શું તમે જાણો છો? લક્ષ્મી માતાના 18 પુત્રોના નામ, જેમના નામ લેવાથી થાય છે ધનલાભ.

લક્ષ્મી માતાને ધન-સંપત્તિના દેવી માનવામાં આવે છે. જે લોકોના જીવનમાં સુખ-સૌભાગ્યને જાળવી રાખે છે. લક્ષ્મી માતાને ભગવાન વિષ્ણુની અર્ધાંગિની એટલે કે પત્નીના રૂપમાં પૂજવામાં આવે છે. આ બંનેના 18 પુત્રો હતા જેમનો વિભિન્ન ગ્રંથોમાં ઉલ્લેખ પણ જોવા મળે છે.

આજના સમયમાં કોઈને પૈસાના મહત્વ વિષે જણાવવાની જરૂર નથી. આજે પૈસા જ સર્વસ્વ બની ગયું છે, જેને જુવો તે તેની પાછળ ભાગતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો તો પૈસા માટે ખોટા કામ કરવાથી પણ નથી અચકાતા. કહેવામાં આવે છે કે ખોટા કામથી કમાયેલા પૈસા હંમેશા દુ:ખ જ આપે છે, જો કે સારા કામ થી કમાયેલા થોડા પૈસાથી પણ વ્યક્તિ ઘણો સુખી રહી શકે છે. પૈસાની જરૂર દરેકને હોય છે. માટે વાંચો આજના લેખમાં શું ખાસ છે.

એવી માન્યતા છે કે જો ધનની તકલીફ હોય તો લક્ષ્મી માતાના આ 18 પુત્રોના નામ લેવાથી તરત ધન લાભ થાય છે. શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની પૂજામાં એમના નામના જાપથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની સમસ્યાઓથી છુટકારો મળે છે.

જયારે પણ લક્ષ્મી માતાના પુત્રોના નામ લેશો, તો લક્ષ્મી માતા દોડતા આવી જશે. એ માં ની મમતા જ તો છે, જે માં અને બાળકોને સાથે જોડે છે. તેમજ ગણેશજી લક્ષ્મી માતાના માનેલા પુત્ર છે. આમ તો લક્ષ્મી માતા ચંચળ છે, તે એક સ્થાન પર નથી ટકતા. પરંતુ બે એવા સ્થાન છે ત્યાં લક્ષ્મી માતા સદા નિવાસ કરે છે.

પહેલું સ્થાન જ્યાં વિષ્ણુજીનો અભિષેક દક્ષિણાવર્તી શંખથી કરવામાં આવે. અને બીજું સ્થાન એ છે જ્યાં ગણપતિની આરાધના કરવામાં આવે છે. ત્રીજું કોઈ સ્થાન નહિ પણ એક ઉપાય છે, અને તે ઉપાય એ છે કે લક્ષ્મી માતાના 18 પુત્રોના નામ જપવા. આમ તો લક્ષ્મીજી ત્યાં સદા નિવાસ કરે છે જ્યાં ગણપતિને પૂજવામાં આવે છે. પણ જો અચાનક રૂપિયા જોઈએ તો એ જ નહિ, પણ લક્ષ્મીજીના અનેક પુત્રોના નામ લેવા પડશે.

માતા લક્ષ્મીના પુત્રોના નામ :

ચાલો તમને જણાવીએ કે લક્ષ્મી માતાના આ 18 પુત્રોના નામ કયા કયા છે?

1. દેવસખા

2. ચીકલીત

3.આનંદ

4. કર્દમ

5. શ્રીપદ

6. જાતવેદ

7. અનુરાગ

8. સમ્વાદ

9. વિજય

10. વલ્લભ

11. મદ

12. હર્ષ

13. બલ

14. તેજ

15. દમક

16. સલિલ

17. ગુગ્ગુલ

18. કુરુણટક

જો તમે પણ કોઈ એવી પરિસ્થિતિના શિકાર બન્યા છો, જેમાં તમને અચાનક પૈસા-રૂપિયા જોઈએ છે, તો આ ઉપાય શુક્રવારથી અજમાવો. માં તો માં છે, પછી લક્ષ્મી માતા કેમ ન હોય, બાળકોના નામ પુકારશો તો માં તમારી પાસે દોડી આવશે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)