અમિતાભ હતા ‘ઇંકબાલ શ્રીવાસ્તવ’ તો અક્ષય હતા ‘રાજીવ હરિઓમ ભાટિયા’ જાણો આ 17 સ્ટાર્સના અસલી નામ.

બોલીવુડના પ્રસિદ્ધ આ કલાકારોએ ફિલ્મોમાં આવ્યા પછી તેમણે નામ બદલી લીધા હતા

કોઈ મહાન માણસે કહ્યું છે ‘નામ’ માં શું રાખ્યું છે? હવે એ વાત અલગ છે કે તે મહાન માણસે આ કહેવત લખ્યા પછી નીચે પોતાનું નામ લખ્યું હતું. એટલા માટે નામ પણ એક મહત્વની ભૂમિકા જરૂર ભજવે છે. જો તે નાનું અને સાંભળવામાં સરળ છે, તો લોકો તેને પણ યાદ રાખી લે છે. તે કારણ છે કે બોલીવુડના પ્રસિદ્ધ કલાકારોએ ફિલ્મોમાં આવ્યા પછી તેમણે નામ બદલી લીધા હતા. આજે આપણે તે કલાકારોના સાચા નામ જાણીશું.

કેટરીના કૈફ

કેટરીના કૈફનું સાચું નામ Katrina Turquotte હતું પરંતુ ફિલ્મમાં આવતા પહેલા તેમણે પોતાના કાશ્મીરી પિતાની સરનેમ ‘કૈફ’ લગાવી દીધી. તેનું કારણ એ હતું કે આ નામ બોલવામાં સરળતા રહે છે.

પ્રીતિ ઝીંટા

પ્રીતિનું બાળપણનું પૂરું નામ પ્રીતમ સિંહ ઝીંટા હતું, પરંતુ પાછળથી નામ નાનું કરતા તેણે પ્રીતિ કરી લીધું.

સલમાન ખાન

બોલીવુડ સુપરસ્ટાર સલમાનનું પૂરું નામ અબ્દુલ રશીદ સલીમ ખાન છે, નામની લંબાઈ જોતા ભાઈએ તેને માત્ર સલમાન ખાન કરી દીધું.

અક્ષય કુમાર

‘રાજીવ હરીઓમ ભાટિયા’ આ નામ તમને સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પરંતુ આ અક્ષયનું મૂળ નામ છે. પાછળથી અક્ષયે પોતાની પર્સનાલીટી મુજબ નામ બદલી લીધું.

રણવીર સિંહ

તેનું પૂરું નામ રણવીર સિંહ ભવાની છે, પરંતુ ફિલ્મમાં ડેબ્યુ પહેલા રણવીરે તે નામ માંથી ભવાની દુર કરી દીધું.

સૈફ અલી ખાન

તમને જાણીને નવી લાગશે કે સૈફનું સાચું નામ સાજીદ અલી ખાન છે, પરંતુ પાછળથી તેણે સાજીદને રીપ્લેસ કરી સૈફ કરી લીધું.

મલ્લિકા શેરાવત

મલ્લિકાનું સાચું નામ રીમા લાંબા છે, જે તેણે બોલીવુડમાં આવ્યા પછી બદલી દીધું હતું.

શિલ્પા શેટ્ટી

શિલ્પાનું રીયલ નામ અશ્વિની શેટ્ટી છે. પાછળથી જ્યોતિષની સલાહ માનીને સારા ભાગ્ય માટે તેણે નામ બદલીને શિલ્પા કરી દીધું.

અમિતાભ બચ્ચન :-

બીગબીનું રીયલ નામ ‘ઈંકલાબ શ્રીવાસ્તવ છે. ખાસ કરીને અમિતજીના પિતા હરિવંશ રાય ‘બચ્ચન’ પોતાના લેખમાં લગાવતા હતા. એટલા માટે પાછળથી અમિતાભે પણ બચ્ચન લગાવી તેને સ્ટાર કરી દીધું હતું.

જોન અબ્રાહમ

જોનનું બાળપણનું નામ ફરહાન હતું, જે પાછળથી તેણે બદલી લીધું.

દિલીપ કુમાર

તેનું સાચું નામ મુહમ્મદ યુસુફ ખાન હતું. જે પાછળથી દિલીપ કુમાર થઇ ગયું.

અજય દેવગન

તેનું રીયલ નામ વિશાલ દેવગન હતું, જે પાછળથી અજય થયું.

સની દેઓલ

તેનું બાળપણનું નામ અજય સિંહ દેઓલ હતું. જે ફિલ્મોમાં આવ્યા પછી સની દેઓલ બની ગયું.

રેખા

તમને જાણીને નવાઈ લાગશે કે રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. શરુઆતની ફિલ્મોમાં તેનું તે નામ હતું પરંતુ પાછળથી શોર્ટ ફોર્મ રેખા થઇ ગયું.

સની લિયોન

આકર્ષક સનીનું જન્મનું નામ કરનજીટ કૌર વોહરા છે, જે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાથી સની લિયોન બની ગયું.

મિથુન ચક્રવર્તી

બોલીવુડના ડિસ્કો ડાંસર ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ગૌરાંગો ચક્રવર્તી તરીકે ઓળખવામાં આવતા હતા.

રજનીકાંત

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનું જન્મનું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.