લેટેસ્ટ ફોટો સામે આવતા જ આયેશા ટાકીયા થઈ ગઈ ટ્રોલ, લોકોએ કહ્યું – પહેલા જ બરાબર હતી, હવે મર્દ છે અથવા…

સુંદર દેખાવા માટે લોકો જાત જાતની સર્જરીઓ કરાવે છે. ખાસ કરીને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આ પ્રચલન ઘણા સમયથી ચાલતું આવી રહ્યું છે. બૉલીવુડની અનેક હિરોઈનો અત્યાર સુધી કોઈને કોઈ સર્જરી કરાવી ચુકી છે. કોઈએ સુંદર દેખાવા માટે હોઠની સર્જરી કરાવી. તો કોઈ એ પાતળા થવા માટે લિપોસકશનનો સહારો લીધો. કોઈએ નાકની સર્જરી કરાવી તો કોઈને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું.

આજ કાલના આ મોડર્ન યુગમાં કાંઈ પણ શક્ય છે. આજના સમયમાં જાત જાતની એવી ટેકનીક આવી ગઈ છે, જેની મદદથી માણસ પોતાની બધી ખામીઓને હંમેશા માટે દૂર કરી શકાય છે. પરંતુ અમુક માણસ એવા હોય છે. જેમની પાસે બધું જ હોય છે. તેમ છતાં પણ તે પોતાનાથી સંતુષ્ટ નથી હોતા. તેને તેમના દેખાવમાં કોઈને કોઈ ખરાબી જરૂર જોવા મળી રહી છે, છતાં તે દુનિયાની નજરમાં પરફેક્ટ હોય છે.

બૉલીવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે. જે સુંદર હોવા છતાં પણ તેમના દેખાવથી ખુશ ન હતી અને તેઓએ સર્જરી કરાવી લીધી. સર્જરી પછી જે પરિણામ આવ્યું તેને જોયા પછી તે ખુશ થવાને બદલે વધુ દુ:ખી થઇ ગઈ કારણ કે તેમની એ સર્જરી સફળ ન થઇ અને જેવું લુક તે ઇચ્છતી હતી તેવું લુક તેને મળી ન શક્યું.

તેમાથી એક અભિનેત્રી છે આયેશા ટોકીયા તે કોઈ પણ દિવસે પોતાના લુક્સ માટે ટ્રોલ થતી રહે છે. આયેશા ટોકીયા હવે ઘણા પ્રકારની સર્જરી કરાવ્યા પછી એકદમ અલગ દેખાવા લાગી છે. હાલમાં આયેશાના લેટેસ્ટ ફોટા સામે આવ્યા છે. જેમાં તે એકદમ અલગ દેખાઈ રહી છે.

લેટેસ્ટ ફોટા આવ્યા સામે :-

વાયરલ થયા આ ફોટાઓ તે સમયના છે. જ્યારે આયેશા કોઈ સલૂન માંથી બહાર નીકળી રહી હતી. આયેશાનાં આ ફોટાઓ જે તેમના ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે, ત્યાં કેટલાક લોકો તેમને ખૂબ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. જેનો કોઈ જવાબ નથી.

આજ કાલ જે રીતે બોલીવૂડ કલાકારોને ટ્રોલ કરવાનું વલણ છે. હાલના દિવસોમાં કોઈને કોઈ કલાકારો ટ્રોલ થતા જ રહે છે. તેવામાં આયેશાના આ ફોટાઓ જોઈને લોકો તેમને ટ્રોલ કરવાની તક મળી ગઈ.

વપરાશકર્તાઓએ કર્યું ટ્રોલ :-

આયેશાને તેમના લુક્સ માટે હાલના દિવસોમાં યુઝર્સ તેમને ટ્રોલ કરતા રહે છે. તેવામાં એક વાર ફરી તે ટ્રોલીંગનો ભોગ બની ગઈ છે. તાજેતરમાં જ જ્યારે તે મુંબઈના એક સેલુનની બહાર સ્પૉટ થઇ, તો લોકોએ તેમના ફોટા ઉપર જાત જાતની કમેન્ટ્સ શરૂ કરી દીધી.

એક યુઝર આયેશાના ફોટા પર ટિપ્પણી કરી, લખ્યું, “પહેલા તો એટલી સુંદર હતી કે ખબર ન પડી આટલી પ્લાસ્ટિક સર્જરી કેમ કરાવી”. ત્યાં એક બીજા યુઝરએ લખ્યું, “પહેલા તો બરાબર દેખાતી હતી પણ હવે ખબર ન પડી કે પુરુષ છે કે મહિલા”. આઇશા ટાકીયા એ બિજનેશમેન અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે.

ફરહાન ધંધાથી ઘણો મોટો બિજનેશમેન છે. તે ઘણી બધી હોટલના માલિક છે. બન્ને એ લગ્ન પહેલા લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા હતા. લગ્ન પછી આયેશા ફિલ્મોથી દુર થઇ ગઈ છે.