જે ખેડૂત પાકને માત્ર નાઈટ્રોજન (યુરીયા), ફોસ્ફરસ અને પોટાશ જ આપે છે. તેને નુકશાન જ ઉઠાવવું પડી શકે છે. એટલા માટે ખેડૂતોએ પાકને સંતુલિત પોષક તત્વ આપવા જોઈએ. ઘણી વખત પાંદડાના રંગ અને છોડ પોતે જણાવે છે કે તેમાં ક્યા પોષક તત્વની કમી છે.
માનવ શરીરની જેમ છોડ કે પાકને પણ પોષક તત્વોની જરૂર રહે છે. જે તેને ઉગવા, વધવા અને પછી ફળ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. વેજ્ઞાનિકોની શોધ મુજબ છોડ માટે ૧૭ પોષક તત્વ જરૂરી હોય છે. આ પોષક તત્વોમાં સૌના પોત પોતાના કાર્યો છે.
મોટાભાગના ખેડૂત ખેતરોમાં ડીએસપી, એનપીકે, યુરીયા, પોટાશ વગેરે નાખે છે. થોડા જાગૃત ખેડૂત જીંક અને બીજા માઈક્રોન્યુટેટ (શુક્ષ્મ પોષક તત્વો) નો ઉપયોગ કરે છે. તેમાંથી ઘણા પોષક તત્વ છાણનું ખાતર, ભીનું ખાતર કે પછી કેંચુંઆ ખાતરમાં હોય છે. જો કે અમુક તો અલગથી નાખવા પડે છે. જે ખેડૂત માત્ર નાઈટ્રોજન (યુરીયા), ફોસ્ફરસ અને પોટાશ જ આપે છે તેને નુકશાન ઉઠાવવું પડી શકે છે. એટલા માટે ખેડૂતે સંતુલિત પોષક તત્વ આપવું જોઈએ. ઘણી વખત પાંદડાનો રંગ અને છોડ પોતે જણાવે છે કે તેમાં ક્યા પોષક તત્વની કમી(ઉણપ) છે.
રાજસ્થાનમાં ઉદયપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. દીપક જૈન કહે છે, કે ખેડૂત જો પાંદડાના રંગ ઉપર નજર રાખે તો તે સરળતાથી સમજી શકે છે, કે તેમાં ક્યા પોષક તત્વની કમી છે, કે પછી એને કયો રોગ થયો છે. મકાઈનું ઉદાહરણ આપતા તે એક ચાર્ટ ઉપર ૮ પાંદડાનો રંગ દેખાડતા જણાવવામાં આવે છે, કે જો પાંદડાનો રંગ લાલ અને ભૂખરો થઇ રહ્યો છે તો તેનો અર્થ ફોસ્ફરસની કમી છે. પાંદડા કિનારી માંથી પીળા પડી રહ્યા છે તેનો અર્થ છે કે પોટાશની કમી છે. અને જો વચ્ચેથી પીળા પડી ગયા છે તો પાંદડામાં નાઈટ્રોજનની કમી છે. જો તે ધારિયા જેવા જોવા મળે તો મેગ્નેશિયમની કમીના લક્ષણ છે.
પોતાની વાતને સરળ કરતા ડો. જૈન કહે છે,હકીકતમાં આ પાંદડાના પીળા પડવાનું છે કારણ રોગ અને પોષક તત્વની કમીના લક્ષણ. તે થોડા નવા તો થોડા જુના પાંદડાઓમાં જોવા મળી શકે છે. જેમ સિંચાઈની જરૂર પડવા ઉપર પાંદડા સંકોચાઈ જવા લાગે છે, તો ઝુલસા રોગ લાગવા કે પછી કોઈ જંતુનાશક કે ફૂગનાશકના વધુ હોવાથી પણ તેમાં ધાબ્બાદાર પીળાશ આવવા લાગે છે.
ઉદયપુરના કૃષિ વેજ્ઞાનિક ડો. સુરેશ જૈન ખેડૂતોને સલાહ આપે છે, કે સંપૂર્ણ જાણકારી વગર ખેડૂતે ક્યારે પણ જંતુનાશક દવા મળે એની દુકાને જવું ન જોઈએ. તે કહે છે કે ખેડૂત જયારે કોઈ દવાની દુકાન ઉપર જઈને કહે છે, કે તેનો પાક સારો નથી તો દુકાનદાર કોઈ ને કોઈ જંતુનાશક, કે માઈક્રોન્યુટેટ આપી દે છે. એટલે તે કાંઈ ને કાંઈ પૈસા ખર્ચ કરાવી દે છે. પરંતુ તેનાથી પાકને ફાયદો થાય એ જરૂરી નથી. એટલા માટે પહેલા પાકમાં શું ખામી છે તે સમજવું જોઈએ, કે કોઈ જાણકારને મળીને વાત કરવી જોઈએ. દેશના દરેક જીલ્લા અને બ્લોકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ હોય છે, જ્યાં ખેડૂત પોતાની સમસ્યા વિષે પૂછી શકે છે. સરકારે ખેડૂતો માટે ઘણા હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યા છે. ડીજીટલ યુગમાં ઘણી એપ અને ખેડૂત સંચાર જેવા માધ્યમો દ્વારા પણ ખેડૂત કૃષિ વેજ્ઞાનિક અને જાણકારો પાસેથી સલાહ લઇ શકો છો.
કેટલા પ્રકારના હોય છે પોષક તત્વ :
કોઈપણ ફળદ્રુપ જમીન કે પાક માટે સૌથી જરૂરી હોય છે કાર્બન તત્વ. તે ઉપરાંત નાઈટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, લોહ તત્વ, જસ્તા, મેગ્નીજ, બોરાન, મોલીબ્ડેનમ, ક્લોરીન અને નીકલની પણ છોડને જરૂર હોય છે. જાણો ક્યા પોષક તત્વનું શું કાર્ય હોય છે.
નાઈટ્રોજન :
નાઈટ્રોજન કે નત્રજન માંથી પ્રોટીન બને છે જે જીવ દ્રવ્યનું અભિન્ન અંગ છે. તે પાંદડાને લીલો રંગ આપવા અને તેના વિકાસમાં મદદરૂપ થાય છે. તે અનાજ અને ચારા વાળા પાકમાં પ્રોટીનના પ્રમાણને વધારે છે. તે દાણા બનાવવામાં પણ મદદ કરે છે. નાઈટ્રોજનની કમીથી છોડ આછા પીળા રંગના દેખાવા લાગે છે, અને નીચેના પાંદડા ખરવા લાગે છે. જેને ક્લોરોસીસ પણ કહે છે. બીજા લક્ષણ છે છોડના વિકાસનું રોકાવું, અંકુર ઓછા બનવા, ફૂલો ઓછા આવવા. ફળ વાળા વૃક્ષોનું ખરવું, છોડના મૂળ દેખાવા, પાકનું જલ્દી પાકી જવું.
ફોસ્ફરસ ન્યુક્લિક અલ્મ :
ફાસ્ફોલીપીડસ અને ફાઈટીનના નિર્માણમાં મદદરૂપ છે. તે પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ છે. તે કોષની જીલ્લી, ક્લોરોપ્લાસ્ટ અને માઈટોકાન્દ્રિયાનું મુખ્ય અવયવ છે. ફોસ્ફોરસ મળવાથી છોડમાં બીજ સ્વસ્થ પેદા થાય છે અને બીજોનો ભાર વધવો, છોડમાં રોગ અને જંતુરોધકતા વધે છે. ફોસ્ફરસના ઉપયોગથી થડ ઝડપથી વિકસિત અને મજબુત થાય છે. છોડોમાં ઉભા રહેવાની ક્ષમતા વધે છે. એનાથી ફળ જલ્દી આવે છે, ફળ જલ્દી બને છે અને દાણા જલ્દી પાકે છે. તે નાઈટ્રોજનના ઉપયોગમાં મદદરૂપ છે અને ફળદાર છોડોમાં તેની હાજરીથી થડની ગ્રંથીઓનો વિકાસ સારો થાય છે.
ફોસ્ફોરસની કમીના લક્ષણ :
ફોસ્ફોરસ ઓછો થવાથી છોડ નાના રહી જાય છે, પાંદડાનો રંગ હળવો જાંબલી કે ભૂખરા જેવો થઇ જાય છે. ફોસ્ફોરસ ગતિશીલ હોવાથી પહેલા આ લક્ષણ જૂના (નીચલા) પાંદડા ઉપર દેખાય છે. ડાળ વાળા પાકમાં પાંદડા વાદળી-લીલા રંગના થઇ જાય છે. છોડના થડની વુર્દ્ધી અને વિકાસ ઘણો ઓછો હોય છે. ક્યારે ક્યારે થડ સુકાઈ પણ જાય છે. વધુ કમીમાં થડ ઘાટા પીળા પડવા, ફળ અને બીજનું નિર્માણ યોગ્ય ન થવું વગેરે છે. તેની કમીથી બટેટાના પાંદડા ગ્લાસના આકારના થાય છે, ડાળીઓ પાકના પાંદડા વાદળી રંગના અને પહોળા પાંદડા વાળા છોડમાં પાંદડાનો આકાર નાનો રહી જાય છે.
પોટેશિયમ :
પોટેશિયમ મૂળને મજબુત બનાવે છે અને સુકાવાથી બચાવે છે. પાકમાં જંતુ અને રોગ પ્રતિરોધકતા વધારે છે. છોડને પડવાથી બચાવે છે. સ્ટાર્ચ અને સાકરના સંચારણમાં મદદ કરે છે. છોડમાં પ્રોટીનના નિર્માણમાં મદદરૂપ છે. અનાજના દાણામાં ચમક ઉભી કરે છે. પાકની ગુણવત્તામાં વધારો કરે છે. બટેટા અને બીજી શાકભાજીમાં સ્વાદમાં વધારો કરે છે. શાકભાજીના પાકની ગુણવત્તાને સુધારે છે. જમીનમાં નાઈટ્રોજનના દુષ્પ્રભાવને દુર કરે છે.
પોટેશિયમ કમીના લક્ષણ :
પોટેશિયમની કમીથી પાંદડા ભૂરા અને ધબ્બાદાર થઇ જાય છે, અને સમય પહેલા ખરવા લાગે છે. પાંદડાઓની કિનારી અને છેડા કરમાઈ જતા જોવા મળે છે. એની કમીથી મકાઈના ભુટ્ટા નાના, આગળથી તિક્ષ્ણ અને કિનારી ઉપર દાણા ઓછા પડે છે. બટેટામાં કંદ નાના અને જડનો વિકાસ ઓછો થઇ જાય છે, છોડમાં પ્રકાશ સંશેલ્ષણની ક્રિયા ઓછી અને શ્વસનની ક્રિયા વધુ થાય છે.
કેલ્શિયમ :
કેલ્શિયમ ડાળીઓ વાળા પાકમાં પ્રોટીન નિર્માણ માટે ઘણું જરૂરી છે. આ તત્વ તમાકુ, બટેટા અને મગફળી માટે વધુ ફાયદાકારક છે. તે છોડમાં કાર્બોહાઈડ્રેટના સંચાલનમાં મદદરૂપ છે. કેલ્શિયમની કમીના લક્ષણમાં નવા પાંદડાની કિનારી અને મોઢા સંકોચાઈ જવા, આગળની કળીઓ સુકાઈ જવી, મૂળનો વિકાસ ઓછો અને મૂળ ઉપર ગ્રંથીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થવો. ફળ અને કળીઓનું વિકાસ પહેલા કરમાઈ જવું વગેરે છે.
મેગ્નેશિયમ :
મેગ્નેશિયમ, ક્રોમોસોમ, પોલીરાઈબોસોમ અને ક્લોરોફિલનું અનિવાર્ય અંગ છે. તે છોડની અંદર કાર્બોહાઈડ્રેટના સંચાલનમાં મદદરૂપ છે. છોડમાં પ્રોટીન, વિટામીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીના નિર્માણમાં તે મદદરૂપ છે. ચારા માટેના પાક માટે તે મહત્વનું છે. મેગ્નેશિયમની કમી થવાથી પાંદડા આકારમાં નાના અને ઉપરની તરફ વળેલા એવા જોવા મળે છે. ડાળીઓ વાળા પાકમાં પાંદડાની મુખ્ય નસોની વચ્ચેની જગ્યાનું પીળું પડવું વગેરે શામેલ છે.
સલ્ફર :
સલ્ફર એટલે ગંધક અમીનો અમ્લ. તે પ્રોટીન (સીસટીન અને મેથીઓનીન), ચરબી, તેલ અને વિટામિન્સના નિર્માણમાં મદદરૂપ છે. વિટામિન્સ (થાઈમીન અને બાયોટીન), ગ્લુટેથીયાન અને એન્જાઈમ 3a22 ના નિર્માણમાં પણ મદદરૂપ છે. તલના પાકમાં તલની ટકાવારીનું પ્રમાણ વધારે છે. તે સરસીયા, ડુંગળી અને લસણના પાક માટે જરૂરી છે. તેનાથી તમાકુની ઉપજ ૧૫ થી ૩૦ ટકા સુધી વધે છે. સલ્ફરની કમી થવાથી નવા પાંદડાનું પીળા પડવું અને પાછળથી સફેદ થઇ જવા, થડ નાના અને પીળા પડી જવા જેવી સમસ્યા થાય છે. મકાઈ, કપાસ, તુરીયા, ટમેટાના થડ લાલ થઇ જાય છે. બેસીકા જાતી (સરસવ) ના પાંદડાઓને પ્યાલેનુમા થઇ જવું જેવી સમસ્યા થાય છે.
લોહ (આયરન) :
આયરન સાઈટોક્રોમ્સ, ફેરીડોક્સીન અને હિમોગ્લોબીનનું મુખ્ય અવયવ છે. તે ક્લોર્રોફિલ અને પ્રોટીન નિર્માણમાં મદદરૂપ છે. આ તત્વ છોડની કોશિકાઓમાં જુદા જુદા ઓક્સીકરણ-અવકરણ ક્રિયાઓમાં ઉત્પ્રેરકનું કાર્ય કરે છે. તે પાકની શ્વસન ક્રિયામાં ઓક્સીજનનું વાહક છે. લોહની કમીના લક્ષણ પાંદડાની કિનારી અને નસોનું વધુ સમય સુધી લીલા બની રહેવા. નવી કળીઓનું મૃત્યુ થઇ જવું અને થડનું નાનું રહી જવું એના લક્ષણ છે. ધાન્યમાં એની કમીથી ક્લોરોફિલ રહિત છોડ થવો, છોડની વૃદ્ધી અટકવી વગેરે સમસ્યા થાય છે.
જસત (ઝિંક) :
જસત (ઝિંક) કાર્ય કૈરોટીન અને પ્રોટીન સંશ્લેષણમાં મદદરૂપ છે. તે હાર્મોન્સના જૈવિક સંશ્લેષણમાં મદદરૂપ છે. તે ઇંજાઈમ (જેવા કે સીસ્ટીન, લેસીથીનેજ, ઈનોલેજ, હાઈસલ્ફાઈડેઝ વગેરે) ની ક્રિયાશીલતા વધારવામાં મદદરૂપ છે. તે ક્લોરોફિલ નિર્માણમાં ઉત્પેરકનું કાર્ય કરે છે. જસતની કમી થવાથી પાંદડાનો આકાર નાનો, વળેલી નસોમાં નીક્રોસીસ અને નસો વચ્ચે પીળી ધારીઓ જોવા મળે છે. ઘઉંમાં ઉપરના ૩-૪ પાંદડાનું પીળું પડવું. ફળોનો આકાર નાનો રહેવો અને બીજની ઉપજમાં ઘટાડો થવો એની કમીની અસર છે. મકાઈ અને જુવારના છોડમાં એકદમ ઉપરના પાંદડા સફેદ થઇ જાય છે. ધાન્યમાં ઝિંકની કમીથી ખેરા રોગ થઇ જાય છે. તેમાં લાલ, ભૂરા રંગના ધબ્બા દેખાય છે.
તાંબુ (કોપર) :
આ ઈંડોલ એસીટીક અમ્લ બુદ્ધીકર્ક હાર્મોનના સંશ્લેષણમાં મદદરૂપ છે. તે ઓક્સીકરણ-અવકરણ ક્રિયાને નિયમિતતા પૂરી પાડે છે. અનેક એન્જાઈમોની કાર્યશીલતા વધારે છે. ક્વક રોગોને નિયંત્રણમાં મદદરૂપ થાય છે. તાંબાની ખામીથી ફળોની અંદર રાસનું નિર્માણ ઓછું થાય છે. લીંબુ જાતીના ફળોમાં લાલ ભૂરા ધબ્બા અનિયમિત આકારના જોવા મળે છે. વધુ કમીને કારણે અનાજ અને દાળ વાળા પાકમાં રીકલેનેશન નામની બીમારી થઇ જાય છે.
બોરાન :
તે છોડમાં શર્કરાના સંચાલનમાં મદદરૂપ છે. પરાગ રજ અને પ્રજનન ક્રિયાઓમાં મદદરૂપ છે. ડાળીઓ વાળા પાકમાં મૂળ ગ્રંથીઓના વિકાસમાં તે મદદરૂપ છે. તે છોડમાં કેલ્શિયમ અને પોટેશિયમના પ્રમાણને નિયંત્રિત કરે છે. તે ડીએનએ, એટીપી પેક્ટીન અને પ્રોટીનના સંશ્લેષણમાં મદદરૂપ છે.
મેંગેનીઝ :
મેંગેનીઝ ક્લોરોફિલ, કાર્બોહાઈડ્રેટ અને મેંગેનીઝ નાઈટ્રેટના સ્વાગીકરણમાં મદદરૂપ થાય છે. છોડમાં ઓક્સીકરણ-અવકરણ ક્રિયાઓમાં ઉત્પ્રેરકનું કાર્ય કરે છે. પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ છે. મેંગેનીઝની કમીના લક્ષણ છોડના પાંદડા ઉપર મૃત ઉત્તકોના ધબ્બા જોવા મળે છે. અનાજના પાકમાં પાંદડા ભૂરા રંગના અને પારદર્શી થાય છે, અને પાછળથી તેમાં ઉતક ગલન રોગ પેદા થાય છે. ઓટ્સમાં ભૂરી ચિત્તિ રોગ, શેરડીમાં અગમારી રોગ અને વટાણામાં પેક ચીત્તિ રોગ ઉત્પન થાય છે.
ક્લોરીન :
આ પર્ણહરીમના નિર્માણમાં મદદરૂપ છે. તે છોડમાં રસાકર્શણ દબાણને વધારે છે. છોડના પાંદડામાં પાણી રોકવાની ક્ષમતાને વધારે છે. ક્લોરીનની કમીથી ગમલોમાં ક્લોરીનની કમીથી પાંદડામાં વિલ્ટના લક્ષણ જોવા મળે છે. થોડા છોડના પાંદડામાં બ્રોન્જિંગ અને નેક્રોસીસ જોવા મળે છે. કોબીજના પાંદડા વળી જાય છે અને બરસીમના પાંદડાઓ જાડા અને નાના જોવા મળે છે.
મોલીબ્ડેનમ :
તે છોડમાં એન્જાઈમ નાઈટ્રેટ રીડકટેજ અને નાઈટ્રોજીનેજનો મુખ્ય ભાગ છે. એ ડાળીઓ વાળા પાકમાં નાઈટ્રોજન સ્થિરીકરણ, નાઈટ્રેટ એસીમિલેશન અને કાર્બોહાઈડ્રેટ મેટાબોલીઝમ ક્રિયાઓમાં મદદરૂપ છે. છોડમાં વિટામીન સી અને સાકરના સંશ્લેષણમાં તે મદદરૂપ છે. મોલીબ્ડેનમની કમીથી સરસવ જાતીના છોડ અને ડાળીઓ વાળા પાકમાં પાંદડાનો રંગ પીળો-લીલો કે લીલો થઇ જાય છે, અને તેની ઉપર નારંગી રંગના ચિતરામણ જોવા મળે છે. ટમેટાની નીચેના પાંદડાની કિનારી વળી જાય છે અને પાછળથી મોલ્ટીગ અને નેક્રોસીસ આકાર બની જાય છે. તેની કમીથી ફુલાવરમાં વ્હીપટેલ અને મૂળામાં પ્યાલા જેવા આકાર બની જાય છે. લીંબુ જાતીમાં છોડમાં મોલીબ્ડેનમની કમીથી પાંદડાઓમાં પીળા ધબ્બાનો રોગ લાગે છે.