પહેલા તેને ઘરે જ ગ્લુકોન ડીમાં ઊંઘની દસ ગોળીઓ ઓગાળીને પીવરાવી દીધી હતી. બેભાન થયા પછી નીલમે મિત્ર મનીષ મિશ્રાએ પોતાના સાથી અજય યાદવની મદદથી અવતારનું ગળું દબાવીને પેટ્રોલથી સળગાવીને મારી નાખ્યો.

પોલીસે નીલમ સાથે તેના મિત્ર મનીષની પણ ધરપકડ કરી લીધી છે. ઘટનામાં સ્થળ ઉપર પલ્સર બાઈક પણ હાથ લેવામાં આવ્યું છે. હત્યાકાંડના ત્રીજા આરોપી અજય યાદવ હજુ ભાગી ગયેલા જ છે.

એસએસપી સુનીલ કુમાર મીણાએ કોતવાલી વિસ્તારમાં પત્રકારોને જણાવ્યું કે ૧૬મેની સાંજે ભીમતાલ ત્રણ રસ્તાની નીચે કારમાં મળેલા શબની ઓળખ કરવા માટે એસપી સીટી અમિત શ્રીવાસ્તવના નિર્દેશનના પોલીસની છ ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે કાર (યુકે 06 એએફ 8111) માંથી હાથ લાગેલા હદપિંજરની ઓળખ રુદ્રપુર જીલ્લાના સામિયા હાઉસિંગ સોસાયટીના રહેવાસી અવતાર સિંહ ચૌધરી દીકરા ગુલઝાર તરીકે કરી.

તેની પત્ની નીલમે જણાવ્યું હતું કે ૧૬મેના રોજ અવતાર કામ ઉપર ગયો હતો અને તે હલ્દવાનીમાં ડોક્ટરને બતાવ્યા પછી ઘરે આવતી રહી હતી. સીસીટીવી અને સર્વીલાંસમાં નીલમની ભૂમિકા ગંભીર જોવા મળી. અવતારના પિતાએ ભીમતાલ પોલીસ સ્ટેશનમાં નીલમ અને તેના મિત્ર વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાવ્યો હતો.

પોલીસે ઘટનામાં જોડાયેલી અવતારની પત્ની નીલમ અને તેના મિત્ર મનીષ મિશ્રાને ૧૭મેના રોજ શાર્મિયા હાઉસિંગ સોસાયટીમાંથી પકડી લીધા હતા. અવતાર સિંહ મૂળ હરિયાણાના અંબાલાના રહેવાસી હતા. તે રુદ્રપુરમાં કંપનીઓને મજુર પુરા પાડતો હતો. અવતારના લગ્ન બાગેશ્વરની રહેવાસી નીલમ સાથે થયા હતા. નીલમની સિક્યોરીટી એજન્સીમાં કામ કરી રહેલા મનીષ મિશ્રા સાથે સંબંધ વધી ગયા હતા.

મૂળ પ્રયાગરાજ જીલ્લાના નંદોત ફૂલપુરના રહેવાસી મનીષ મિશ્રાએ હત્યા કરવા માટે જૌનપુર (યુપી) જીલ્લાના દૌલતીયા ગામ મુંગરાબાદ શાહપુરના રહેવાસી પોતાના મિત્ર અજય યાદવને બોલાવી લીધો. ઘટનાને દિવસે નીલમે અવતારને ઘરે જ ગ્લુકોન ડીમાં ઊંઘની દસ ગોળીઓ ઓગાળીને પીવરાવી દીધી.

થોડી વારમાં અવતાર સિંહ બેભાન થઇ ગયો. ત્યાર પછી નીલમ તેને કારમાં લઈને મુખાની ચાર રસ્તા આવેલા ડૉ. નીલાંબર ભટ્ટના દવાખાના સુધી આવી. દવાખાનું બંધ હોવાથી તે ડોક્ટર ત્રિપાઠીના દવાખાને ગઈ.

કારની પાછળ પલ્સર બાઈક દ્વારા મનીષ અને અજય પણ આવી રહ્યા હતા. મુખાની ચાર રસ્તા ઉપર નીલમે કાર મનીષને આપી દીધી. મનીષ કાર લઈને સલડી ગયો. પાછળ પાછળ બાઈક દ્વરા અજય પણ પહોચ્યો. ત્યાં પહોચીને મનીષ ડ્રાઈવર સીટ ઉપર અને અજય પાછળની સીટ ઉપર બેસી ગયા. બન્નેએ અવતારનું ગળું દબાવ્યું અને કાર ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. ત્યાર પછી બન્ને બાઈક દ્વારા હલ્દવાની તરફ આવી ગયા.

છેતરવા માટે નીલમ બીજા દિવસે પતિની ગુમ થયાની ફરિયાદ નોંધાવવા માટે રુદ્રપુર પોલીસ સ્ટેશને પહોચી ગઈ. ઘટના પહેલા તેઓએ હલ્દવાનીથી લઈને ભીમતાલ સુધીની જાણકારી મેળવી હતી. નીલમ અને મનીષ વચ્ચે સંબંધની જાણકારી થવાથી પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો હતો. અવતાર સિંહે નીલમને મનીષથી દુર રહેવાની સુચના આપી હતી. તેમ છતાં પણ નીલમ અને મનીષ માર્ચથી જ અવતારને ઠેકાણે પાડવાનું આયોજન કરવા લાગ્યા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.