લેમન ગ્રાસના બે ટીપા ઓછું કરી નાખશે કોલેસ્ટ્રોલ! કેન્સર અને બીજી બીમારીઓમાં પણ રામબાણ.
આજના સમયમાં મોટાભાગના લોકો વધતા કોલેસ્ટ્રોલ અને તેની સાથે સંકળાયેલી બીમારીઓ જેવી કે હાઈપરટેશન, છાતીમાં દુ:ખાવો, હાર્ટએટેક વગેરેથી પીડિત છે. તેથી તમારે તમારા કોલેસ્ટ્રોલ લેવલને હમેંશા લેવલમાં રાખવું જોઈએ. દરરોજ કરવામાં આવતી કસરત અને સંતુલિત આહારથી ઘણે અંશે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. તે ઉપરાંત તમે લેમનગ્રાસ ઓઈલના સેવનથી પણ તમારા વધતા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખી શકો છો.
લેમનગ્રાસ ખાસ કરીને સાઉથ ઈસ્ટ એશિયા જેવા દેશો અને ગરમ જગ્યાઓ ઉપર મળી આવે છે. ઘણી શોધોમાં તે જાણવા મળેલ છે કે તેમાં ઘણા બીજા ઔષધીય ગુણ હોય છે. બ્રાજીલીયન રીચર્સર દ્વારા વર્ષ ૨૦૧૧ માં ફૂડ એન્ડ કેમિકલ ટોકસીકોલોજી જર્નલમાં પ્રકાશિત એક શોધમાં પણ તે વાત સામે આવેલ છે કે, લેમનગ્રાસ ઓઈલનું નિયમિત સેવન શરીરમાં લોહીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરે છે.
આ શોધમાં એક ઉંદરને 21 દિવસ સુધી ૧૦૦ મીલીગ્રામ પ્રતિ કિલો વજનના હિસાબે લેમનગ્રાસ ઓઈલ આપવામાં આવેલ અને તેનું નિરીક્ષણ કરવામાં આવેલું, પછી તપાસમાં તે ઉંદરના લોહીમાં કોલેસ્ટ્રોલમાં ઘણો ફરક જોવા મળેલ અને કોઈ પણ જાતની આડ અસર પણ જોવા મળેલ ન હતી.
તેનો કેવી રીતે ઉપયોગ કરવો :
લેમનગ્રાસ એસેંશિયલ ઓઈલના માત્ર ૨ ટીપા જ તેમાં ભળવાથી મળતા ફાયદા માટે પૂરતા છે. એક ગ્લાસ ગરમ પાણીમાં ૨ ટીપા લેમનગ્રાસ ઓઈલ નાખીને તેને સવારે નાસ્તા સાથે લો. તમે તેને મસાલા ચા સાથે પણ લઇ શકો છો.
એન્ટીઓક્સીડેંટ, એન્ટી ઇફ્લેમેંટરી, એન્ટી સેપ્ટિક અને વિટામીન સી જેવા ઔષધીય ગુણોથી ભરપુર લેમનગ્રાસ ઘણા રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. તે શરીરમાંથી ઝેરીલા પદાર્થોને નાશ કરે છે અને શરીરને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આવો લેમનગ્રાસના બીજા આરોગ્ય લાભ વિષે જાણીએ.
બીજા ફાયદા :
કેન્સરનો રામબાણ ઈલાજ :
લેમન ગ્રાસમાં કેન્સર સહીત ઘણી બીમારીઓથી છુટકારો આપવવાના ગુણ હોય છે. તેમાં અદ્દભુત એન્ટી ઓક્સીડેંટ ગુણ હોય છે. તેને લીધે માનવશરીરમાં ઘણા રોગો માટે જવાબદાર અણુઓના રૂપમાં પરિવર્તન લાવીને તેને ન માત્ર સ્થિર કરે છે, પણ અમુક બાબતમાં તે આ જીવાણુંઓને પોતાનામાં સમાવી પણ લે છે.
પેટને લગતી બીમારીઓનો કરે ઈલાજ :
લેમનગ્રાસમાં એન્ટી ઓક્સીડેંટ ગુણોને કારણે તેમાં તાવ, પેટ સબંધિત બીમારીઓ અને આર્થરાઈટીસ સહીત જુદી જુદી બીમારીઓના અણુઓના ઘાતક સ્વરૂપને પરિવર્તિત કરીને અને નિષ્ક્રિય કરવાની ક્ષમતા રહેલ હોય છે. તે ફ્રી રેડીકલને પોતાનામાં સમાવેશ કરીને સ્થિર કરી દે છે. અપચો, કબજિયાત, દસ્ત, પેટનો સોજો, પેટ ફૂલવું, પેટમાં એઠન, ઉલટી અને એઠન આવી રીતે પાચન ને લગતી તકલીફોમાં સુધારા માટે મદદ કરે છે.
બાળકોની એડીએચડી ર્ક્લીફમાં પણ છે ફાયદાકારક :
૧૯૯૮ માં એક અધ્યન મુજબ, એડીએચડીથી પીડિત બાળકોને ઊંઘ સરળતાથી નથી આવતી. આવા બાળકો માટે લેમનગ્રાસ માંથી બનેલ હર્બલ ટી ઘણી ફાયદાકારક રહે છે. તેમાં રહેલ ફુદીનો, કેમોમાઈલ કે લેમનગ્રાસ અને બીજી આવી જ જડીબુટ્ટીઓ ઘણી સક્રિય માસપેશીઓને શાંત કરવામાં મદદ કરે છે.
એન્ટી ઇન્ફલેમેંટરી અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપુર :
એન્ટી ઇન્ફલેમેંટરી અને એન્ટી સેપ્ટિક ગુણોને લીધે લેમનગ્રાસ આર્થરાઈટીસ, ગાઉટ અને મુથ પથના સોજાના ઈલાજ માટે એક મહત્વની સહાયતાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. તેથી જો તમે આ તકલીફથી પરેશાન હો તો નિયમિત રીતે જ લેમનગ્રાસનું જ્યુસ કે તેમાંથી બનેલ હર્બલ ટી નું સેવન કરો.
ઝેરીલા તત્વોને દુર કરે :
લેમનગ્રાસમાં રહેલ એન્ટીઓક્સીડેંટ, એન્ટીસેપ્ટિક અને મૂત્રવર્ધક ગુણોને કારણે તે શરીર માટે ઝેરીલા તત્વોને દુર કરનાર એક મહત્વનું ઘટક છે. તે લીવર, કીડની, બ્લેન્ડર અને અગ્ન્યાશયને સાફ કરીને અને લોહી પરીસંચરણ ને વધારવામાં મદદ કરે છે. અને મૂત્રવર્ધક અસરને કારણે તે ઝેરીલા પદાર્થોને બહાર લઇ જવામાં મદદ કરે છે.