ચૈત્ર નવરાત્રી 2020 : જાણો ક્યારથી શરૂ થાય છે ચૈત્ર નવરાત્રી અને શું છે તેનું મહત્વ, જાણો પૂજાની રીત.

જાણો ચૈત્ર નવરાત્રી ક્યારે શરુ થશે અને ચૈત્ર નવરાત્રીનું મહત્વ શું છે તેમજ પૂજા કરવાની વિધિ કઈ છે

નવરાત્રીના દિવસે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, આ વખતે ચૈત્ર નવરાત્રી 25 માર્ચ, 2020 થી શરૂ થવા જઈ રહી છે, જેમાં જો તમે મા શક્તિની ઉપાસના કરો છો, તો તેનાથી તમને અનેક પ્રકારના લાભ મળે છે. આ સંસારમાં માતાની પૂજા સરળ પૂજા માનવામાં આવી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ચૈત્ર નવરાત્રી અનેક શુભ યોગમાં આવી રહી છે, જેમાં જો માતાની પૂજા કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી રહેવાની છે.

ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રીના મહત્વ વિશે

માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે મા દુર્ગાનો જન્મ થયો હતો અને માતા દુર્ગાની વિનંતીથી ભગવાન બ્રહ્માજીએ આ સૃષ્ટિના નિર્માણની શરૂઆત કરી હતી, તમને જણાવી દઈએ કે ચૈત્ર સુદ પ્રતિપ્રદાથી હિન્દુઓના નવા વર્ષની શરુઆત થાય છે.

ચૈત્ર નવરાત્રી શુભ સંયોગમાં ઉજવવામાં આવશે

આ ચૈત્ર નવરાત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે 4 સર્વાર્થ સિધ્ધિ યોગ, 5 રવિ યોગ, એક દ્વિપુષ્કર યોગ અને એક ગુરુ પુષ્ય યોગ બનવાના છે, આ વિશેષ સંયોગમાં ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે, જો તમે આ વખતે ચૈત્ર નવરાત્રીમાં માતાની પૂજા કરો છો, તો તેનાથી તમે તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો.

ચૈત્ર નવરાત્રીની પૂજા વિધિ :-

જો તમે ચૈત્ર નવરાત્રીમાં માં શક્તિની ઉપાસના કરો છો, તો તેની યોગ્ય વિધિ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નવરાત્રિના દિવસોમાં સવારના સમયે સ્નાન વગેરે માંથી નિવૃત્ત થઈને માતા દુર્ગા, ભગવાન ગણેશ, નવગ્રહ, કુબેર વગેરેની મૂર્તિ સાથે કળશ સ્થાપિત કરો, તમે સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અથવા માટીના કળશનો ઉપયોગ કરી શકો છો.

પરંતુ તમારે એ વાતની કાળજી લેવી પડશે કે તમે લોખંડના કળશથી પૂજા ન કરો, તમે કળશની ઉપર રોલીથી ॐ અને સ્વસ્તિકનું પ્રતીક બનાવો, તમે કળશની સ્થાપના તમારા પૂજા ઘરની પૂર્વ દિશા તરફ અથવા ઘરના આંગણાથી પૂર્વ દિશામાં પૃથ્વી ઉપર સાત પ્રકારના અનાજ મૂકીને કરો.

જ્યારે તમે કળશની સ્થાપના કરી લો, ત્યારે તેના ઉપર થોડું ગંગાજળ નાખો, ત્યાર પછી તમે આંબાના પાંદડા કળશની ટોચ ઉપર મૂકો, જો તમને આંબાનાં પાન ન મળે, તો તમે પીપળ, વડ, ગુલર અથવા પાકરના પાંદડાને કળશ ઉપર મૂકી શકો છો અને ત્યાર પછી, જૌ અથવા કાચા ચોખાની વાટકી ભરીને તેને કળશની ઉપર મૂકો અને તેની ઉપર ચુંદડીમાં લપેટેલુ નાળિયેર પણ રાખો, ઉત્તર ભાગમાં નવગ્રહ પણ બનાવો અને તમારા હાથમાં હળદર, અક્ષત, ફૂલ લઈને મનમાંને મનમાં સંકલ્પ લો.

એવું કહેવામાં આવે છે કે જો નવરાત્રીના દિવસોમાં માતા રાનીની પૂજા યોગ્ય વિધિ પૂર્વક કરવામાં આવે છે, તો તેનાથી વ્યક્તિને માતાના આશીર્વાદ મળે છે અને તેમના જીવનના ઘણા દુઃખ દૂર થાય છે, તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે માતા શક્તિ જ પરમ બ્રહ્મ છે, તેને તમારા ભાવ અને ભક્તિ સાથે સંબંધ છે.

જો તમને કોઈ સામગ્રી નથી મળી રહી, તો તેવામાં, તમે ભક્તિ ભાવ અને સમર્પણ સાથે માતા રાનીની પૂજા કરો અને જે સામગ્રી ઉપલબ્ધ થઇ શકે છે તેને માતાને અર્પણ કરો, તમે કોઈપણ પ્રકારની સામગ્રી અથવા પૈસાના અભાવને લીધે તમારા મનને દુ: ખી ન કરશો અને સાચા મનથી માતાની પૂજા આરતી કરો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.