આવો પતરાળાની પરંપરાને પુનર્જીવિત કરીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ અને વિનાશને અટકાવીએ

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે બધા એ વાત સારી રીતે જાણો છો કે પ્લાસ્ટિક આપણી પૃથ્વીને કેટલું નુકશાન પહોંચાડી રહ્યું છે. એવામાં પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જરૂરી બની ગયો છે. કારણ કે પ્લાસ્ટિકનો નાશ થતો નથી એટલે આપણા માણસો દ્વારા ફેંકવામાં આવતો પ્લાસ્ટિક કચરો એમનો એમ જ પડી રહે છે. તો આપણે એના માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

તમને બધાને પતરાળા વિષે તો પતરાળા વિષે તો ખબર જ હશે. પહેલા આપણા દેશમાં જમવા માટે પ્લેટ અને વાટકી તરીકે એનો જ ઉપયોગ થતો હતો. તેને વાપરીને જમીનમાં દાટી દઈએ તો એનાથી પર્યાવરણને નુકશાન નથી પહોંચતુ પણ તે જમીનની ફાયદો પહોંચાડે છે. જો આપણે એનું ચલણ પાછું શરૂ કરીએ તો ઘણે અંશે પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છે. આવો પતરાળાના લાભ જાણીએ.

પતરાળાથી થતા લાભ :

1. સૌથી પહેલા તો આને ધોવા નહિ પડે, એને આપણે સીધા માટીમાં દબાવી શકીએ છીએ.

2. પાણી પણ નષ્ટ નહિ થાય, કારણ કે વાપર્યા પછી એને ધોવાના નથી હોતા.

3. કામવાળી પણ રાખવી નહિ પડે, મહિનાનો ખર્ચ પણ બચશે.

4. કેમિકલનો પણ ઉપયોગ નહિ કરવો પડે.

5. ન તો કેમિકલ દ્વારા શરીરને આંતરિક નુકશાન પહોંચશે.

6. વધારેમાં વધારે વૃક્ષ ઉગાડવામાં આવશે, જેથી વધારે ઓક્સિજન પણ મળશે.

7. પ્રદુષણ પણ ઘટશે.

8. સૌથી મહત્વપૂર્ણ એ કે એઠા પાંદડાને એક જગ્યા પર દાટવાથી, ખાતરનું નિર્માણ કરી શકાય છે. તેમજ માટીની ઉપજાઉ ક્ષમતાને પણ વધારી શકાય છે.

9. પતરાળા બનાવવાવાળાને પણ રોજગાર પ્રાપ્ત થશે.

10. અને સૌથી મુખ્ય લાભ, તમે ઘણા મોટા સ્તર પર નદીને દુષિત થવાથી બચાવી શકો છો. જેવું કે તમે જાણો છો કે, જે પાણીનો તમે વાસણ ધોવામાં ઉપયોગ કરો છો, એ કેમિકલ વાળું પાણી(વાસણ ધોવાના સાબુ, લીકવીડ વગેરેના કેમિકલ) પહેલા ગટરમાં જશે જે આગળ જઈને નદીઓમાં છોડી દેવામાં આવશે. તે ગંદુ પાણી નદીના પાણીના પ્રદુષણમાં ઘણું મદદગાર સાબિત થાય છે.

આજકાલ આપણે દરેક જગ્યાએ ભંડારા, લગ્ન, જન્મદિવસની પાર્ટીઓમાં ડિસ્પોઝેબલ વસ્તુઓ વાપરીએ છીએ એની જગ્યાએ પતરાળાને વપરાશમાં લેવા જોઈએ.

ધરતી માતાને બચાવો, જય હિંદ.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.