આઠ વર્ષ શિકાગોમાં રહ્યા પછી વેશ્વી સિન્હા પાછા ભારત આવીને ઝીરો બજેટ ખેતીની ટેકનીક શીખીને ખેતી કરી રહ્યા છે. વેશ્વીની જેમ બિહારના ધર્મેન્દ્ર સિંહે નેવીની નોકરી છોડીને ઝેરમુક્ત ખેતી કરવાનું નક્કી કર્યુ છે. તો તે નેપાળના યશવંત પાંડેલ જાપાનની નોકરી છોડીને છેલ્લા બે વર્ષથી ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે. તે બદલાતા ભારતના તે યુવા છે, જેમણે મલ્ટીનેશનલ કંપનીઓ માંથી નોકરી છોડી ઝેર મુક્ત ખેતી કરવાનું નક્કી કરી લીધું છે.
‘હું ૧૮ વર્ષથી ગોલ્ફ ખેલાડી છું, એટલા માટે ભોજનની પૌષ્ટિકતા ઉપર હંમેશાથી ધ્યાન રાખ્યું છે. હું આઠ વર્ષ શિકાગોમાં રહેલી છું, અને જયારે મારા દેશમાં પાછી આવી તો લાગ્યું કે ભોજનની ગુણવત્તા જાળવી રાખવી એ આપણી બધાની જવાબદારી છે.’ એવું કહેવું છે વેશ્વી સિન્હા (૨૭ વર્ષ) નું.
તે આગળ જણાવે છે કે, ‘ઓફીસમાં બેસીને નોકરી કરવાનું મને પસંદ ન પડ્યું. પપ્પાના એક મિત્રએ ૪૦ એકર જમીન અમને ખેતી કરવા માટે આપી છે. મેં ગયા વર્ષથી ઝીરો બજેટ ખેતી ઉપર ઘણા તાલીમ વર્ગો લીધા. અને ત્રણ મહિનાથી ખેતી કરવું ઝીરો બજેટથી શરુ કરી દીધું છે.’ વેશ્વી એક આઈએએસ ઓફિસરની દીકરી છે. તેને ખેતી વિષે કોઈ જ્ઞાન ન હતું પરંતુ હવે નોયડામાં રહીને ખેતી કરી રહી છે.
ખેતરોને ઝેર માંથી મુક્તિ અપાવવા નેપાળના આ યુવાનો બદલશે દેશની સ્થિતિ :
વેશ્વીની જેમ બીજા ઘણા લોકો પોતાના જુદા જુદા પ્રોફેશન છોડીને કુદરતી ખેતી કરી રહ્યા છે. બિહાર માંથી આવેલા ધર્મેન્દ્ર સિંહ (૩૦ વર્ષ) નું કહેવું છે, ‘મારી માં ને થાઈરોઈડ અને પપ્પાને બ્લડપ્રેશરની તકલીફ છે. મેં આવા ઘણા લોકોને ઘણી બીમારીઓથી પીડિત જોયા છે. જયારે કારણ જાણવા માગ્યું તો ખબર પડી કે આપણે આપણા ખાવામાં દરરોજ ઝેર ખાઈ રહ્યા છીએ. ખેતરોમાં આડેધડ જીવાણુંનાશકોના ઉપયોગથી દરરોજ લગભગ ૧૦ ગ્રામ ઝેર આપણી અંદર જાય છે.’ ધર્મેન્દ્રને એ વાત દુ:ખી કરવા લાગી કે જો આપણે વધુ પૈસા કમાઈ રહ્યા છીએ, પરંતુ આપણને શુદ્ધ ભોજન નથી મળી રહ્યું તો આપણું કમાવું નકામું છે. એ કારણે તેમણે નેવીની નોકરી છોડી દીધી. તે જણાવે છે, ‘જો મેં શુદ્ધ ભોજન કરવાનું શરુ કરી દીધું અને લોકોને ઝેરમુક્ત ભોજન આપવાનું શરુ કરી દીધું, તો એ મારા જીવનની સૌથી મોટી કમાણી હશે, આ ફેરફાર આપણે લોકો નહિ કરીએ તો કોણ કરશે?’
લખનઉના ભીમરાવ વિશ્વવિદ્યાલયના ઓડીટોરીયમમાં, ૨૦ થી ૨૫ ડીસેમ્બર સુધી ચાલેલા સુભાષ પાલેકરના ઝીરો બજેટની ખેતીની પદ્ધતિ અને રીત શીખવાના સેમિનારમાં દેશના ઘણા ભાગો માંથી આવેલા યુવાનોએ ભાગ લીધો હતો. એ તે યુવાનો હતા જે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યા પછી હવે એમનું દેશી ખેતી તરફ આકર્ષણ વધી રહ્યું છે. સુભાષ પાલેકર ઝીરો બજેટ ઉપર દેશ આખામાં કુદરતી ખેતીની તાલીમ આપી રહ્યા છે. યુવાનોનું આકર્ષણ ખેતી તરફ કેમ વધ્યું? તેના વિષે તેમનું કહેવું છે, કે પહેલા ઉદ્યોગોથી રોજગાર મળતો હતો. પણ જ્યારથી આ મશીનો બની ગયા છે ત્યારથી યુવાનોને રોજગારી નથી મળતી. ખેતી કરવાથી ન માત્ર તેને શુદ્ધ ભોજન મળશે, પરંતુ યુવાનો તેનાથી ઉદ્યોગ પણ ઉભો કરશે, જેનાથી બીજા નવા લોકોને રોજગાર મળશે.
દેશના યુવાનો જુદા જુદા પ્રોફેશનલ છોડીને ઝીરો બજેટ કુદરતી ખેતી શીખીને ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આપણે ઝેરમુક્ત ભોજન કરવું છે, અને લોકોમાં જાગૃતતા લાવવી છે, કે તેઓ પણ ઝેરમુક્ત ભોજન કરે અને કુદરતી ખેતી કરે.
નેપાળના એક યુવાન યશવંત પાંડેલ (૩૮ વર્ષ) એ જાપાનમાં થોડા વર્ષો નોકરી કરી. ત્યાર પછી નેપાળ આવીને વસી ગયો. જયારે તે નેપાળ પાછો આવ્યો તો તેનું એ જોઇને મન ઘણું દુ:ખી હતું, કે અહિયાંના યુવાનો ઘણા મોટા પ્રમાણમાં બહાર જઈ રહ્યા છે. યશવંત પાંડેલનું કહેવું છે, મારા જોવામાં આવ્યું છે કે આપણા દેશની ખાદ્ય સામગ્રી બીજા દેશોમાં નિકાસ થઇ રહી હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં સ્થિતિ વિપરીત થઇ ગઈ છે. આજે આપણા દેશોમાં સામગ્રી બહારથી આવવા લાગી છે. પહેલા આપણે ડેરીનું દૂધ ખાતા હતા હવે પેકેટ પેકેટના દૂધ ઉપર સંપૂર્ણ નિર્ભર થઇ ગયા છીએ. તે આગળ જણાવે છે કે અમે છેલ્લા બે વર્ષથી ૧૬ હેક્ટર જમીનમાં રસાયણમુક્ત ખેતી કરી રહ્યા છીએ. અમારો પ્રયત્ન છે કે અમે નેપાળમાં ઝેરમુક્ત બજાર બનાવીએ, અને અમારા દેશની સાથે સાથે બીજા દેશોને ઝેરમુક્ત ભોજન પૂરું પાડીએ.
લોકભારતીના સહયોગથી ભીમરાવ વિશ્વવિદ્યાલયના ઓડીટોરીયમમાં છ દિવસની ઝીરો બજેટની ખેતીની તાલીમમાં દેશના જુદા જુદા ભાગ માંથી ૧૫૦૦ થી વધુ ખેડૂત આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયેલા હતા. નૈનીતાલથી આવેલા શગુન સિંહ (૩૫ વર્ષ) એ દિલ્હી માંથી એમબીએ કર્યા પછી ૧૦ વર્ષ કાર્પોરેટ સેક્ટરમાં કામ કર્યુ. એક કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર પણ બન્યા. ત્રણ વર્ષ પહેલા નોકરી છોડીને તેનું આકર્ષણ ગામ તરફ વધ્યું. તે પોતાનો અનુભવ દેખાડતા જણાવે છે, કે અમે બંધ રૂમમાં રહીને પૈસા કમાવા પસંદ નહોતું આવી રહ્યું, અને કુદરત સાથે ઘણો પ્રેમ છે. એટલા માટે ખેતી શીખવા અને શીખવાડવાનું નક્કી કરી લીધું છે.
આમે ઘણી જગ્યાએ ઝીરો બજેટ ખેતીની તાલીમ લેવા જઈએ છીએ. ત્યારબાદ ગ્રામીણ વિસ્તાર માંથી તેના અનુભવ મેળવીએ છીએ, અને તેમને નવા અનુભવ પણ જણાવીએ છીએ. નેપાળના પદ્મ દાહાલ (૨૯ વર્ષ) ઇન્કમ ટેક્સ ઓફીસમાં કામ કરે છે. આ નેપાળના પલાયનને રોકવા માટે બે વર્ષોથી ઝીરો બજેટ ખેતી કરી રહ્યા છે. તેઓ ખેતીથી જ યુવાનોને રોજગારી સાથે જોડવા માંગે છે. તે જણાવે છે, કે જો આપણે યુવાનો જ ઝેર મુક્ત ઉત્પાદન નહિ કરીએ તો પછી સુધારો કેવી રીતે આવશે? જો સુધારો લાવવો છે તો આપણે બધાએ આગળ આવવું પડશે. જો ખેતીને યોગ્ય રીતે કરવામાં આવે તો તેમાં રોજગારની તમામ શક્યતાઓ છે.
ત્યાં જ મેરઠથી આવેલી રાગીની નિરંજન છ વર્ષથી બિઝનેસ કરી રહી છે. તેની હેન્ડલૂમ કંપની વર્ષનું બે કરોડનું ટર્નઓવર આપી રહી છે. તેમનું કહેવું છે, “હું ખેડૂતની છોકરી છું, અને મેં ખેતીને ખુબ નજીકથી જોઈ છે. ખેતરોમાં પડી રહેલું ઝેર હવે મારાથી સહન નથી થઇ રહ્યું. તેથી કંપનીના કામની સાથે સાથે એક વર્ષ પહેલા વર્મી કમ્પોસ્ટ બનાવવાનું શરુ કર્યુ હતું. હું આ સેમિનારમાં પોતાના ગામના 10 ખેડૂતોને ખેતીની ટ્રેનીંગ અપાવવા માટે લઈને આવી છું, જેનાથી તે લોકો પણ શીખવાનું શરુ કરે.”