લક્ષ્મી માં ની મોટી બહેન છે અલક્ષ્મી, કરે છે આ ઘરોમાં વાસ, માનવામાં આવે છે દરિદ્રતાની દેવી

સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાં ઘણા બધા રત્ન નીકળ્યા હતા અને લક્ષ્મીમાં પણ સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે સમુદ્ર મંથનમાં લક્ષ્મીમાં પહેલા તેમની મોટી બહેન મદિરા લઈને પ્રગટ થઇ હતી, જેને અલક્ષ્મીના નામથી ઓળખવામાં આવે છે. ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથન વિષે વર્ણન કરતા એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અલક્ષ્મી સમુદ્ર મંથનમાં લક્ષ્મીમાંથી પહેલા નીકળ્યા હતા. એટલા માટે તેને લક્ષ્મીની મોટી બહેન માનવામાં આવે છે. અલક્ષ્મી સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે અને તે કથાઓ આ મુજબ છે.

અલક્ષ્મી સાથે જોડાયેલી પહેલી કથા :

અમુક કથાઓ મુજબ અલક્ષ્મીએ પ્રગટ થયા પછી વિષ્ણુજી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્તિ કરી હતી. પરંતુ વિષ્ણુજીએ અલક્ષ્મીને ના કહીને લક્ષ્મીજી સાથે લગ્ન કર્યા હતા. જેનાથી અલક્ષ્મી ઘણા ગુસ્સે થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે, અલક્ષ્મીનો ગુસ્સો શાંત કરવા માટે વિષ્ણુજીએ તેમને પીપળાના ઝાડમાં વિરાજમાન થવાના આશીર્વાદ આપી દીધા હતા, અને તેને એ વચન આપ્યું હતું કે તે દર શનિવારના દિવસે માં લક્ષ્મી સાથે તેમને મળવા માટે પીપળા ઉપર આવશે. તે કારણ છે કે પીપળાના ઝાડની પૂજા શનિવારના દિવસે કરવાથી શુભ ફળ આપે છે.

અલક્ષ્મી સાથે જોડાયેલી બીજી કથા :

અલક્ષ્મી દેવી સાથે જોડાયેલી બીજી કથા મુજબ અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે, અને સમુદ્ર મંથનમાંથી નીકળ્યા પછી તેમના લગ્ન મહર્ષિ સાથે થયા હતા. કથાઓ મુજબ સમુદ્ર મંથન સમયે થોડા ઉપરત્ન પણ નીકળ્યા જેમાંથી એક દેવી અલક્ષ્મી હતા.

માન્યતાઓ મુજબ અલક્ષ્મી સમુદ્રમાંથી મદિરા લઈને નીકળી હતી, અને આ મદિરા દેત્યોને આપવામાં આવ્યું હતું. દેવી અલક્ષ્મીના લગ્ન ઉદ્ધાલક નામના મહર્ષિ સાથે થયા હતા. તે લગ્ન પછી જયારે ઉદ્ધાલકે તેને પોતાના આશ્રમમાં લઇ ગયા, તો અલક્ષ્મીએ આશ્રમમાં પ્રવેશ કરવાની ના કહી દીધી અને કહ્યું કે, તેના પ્રવેશ કરવાથી ઘરમાં ધન હાની થવા લાગી જશે અને ઘરમાં આનંદનો વાસ નહિ રહે.

દેવી અલક્ષ્મીના જણાવ્યા મુજબ તે માત્ર એવા ઘરોમાં જઈને રહે છે, જે ઘર ગંદા રહેતા હોય, જ્યાં લડાઈ ઝગડા થતા હોય અને ઘરના લોકો દ્વારા અધર્મ કે ખોટા કામ કરવામાં આવતા હોય. જે લોકો પોતાના ઘરને સાફ રાખે છે અને રોજ ભગવાનની પૂજા અર્ચના કરે છે, ત્યાં અલક્ષ્મી પ્રવેશ નથી કરી શકતા. કેમ કે તે ઘરોમાં માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.

જરૂર રાખો ઘરની સફાઈ :

એટલા માટે તમે લોકો પણ તમારા ઘરની સફાઈ રાખતા રહો અને રોજ પૂજા કરો. એમ કરવાથી તમારા ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ નહિ થાય અને તમારુ જીવન સુખોથી ભરેલું રહે છે. અને તમે તમારા ઘરમાં જો ગંદકી ફેલાવી રાખો છો, અને ઘરની સફાઈ નથી કરતા તો ઘરની અલક્ષ્મી બિરાજમાન થઇ જાય છે, અને અથાગ પ્રયાસ કરવા છતાં પણ તમે ગરીબ જ બનીને રહો છો, અને ઘરમાં દરેક વખતે તણાવનું વાતાવરણ જળવાઈ રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.