આપણા લલાટની રેખાઓથી જાણો, આપણા ભવિષ્ય વિષે

તમને જણાવી આપીએ કે કેવી રીતે હસ્તરેખા ભવિષ્યવાણી દ્વારા વ્યક્તિની હથેળીઓ ઉપર બનેલી રેખાઓના માધ્યમથી તેમના આવનારા સમય વિષે જાણકારી મેળવી શકાય છે, બસ એવી જ રીતે સામુદ્રીક શાસ્ત્ર નિષ્ણાંત પણ ભવિષ્યવાણી કરતા હતા. તેમનું એવું માનવું હતું કે તે થોડા ગ્રહો સાથે જોડાયેલા છે.

વ્યક્તિના માથાની રેખાઓ દ્વારા વ્યક્તિની ઉંમરનું અનુમાન લગાવી શકાય છે, વ્યક્તિના માથાનો આકાર, રંગ વગેરેથી પણ તેના વિષે જાણી શકાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી માથાની રેખાઓથી કેવી રીતે તમે ભવિષ્ય વિશે જાણી શકો છો? તેના વિષયમાં જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

પોતાના હાથની રેખાઓ જોઈને તો તમે ઘણી વખત તમારા નસીબને જાણવા સમજવાનો પ્રયાસ કર્યો હશે પણ શું ક્યારેય તમે માથાની રેખાઓ ઉપર ધ્યાન આપ્યું છે? જેવી રીતે હાથની બનાવટ અને તેની રેખાઓ વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને નસીબ વિષે જણાવે છે. તેવી જ રીતે વ્યક્તિના માથા તેની ઉપર તે ઉભરતી રેખાઓ પણ માણસ વિષે ઘણું બધું જણાવે છે.

જ્યોતિષ અને શાસ્ત્રોમાં માથાની બનાવટ અને તેની ઉપર પડતી રેખાઓથી વ્યક્તિના ભવિષ્ય વિષે ઘણી બધી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આવો જાણીએ શું કહે છે માથાની રેખાઓ.

આવો જાણીએ તેના વિષે :

શની રેખા :

આ રેખા માથાના ઉપરના ભાગમાં આવેલી હોય છે. તે રેખા એટલી લાંબી નથી હોતી તે માત્ર માથાના કેન્દ્ર ઉપર જોવા મળે છે. જો આ રેખા સ્પષ્ટ રીતે દેખાય છે. તો વ્યક્તિની પ્રકૃતિ ગંભીર હોય છે. જો માથા ઉપર બનેલી શની રેખા માથામાં ઉપરના ભાગ તરફ છે. તો વ્યક્તિ રહસ્યમય ગંભીર અને થોડા અહંકારી હોઈ શકે છે. ઘણા ઓછા વ્યક્તિઓના માથા ઉપર સ્પષ્ટ શની રેખા સાથે હોય છે.

બ્રૂહસ્પતી રેખા :

બ્રૂહસ્પતી રેખા માથા ઉપર શની રેખાની નીચે આવેલી હોય છે. જોવામાં આવે તો તે શની રેખાથી થોડી મોટી હોય છે તે રેખા અધ્યયન વિચાર આધ્યાત્મિકતા અને વ્યક્તિના બીજા હિતોને દર્શાવે છે. જો આ રેખા કોઈ વ્યક્તિના માથા ઉપર સ્પષ્ટ જોવા મળે છે. તો તે આત્મવિશ્વાસ અને તેના કર્મો માટે ઘણા ચોક્કસ હોય છે. આ પ્રકારના વ્યક્તિ સામાન્ય રીતે સરકારી સંગઠનો કે શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત હોય છે.

મંગલ રેખા :

માથા ઉપર બીજી બ્રૂહસ્પતી રેખાથી નીચે તમે મંગલ રેખાને જોઈ શકો છો, તે તમને કોઈપણ વ્યક્તિના માથા ઉપર સ્પષ્ટ મંગલ રેખા જોવા મળે છે. તો તે પ્રકારના વ્યક્તિ ઉચ્ચ કવરેજ અને ગર્વિષ્ઠ, દૂરદર્શી, વીર, સમજદાર અને રચનાત્મક પ્રકારના હોય છે. આ પ્રકારના લોકો પ્રશાસનીય સેવા પોલીસ અધિકારી કે રાજદૂતમાં કાર્યરત હોય છે પરંતુ જો તમારા માથા ઉપર નાની એવી મંગલ રેખા જોવા મળે છે. તો એવા લોકો જલ્દી નારાજ થવા વાળા હોય છે અને તે કાંઈ પણ કરી દે છે.

બુદ્ધ રેખા :

આ રેખા મોટાભાગે માથાના કેન્દ્રમાં આવેલી હોય છે અને આ રેખા ઘણી લાંબી પણ હોય છે, ક્યારે ક્યારે આ રેખા કાનના છેડાને પણ સ્પર્શી જાય છે. જો તમે આ પ્રકારની રેખા કોઈ વ્યક્તિના માથા ઉપર દેખાય છે. તો એવા વ્યક્તિ સારી યાદશક્તિ વાળા હોય છે અને તે વ્યક્તિને કલાત્મક કાર્યમાં વધુ રસ રહે છે.

શુક્ર રેખા :

શુક્ર રેખા બુદ્ધ અને માથાના કેન્દ્રીય ભાગ ઉપર આવેલી હોય છે. આ રેખા સામાન્યરીતે નાની હોય છે અને તે આરોગ્ય યાત્રા પવૃત્તિ અનુસંધાન રૂચી અને વ્યક્તિની આકર્ષકતાને દર્શાવે છે. જો આ પ્રકારની રેખા કોઈ વ્યક્તિના માથા ઉપર સ્પષ્ટ દેખાય છે. તો તે આશા અને ઉત્સાહથી ભરેલા હોય છે. આ પ્રકારના વ્યક્તિ ઉચ્ચ જીવનશૈલી સોંદર્ય પ્રેમી અને ગંભીર પ્રકારના હોય છે.

સૂર્ય રેખા :

સૂર્ય રેખા જમણી આંખ ઉપર હોય છે અને આ રેખા વધુ લાંબી નથી હોતી. આ રેખા ઉપરની આંખ સુધી મર્યાદિત રહે છે. આ રેખા પ્રતિભા મૌલીકતા સફળતા અને પ્રસિદ્ધીને દર્શાવે છે. જો આ પ્રકારની રેખા કોઈ વ્યક્તિના માથા ઉપર હોય છે. તો એવા વ્યક્તિ અદ્દભુત દ્રષ્ટિ વાળા હોય છે અને એવા વ્યક્તિ અનુશાસનમાં રહેવાનું વધુ પસંદ કરે છે.

ચન્દ્રમા રેખા :

ચન્દ્રમા રેખા ડાબી તરફ વળેલી હોય છે, જો આ રેખાથી સરળ સીધી અને સ્પષ્ટ રેખા હોય છે. તો તેનાથી વ્યક્તિ મહાન કલ્પના સાથે કલાત્મક એકલા હોવા જોઈએ. આ વ્યક્તિને પેન્ટિંગ ગાયન અને સંગીતમાં વધુ રસ રહે છે, ક્યારે ક્યારે એવા વ્યક્તિ આધ્યાત્મિક નેતા અને દૂરદર્શી પણ જોવા મળે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.