લેખક તારિફ ફતેહે સૈફ અલી ખાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું – ‘એટલા માટે તમે પોતાના દીકરાનું નામ…’

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની ફિલ્મ ‘તાનાજી: દ અનસંગ વોરિયર’ બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનો અભિનય ફેંસને ઘણો પસંદ આવ્યો. પરંતુ તેવામાં તેમને એક એવું નિવેદન આપ્યું, જેના કારણે જ તે સોશિયલ મીડિયા ઉપર જોરદાર ટ્રોલ થવા લાગ્યા. ફિલ્મ ‘તાનાજી: દ અનસંગ વોરિયર’ ને લઈને સૈફ અલી ખાને એક મોટું નિવેદન કર્યું, જેના કારણે જ તે ટીકાને પાત્ર બની ગયા છે. આ કડીમાં હવે તેના દીકરા તૈમુરને પણ લેવામાં આવી રહ્યો છે.

બોલીવુડના નવાબ સૈફ અલી ખાને ફિલ્મ ‘તાનાજી: દ અનસંગ વોરિયર’ વિષે વાત કરતા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે આ ફિલ્મમાં જે દેખાડવામાં આવ્યું છે, એવો ઈતિહાસ જરા પણ નથી. તેનું આ નિવેદન લોકોને ખુંચવા લાગ્યું અને તેની ઉપર હવે લેખક તારીક ફતેહે મોટું નિવેદન આપ્યું, જેના કટાણે જ વાત બગડતી જોવા મળી રહી છે. ખાસ કરીને તારીક ફતેહે આ આખી બાબતમાં તૈમુર અલી ખાનને પણ લીધો છે. ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર ટ્રોલિંગ ટ્રેન્ડ થવા લાગી અને દરેક સૈફ અલી ખાનને જેમ તેમ કહી રહ્યા છે.

તારીફ ફતેહે કરી આ વાત :-

સૈફ અલી ખાનના નિવેદનની ટીકા કરતા લેખક તારીફ ફતેહે જણાવ્યું કે સૈફ અલી ખાનનું માનવું છે કે અંગ્રેજોના આવવા સુધી ભારતની કોઈ ગણના ન હતી, જે એકદમ સાચું છે. તેની આગળ તેમને ટવીટમાં લખ્યું કે ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ચીન માટે હતી અને વાસ્કો ડી ગામા ઇન્ડિયા નહિ ફીજી ગયા હતા. એટલું જ નહિ, આગળ સૈફને નિશાન બનાવતા તેમણે કહ્યું કે છેલ્લી વખત ઈતિહાસથી પ્રેરિત થઈને તેમને દીકરાનું નામ તૈમુર રાખ્યું હતું. ત્યાર પછી તેનું એ ટ્વીટ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ ગયો.

સૈફ અલી ખાને શું કહ્યું હતું?

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને ફિલ્મ ‘તાનાજી: દ અન સંગ વોરિયર’ વિષે વાત કરતા જણાવ્યું કે આ ફિલ્મમાં જે દેખાડવામાં આવ્યું છે, વાસ્તવમાં એવો ઈતિહાસ ન હતો અને અંગ્રેજોએ જ ભારતને અવધારણા આપી છે. મને બધી ખબર છે કે ઈતિહાસ શું છે, પરંતુ હું ક્યા કારણોથી સ્ટેન્ડ નથી લઇ શકતો, તેવામાં તેમનુ આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. ખાસ કરીને તે દરમિયાન સૈફ અલી ખાન પોતાના છેલ્લા નિવેદનથી પણ ફરી જતા જોવા મળ્યા.

ફિલ્મ ‘તાનાજી: દ અનસંગ વોરિયર’ ના રીલીઝ થતા પહેલા સૈફ અલી ખાન જ્યાં પણ પ્રમોશન માટે જાય છે, ત્યાં એક અલગ જ વાત કહેતા હતા. તેમણે ફિલ્મ રીલીઝ પહેલા દાવો કર્યો હતો કે આ ફીલ્મમાં જે પણ ઈતિહાસ દેખાડવામાં અવ્યો છે, તે સંપૂર્ણ રીતે સાચો છે, પરંતુ હવે જયારે ફિલ્મ પડદા ઉપર હીટ થઇ ગઈ હતી, તો તેમને પોતાનું વલણ બદલતા જોવા મળી રહ્યા છે. જેના કારણે જ તેમને સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.