શુક્રવારના દિવસે માં લક્ષ્મીને અર્પણ કરો આ 3 વસ્તુ, ધનની આવક ક્યારેય અટકશે નહિ

માં લક્ષ્મી અને ધનનો ઘણો ગાઢ સંબંધ હોય છે. હિંદુ માન્યતાઓ મુજબ જો તમારા જીવનમાં ધન સંબંધિત કોઈપણ સમસ્યા છે તો તેના સમાધાન માટે તમે માં લક્ષ્મી પાસે જઈ શકો છો. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીજીને જે પણ વ્યક્તિ પ્રસન્ન કરે છે તેને ક્યારેય પણ ધનની ખોટ પડતી નથી. માતા રાની તેમના જીવનમાં એવો ભાગ્યોદય કરી દેશે કે તેને પૈસાની આવક અટકવાનું નામ જ નહિ લે.

એજ કારણ છે કે દરેક માં લક્ષ્મીના પૂજા પાઠમાં લાગેલા રહે છે. શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ કહેવાય છે. એવું  માનવામાં આવે  છે કે આ દિવસે માં પોતાના ભક્તોની પ્રાર્થના જલ્દી સાંભળે છે. તેવામાં શુક્રવારે જો તમે થોડી વિશેષ રીતે માતાને પ્રસન્ન કરો છો તો તમને ઘણા બધા લાભ મળે છે.

શુક્રવારના દિવસે થોડી ખાસ વસ્તુ માતાજીને અર્પણ કરવાથી જીવનમાં ધનની આવક ક્યારેય પણ અટકતી નથી. તમારું ભાગ્ય પૈસાની બાબતમાં પ્રબળ બને છે. ધન કમાવવાની નવી તકો પણ મળે છે. તો આવો જાણીએ કે તમે શુક્રવારે માં લક્ષ્મીના ચરણોમાં શું શું ચડાવી શકો છો.

ચાંદી કે સોનાના સિક્કા

શુક્રવારના દિવસે સોનું કે ચાંદી ખરીદવું શુભ હોય છે, તેનાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે. સાથે જ જો તમે આ દિવસે સોના કે ચાંદીના સિક્કા ખરીદી માતા લક્ષ્મીના ચરણોમાં રાખો છો તો તે ઘરમાં બરકત જાળવી રાખવાનું કામ કરે છે.

માતાને સામે આ સિક્કાને રાખી પૂજા કરી તિજોરીમાં રાખવાથી પૈસાની આવક વધવાનું શરુ થઇ જાય છે. સિક્કાને બદલે તમે સોના ચાંદીની બીજી વસ્તુ પણ માતા ના ચરણોમાં રાખી શકો છો. તેનાથી તમને ઘણા લાભ મળશે.

મોરપીંછ

મોરપીંછમાં ગજબની પોઝીટીવ એનર્જી હોય છે. તેને લક્ષ્મીમાં પાસે રાખવાથી પૂજા સ્થળ પોઝેટીવ એનર્જીથી ભરાઈ જાય છે. એક વાત એવી છે કે માતા લક્ષ્મી માત્ર તે જગ્યા કે ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે. તે ઉપરાંત મોરપીંછ ઘણું આકર્ષક પણ હોય છે જે માં લક્ષ્મીનું ધ્યાન ખેંચે છે અને તેની મનોકામના જલ્દી સાંભળે છે.

કળશ

કળશ એક પવિત્ર વસ્તુ છે. તે દેવી દેવતાઓ પાસે રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે. તે ન માત્ર ઘરમાં પોઝેટીવ એનર્જીનું લેવલ વધારે છે પરંતુ નેગેટીવ એનર્જી અને ખરાબ શક્તિઓને દુર પણ કરે છે. એક વાત ધ્યાનમાં રાખશો કે આ કળશમાં તમે તાંબાનો લોટો, પાંચ આંબાના પાંદડા અને એક નારીયેલનો ઉપયોગ જરૂર કરો.

પછી તેમાં એક પૂજાનો દોરો પણ લપેટી શકો છો. સાથે જ નારીયેલ ઉપર સ્વસ્તિકનું નિશાન બનાવવાનું ન ભૂલશો. જો તમે દર શુક્રવાર આ પ્રકારે કળશ સાથે માં લક્ષ્મીની પૂજા કરો છો તો તમને ઢગલાબંધ લાભ મળી શકે છે. તમે ક્યારેય ગરીબી નહિ જુવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.