માં લક્ષ્મીને પ્રિય હોય છે આ 10 આદતો વાળી મહિલાઓ, આવી મહિલાઓ કહેવાય છે ભાગ્યશાળી

માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે, જો તમે જીવનમાં આર્થિક રીતે સમૃદ્ધ રહેવા માગો છો, તો તમારી ઉપર માં લક્ષ્મીના આશીર્વાદ હોવા જરૂરી છે. આમ તો માં લક્ષ્મી માત્ર તે લોકોની જ મનોકામનાઓ પૂરી કરે છે. જેની અંદર કાંઈક વિશેષ ટેવો હોય છે, ખાસ કરીને મહિલાઓને આ ટેવો કે એમ કહીએ કે નિયમનું પાલન જરૂર કરવું જોઈએ. જે મહિલાઓ તેને અપનાવે છે તેની ઉપર માં ની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાયેલી રહે છે.

૧. સવારે અને સાંજે નિયમિત રીતે ઘરની પૂજા પાઠ કરવા વાળી મહિલાઓ માં લક્ષ્મીને ગમે છે. આ મહિલાઓમાં બીજી મહિલાઓની સરખામણીમાં વધુ પોઝેવીટી જોવા મળે છે. નિયમિત પૂજા અર્ચના કરવાથી તે મહિલાઓનું મન બીજાથી વધુ શુદ્ધ હોય છે.

૨. શુક્રવારના દિવસે માં લક્ષ્મીના નામનું વ્રત રાખવા વાળી મહિલાઓ ઉપર માતા રાનીના આશીર્વાદ હંમેશા જળવાયેલા રહે છે. આ મહિલાઓ માત્ર માં માટે પોતાની ભૂખનો ત્યાગ કરે છે. તેનું એ બલીદાન જોઈ માં પ્રસન્ન થાય છે.

3. ઘરની બાળ કન્યાઓને લાડ પ્રેમથી રાખતી મહિલાઓ ઉપર પણ માં લક્ષ્મી ખુશ રહે છે. કહે છે બાળ કન્યાઓ સ્વયં માં લક્ષ્મીનું જ રૂપ હોય છે. તેવામાં જો મહિલાઓ ઘરની નાની બાળકીઓને પ્રેમથી રાખે છે અને તેને બોજ નથી સમજતી તો માં પ્રસન્ન થઇ જાય છે.

૪. શુક્રવારે માં ના નામનો દીવડો પ્રગટાવવાથી પણ માં ને ખુશી મળે છે. એટલા માટે જે મહિલાઓ એવું કરે છે, તેને માં નો મહિમા જોવાની તક પ્રાપ્ત થાય છે, તે તેમની મનોકામના જરૂર પૂરી કરે છે.

૫. જે મહિલાઓ શુક્રવારના દિવસે ઘરમાં ન તો નોનવેજ ખાય આથવા તો બનાવતા નથી, તેને પણ લક્ષ્મીજીના આશીર્વાદ વધુ મળે છે. શુક્રવારનો દિવસે માં લક્ષ્મીનો દિવસ રહે છે, આ દિવસ તમામના ઘરમાં માંસ મચ્છી અને ઈંડાનું સેવન કરવાથી દુર રહેવું જોઈએ. જો તમે તે ખાવ છો તો માં તમારા ઘરમાં નહિ આવે.

૬. શુક્રવારના દિવસે દાન ધર્મ કરવું પણ શુભ માનવામાં આવે છે. એમ કરવાવાળી મહિલાઓ ઉપર માં લક્ષ્મી પોતાની કૃપા વરસાવતી રહે છે, આ દાન ધન, અન્ન, પૈસા કે કપડા સહીત કોઈ પણ વસ્તુનું હોઈ શકે છે.

૭. મોટા વડીલોનું સન્માન કરવા વાળી મહિલાઓ પણ માં લક્ષ્મીને ઘણા ગમે છે. તેનું આચરણ જોઈ માં તેની ઉપર પ્રસન્ન થાય છે કે તેણે સારું સૌભાગ્ય કર્મના રૂપમાં આપે છે.

૮. ઘરના તમામ સભ્યોની સંભાળ રાખવા વાળી અને ઘરની પ્રગતીનો રસ્તો દેખાડવા વાળી મહિલાઓ પણ માં લક્ષ્મીને ગમે છે. એવી જગ્યાએ માં ધનની ખામી નથી થવા દેતી.

૯. કુટુંબને સાથે બાંધીને રાખવા વાળી મહિલાઓ પણ માંને ખુબ ગમે છે, જો કોઈ મહિલા કુટુંબમાં તડા પાડે છે, તો માં તેની ઉપર પોતાની કૃપા નથી વરસાવતી.

૧૦. માં ને શૃંગાર કરવા વાળી અને તેનું ચંદનથી ટીલું લગાવીને પૂજા પાઠ કરવા વાળી મહિલાઓથી પણ લક્ષ્મીજી ખુશ રહે છે.

આમ તો શુ તમારી અંદર આ ટેવો છે? જો નથી તો આજથી જ તેને અપનાવી લો અને માં લક્ષ્મીની અસીમ કૃપાનો લાભ લો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.