જાણો બ્રેસ્ટ કેન્સરના વિષયમાં, જે રીતે વર્તમાન સમયમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે તેથી જાણવું તો જરૂરી બને છે.

માનવ શરીર અવયવ અને ઉત્તકો કોશિકાઓ (સેલ) થી બનેલ હોય છે, કેન્સર આ કોશિકાઓનો એક રોગ છે. બ્રેસ્ટ કેન્સર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલ ખતરનાક બીમાંરીમાંની એક છે. બ્રેસ્ટ કેન્સરના મોટા ભાગના દર્દી મહિલાઓ હોય છે. પુરુષને પણ સ્તન કેસર થઇ શકે છે, પણ તેની શક્યતા ઘણી ઓછી રહે છે.

બ્રેસ્ટ ચરબી (Fat) સહાયક ઉત્તકો (Suporting Muscles) અને લસીકાઓ વાળા ઉત્તકો (LymphaticTissues) ના બનેલા હોય છે, જેમાં લોબ (Lobe) હોય છે. સ્તન કેન્સર ત્યારે થાય છે જયારે સ્તન વહીકાઓ અને લોબની કોશિકાઓમાં કેન્સર થઇ જાય છે.

બ્રેસ્ટ કેન્સરના લક્ષણો :

સ્તનો વિષે જાણી લેવાની સરળ રીત છે T L C એટલે,

T – TOUCH Your Breasts (પોતાના સ્તનને અડો) શું તમને કંઇ અસામાન્ય લાગે છે? શું તમારા સ્તનમાં, છાતીના ઉપરના ભાગમાં, કે બગલમાં કોઈ ગાંઠ (Lump) નો અનુભવ થાય છે? શું તમારા સ્તનોની ઉપર કોઈ પડનો અનુભવ થાય છે જે દુર થતું નથી? શું સ્તનોમાં સામાન્ય એવો દુ:ખાવો છે.

L – LOOK for changes (કોઈ ફેરફાર તો નથી લાગતો) શું સ્તનનો આકાર કે બનાવટ (shape or texture) માં કોઈ ફેરફાર છે? શું સ્તનનો આકાર કે સાઈઝમાં કોઈ ફેરફાર છે? (કોઈ એક સ્તન બીજા સ્તનના પ્રમાણમાં નાનું કે મોટું છે?) સ્તનોની ત્વચાની બનાવટમાં કોઈ ફેરફાર જેવુ કે ફાટેલ ફાટેલ કોઈ ગઠા જેવું પડી જવું?

રંગમાં ફેરફાર જેવા કે નિપ્પલની આજુ બાજુ સુકો લાલ રંગ થઇ જવો? શું નિપ્પલની દિશા યોગ્ય છે, ક્યાંક તે અંદરની તરફ તો નથી નમી ગઈ? કોઈપણ નિપ્પલમાંથી તૈલી પદાર્થનું નીકળવું? નિપ્પલની આજુ બાજુ કોઈ પદાર્થનું રહેવું કે પોપડીનું જામવું?

C – CHECK any nusual findings with your doctor (કંઈક અસામાન્ય જેવો અનુભવ થાય તો તરત ડોક્ટરની સલાહ લો) શું તમને કંઈક અસામાન્ય જેવો અનુભવ થઇ રહેલ છે? જો આવું છે તો તરત જ ડોક્ટરની સલાહ લો. સમય સમયે પોતાન સ્તનની તપાસ જાતે કરતા રહો.

આમ કરવાથી તમે તેમાં સામાન્ય રીતે થતા ફેરફાર અને અસામાન્ય ફેરફાર વિષે જાણી શકશો. હંમેશા માસિક ધર્મ સમયે સ્તનોમાં ઘોડો ફેરફાર જરૂર આવે છે. લક્ષણોના વધવાની રાહ ન જુવો, નિયમિત રીતે જ સ્તનની તપાસ કરાવો. તે સર્વસામાન્ય છે કે અટકાવવું ઈલાજ કરતા ઉત્તમ છે.

આ માહિતી શેર કરી બીજાને પણ જાગૃત કરો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.