લક્ષ્મીએ દીપિકાને જણાવી પોતાની આપવીતી જણાવ્યું : “તેજાબથી મારી ચામડી પ્લાસ્ટિકની જેમ ઓગળી રહી હતી…

ફિલ્મની સ્ક્રિપ્ટ મળ્યા પછી દિપીકા એસીડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલને મળ્યા હતા. લક્ષ્મીની કહાની સાંભળીને દીપિકા રડવા લાગી.

એસીડ આટેકનું દુઃખ તે વ્યક્તિ જાણે છે. જે આ ખૌફનાક અકસ્માત માંથી પસાર થયા હોય છે. એવો જ એક ખૌફનાક ઘટનાને રજુ કરવાની છે દિપિકા પાદુકોણની આવનારી મોસ્ટ એવૉટેડ ફિલ્મ ‘છપાક’. આ દિવસોમાં દિપીકા પાદુકોણ પોતાની અપકમિંગ ફિલ્મ ‘છપાક’ ને લઇને વ્યસ્ત છે.

આ ફિલ્મ એસીડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ દિપિકાની અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હશે. તેની વચ્ચે કાલે ફિલ્મનું એક પોસ્ટર બહાર પડ્યું છે. જેમાં દિપીકાનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યું છે. દીપિકાનું આ લુકને જોઈને ફેન્સ પણ એવું કહી રહ્યા છે કે આ ફિલ્મ દીપિકાની કારકિર્દીની સૌથી ઉત્તમ ફિલ્મ સાબિત થવાની છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મમાં દિપીકાના પાત્રનું નામ માલતી છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ વિક્રાંત મેસી પણ મુખ્ય ભૂમિકામાં છે. 10 જાન્યુઆરી 2020 સુધી આ ફિલ્મની આવવાની શક્યતા છે.

જ્યારે લક્ષ્મીની કહાની સાંભળીને લાગણીશીલ થઇ દીપિકા :-

જેમ આપણે બધા જાણીએ છીએ દિપિકાની ફિલ્મ ‘છપાક’ માં લક્ષ્મી અગ્રવાલની કહાની જોવા મળશે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે એક એટેકને કારણે એક સામાન્ય એવી છોકરીનું જીવન બદલાઈ ગયું છે. કેવી રીતે તે પોતાની હિંમત અને ધીરજને કારણે સામાન્ય એવી વિશેષ બની ગઈ.

ફિલ્મની સ્ક્રિપ્ટ મળ્યા પછી દિપીકા લક્ષ્મીને મળ્યા હતા. તે જાણવા માગતી હતી કે તે ભયંકર અકસ્માત વાળા દિવસે લક્ષ્મી સાથે શું થયું હતું. પરંતુ લક્ષ્મીની વાત સાંભળતા દરમિયાન દિપીકા ઇમોશનલ બની ગઈ. ખરેખર તે દિવસે લક્ષ્મી સાથે તે ઘણું બિહામણું હતું. શું છે લક્ષ્મી અગ્રવાલની કહાની. આવો જાણીએ.

15 વર્ષની ઉંમરમાં થયો હુમલો :-

વાત 2005 ની છે. ફક્ત 15 વર્ષની નાની ઉંમરમાં લક્ષ્મી ઉપર આ એસીડ હુમલો થયો હતો. તે સમયે લક્ષ્મી 7 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને તે દિલ્હીની ખાન માર્કેટમાં એક પુસ્તકની દુકાન ઉપર પાર્ટ ટાઇમ નોકરી કરતી હતી. લક્ષ્મીનો દોષ ફક્ત એટલો જ હતો કે તેણે પોતાનાથી બમણાની ઉંમરના વ્યક્તિનો પ્રેમના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.

એ વાતથી તે ખૂબ જ ગુસ્સે થયો અને તેનો બદલો લેવા માટે લક્ષ્મી ઉપર એસીડ હુમલો કરાવ્યો. એસીડને કારણે લક્ષ્મીનો ચહેરો ખરાબ રીતે બળી ગયો હતો. તેને ત્યાં હાજર કેટલાક લોકો તરત રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ આવ્યા. લક્ષ્મી એ જણાવ્યું કે આ આત્મા કંપાવી દે તેવા ગુનાને પૂરો કરવામાં એક છોકરીએ તેની મદદ કરી હતી.

તેજાબ પડતા જ ઓગળવા લાગી હતી ચામડી :-

લક્ષ્મીએ કહ્યું, ‘તેજાબ પડતા જ મારી ચામડી કોઈ પ્લાસ્ટિકની જેમ ઓગળી રહી હતી. તે સમયે એવું લાગતું હતું કે માનો કે માથા ઉપર કોઈ એ પત્થર મૂકી દીધો હોય. હોસ્પીટલમાં જ્યારે મેં મારા પિતાને ગળે લગાવ્યા હતા, ત્યારે તેમનો શર્ટ અનેક જગ્યાએથી સળગી ગયો.” લક્ષ્મીએ આગળ કહ્યું, “ડૉક્ટરો સભાનતામાં મારી આંખો સીવી રહ્યા હતા. મને સમજાતું ન હતું કે એકાએક મારી સાથે શું થયું થઇ ગયું. હોસ્પિટલમાં મારી ઘણી સર્જરી થઈ.

જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે ઘર માંથી બધા અરીસા કાઢી નાખ્યાં. જેથી હું મારો ચહેરો ન જોઈ શકું. એક દિવસ જ્યારે મેં છાનામાના મારો ચહેરો જોયો તો મને આત્મહત્યા કરવાની ઈચ્છા થઇ. પરંતુ મારા પરિવારે મને ઘણી હિંમત આપી અને ત્યારે મને જીવવાની ઈચ્છા જાગી.

સેલેબ્રિટી બની ગઈ છે લક્ષ્મી :-

એક મુલાકાત દરમિયાન લક્ષ્મીએ કહ્યું, “હું તે લોકોનો સાચા મનથી આભાર માનું છું, જેણે તે સમયે મને સાથ નથી આપ્યો. તે વ્યક્તિ એ મારા ચહેરા ઉપર તજાબ નાખ્યું છે પરંતુ મારી હિંમત ઉપર નહીં. મારો ચહેરો ભલે જ બળી ગયો છે, પણ મારી હિમ્મત અને ધગશ બુલંદ થઈ ગઈ છે “. જાણીલો આજે લક્ષ્મી એક સેલબ્રીટી બની ગઈ છે. તે ઘણી વાર રેમ્પ વૉક પણ કરી ચુકી છે. તેને 2014 માં મિશેલ ઓબામાના હાથે ઇન્ટરનેશનલ વુમન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુકી છે.