15 વર્ષની ઉંમરમાં છોડ્યું હતું ઘર, ખીસામાં હતા 300 રૂપિયા, હવે ચલાવી રહી છે 7.5 કરોડની કંપની

માણસનો ઉમંગ જેટલો મજબુત હોય છે તેને સફળતા પણ એટલી મોટી મળે છે. પોતાના જીવનની દરેક પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવાથી જ આપણે એ બધું પ્રાપ્ત કરી શકીએ છીએ, જે આપણે મેળવવા માંગીએ છીએ. આજે અમે તમને એક એવી જ છોકરીના જીવન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની હિંમતને કારણે જ આજે ૭ કરોડની કંપની ઉભી કરી છે.

ચિનુ કાલાના જીવનની સ્ટોરી તે લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ છે, જે પોતાના જીવનમાં કાંઈક મેળવવા માંગે છે અને પોતાના પગ ઉપર ઉભી રહેવા માંગે છે. ચિનુ કાલાએ ૧૫ વર્ષની ઉંમરમાં જ પૈસા કમાવાનું શરુ કરી દીધું હતું, અને તેણે લગભગ ૩૦૦ રૂપિયા સાથે પોતાનું જીવન શરુ કર્યું હતું.

૧૫ વર્ષની ઉંમરમાં છોડવું પડ્યું હતું ઘર :

ચિનુ કાલા જયારે ૧૫ વર્ષની હતી તો તેને કોઈ કારણસર પોતાનું ઘર છોડવું પડ્યું. ચિનુ કાલાના જણાવ્યા મુજબ જયારે તેમણે પોતાનું ઘર છોડવાનો નિર્ણય લીધો, તે સમયે તેની પાસે લગભગ ૩૦૦ રૂપિયા અને બે જોડી કપડા હતા. ચિનુ કાલાના જણાવ્યા મુજબ, ૧૫ વર્ષની ઉંમરમાં પોતાનું ઘર છોડવાનો નિર્ણય લેવો ઘણું જ મુશ્કેલ હતું.

પરંતુ તેમણે હિંમત રાખી અને પોતાના નિર્ણય ઉપર સફળ થઈ. ઘર છોડ્યા પછી ચિનુ કાલાને રહેવા માટે ઓરડી મળી જ્યાં તેણે રહેવા માટે ૨૦ રૂપિયા રોજના લેખે આપવા પડતા હતા. ચિનુ કાલાના જણાવ્યા મુજબ ઘર છોડ્યા પછી તે ઘણી ગભરાઈ ગઈ હતી, પરંતુ ધીરે ધીરે બધું જ સારું થઈ ગયું.

પૈસા કમાવા માટે ચિનુ કાલા નોકરીની શોધમાં લાગી ગઈ હતી, અને તે દરમિયાન તેને સેલ્સગર્લનું કામ મળ્યું. આ કામમાં તેણે લાખો લોકોના ઘરે જઈને વસ્તુ વેચવી પડી હતી. વસ્તુ વેચીને રોજ ચિનુ કાલા ૬૦ રૂપિયા કમાઈ લેતી હતી. આમ તો ચિનુ કાલાને લોકોના ઘરે ઘરે જઈને વસ્તુ વેચવી ગમતું ન હતું. કેમ કે લોકો તેની સાથે સારી રીતે વાત પણ કરતા ન હતા.

પરંતુ ચિનુ કાલાએ પોતાનું કામ મન લગાવીને કર્યું. જેને કારણે જ એક વર્ષ પછી જ તેને પ્રમોશન મળી ગયું. પ્રમોશન મળતા જ ચિનુ કાલા બીજી છોકરીઓને કામ શીખવવા લાગી ગઈ. તે કામ સાથે જ ચિનુ કાલાએ બીજું કામ પણ પકડી લીધું અને તે ખાસ કરીને વેટ્રેસ તરીકે પણ કામ કરવા લાગી ગઈ. જેથી તે વધુ પૈસા કમાઈ શકે.

શરુ કરી પોતાની કંપની :

તે દરમિયાન ચિનુ કાલાએ અમિત કાલા સાથે લગ્ન કરી લીધા. વર્ષ ૨૦૦૪માં અમિત કાલા સાથે લગ્ન કર્યા પછી તેણે મિસિસ ઇંડિયા પેજેંટમાં ભાગ લીધો અને તે મિસિસ ઇંડિયા પેજેંટના છેલ્લા રાઉન્ડમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ થઈ. મિસિસ ઇંડિયા પેજેંટમાં ભાગ લીધા પછી ચિનુ કાલાના જીવને એક નવો વળાંક લીધો અને તેમણે પોતાની કારકિર્દી ખાસ કરીને એક મોડલ તરીકે શરુ કરી.

વર્ષ ૨૦૧૪માં ચિનુએ ફેશન જ્વેલરીનું કામ શરુ કર્યું, અને ૬ બાય ૬ ની જગ્યા ઉપર પોતાની પહેલી શોપ ખોલી. તેમણે પોતાની કંપનીનું નામ Rubans – fashion accessories રાખ્યું અને ધીમે ધીમે તેનો એ બિઝનેસ સફળ થવા લાગી ગયો, અને તેમણે લગભગ બે વર્ષની અંદર જ પોતાના વેપારને સારી રીતે જમાવી લીધો.

કમાય છે કરોડો રૂપિયા :

વર્ષ ૨૦૧૬-૧૭ માં તેમણે ૫૬ લાખ રૂપિયાની કમાણી કરી. અને આગલા વર્ષે તેની આવક 3.5 કરોડ થઈ ગઈ. એટલું જ નહિ તેની કંપનીમાં ૨૫ લોકો કામ પણ કરે છે.

૧૫ વર્ષની ઉંમરથી જ શરુ કરવામાં આવેલા સંઘર્ષને કારણે જ ચિનુ કાલા આજે સફળ બિઝનેસ વુમન બની છે, અને તે લાખો મહિલાઓ માટે એક ઉદાહરણ રૂપ છે. ચિનુ કાલાના જીવમાંથી આપણને પણ ઘણું બધું શીખવા મળે છે. જો આપણે પણ દરેક ખરાબ પરિસ્થિતિઓમાં આપણા ઉમંગને જાળવી રાખીએ તો આપણને પણ તે બધું મળી શકે છે, જે આપણે મેળવવા માંગીએ છીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.