LIC એ કરોડો ગ્રાહકોને મોકલ્યા એસએમએસ, પૈસા મેળવવા માટે ફટાફટ કરો આ કામ, નહિ તો….

તમારી એલઆઈસીની પોલીસીમાં ફટાફટ કરી લો આ કામ, નહિ તો આ સુવિધાઓનો નહિ મળે લાભ, જાણો તેની પ્રોસેસ.

દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Inurance Corporation of India) એ પોતાના કરોડો પોલીસીધારકોને એક મેસેજ મોકલ્યો છે. ગ્રાહકોને મોકલેલા એસએમએસમાં એલઆઈસીએ જણાવ્યું છે કે, PMLA મુજબ 50,000 રૂપિયાથી વધુ રોકડ ચુકવણી માટે પાનકાર્ડ જરૂરી છે. એટલા માટે પોલીસીધારક પાનકાર્ડને પોતાની એલઆઈસી પોલીસી (LIC Policy) સાથે ફટાફટ જોડી લે. (lic pan link)

આજે મોટા પાયે પાનકાર્ડ સાથે ઘણા જરૂરી દસ્તાવેજોને લીંક કરવામાં આવી રહ્યા છે. એલઆઈસીને પણ પાનકાર્ડ સાથે પોલીસી લીંક કરવાનું જણાવ્યું છે. એલઆઈસીએ જણાવ્યું છે કે, પોલીસી સાથે પાનકાર્ડ લીંક કરાવવાના ઘણા ફાયદા છે. એલઆઈસી પોલીસી સાથે પાનકાર્ડને લીંક કરવાની પ્રક્રિયા ઘણી સરળ છે. તેમાં તમારે કાંઈ વધુ કરવું નહિ પડે.

પાનકાર્ડને તમારી પોલીસી સાથે લીંક કરવા માટે www. licindia. in વેબસાઈટ ઉપર લોગ ઈન કરવાનું રહેશે. તમારે મોબાઈલ નંબર આપવાનો રહેશે અને તે નંબર ઉપર ઓટીપી આવશે. તે ઓટીપીથી લીંકિંગ પૂરું થઇ શકશે. ફોર્મ સબમિટ થયા પછી એક મેસેજ આવે છે જેમાં રજીસ્ટ્રેશન પૂરું થયાની જાણકારી આપવામાં આવે છે. આ કામ એલઆઈસીના પોર્ટલ ઉપર જઈને સરળતાથી કરી શકાય છે. એલઆઈસીએ તેના માટે 3 સ્ટેપ જણાવ્યા છે જેની મદદથી એલઆઈસી પોલીસીને પાનકાર્ડ સાથે જોડવું સરળ થઇ જશે.

એલઆઈસીની સાઈટ ઉપર પોલીસીની લીસ્ટ સાથે પાનકાર્ડની જાણકારી આપો. તમારો મોબાઈલ નંબર નોંધો. એલઆઈસી તરફથી આ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, તે નોંધો. ફોર્મ સબમિટ થયા પછી રજીસ્ટ્રેશન રક્વેસ્ટના સફળ થયાનો મેસેજ મળશે. તેનાથી જાણી શકાય છે કે તમારું પાનકાર્ડ એલઆઈસીની પોલીસી સાથે લીંક થઇ ગયું છે.

જો તમારી એલઆઈસી મેચ્યોર થવાની છે કે પોલીસી ઉપર લોન કે પ્રી વીડ્રોલ કરવા માગો છો તો તમારે તમારો પાનકાર્ડ પોલીસી સાથે લીંક કરી લેવો જરૂરી છે. એલઆઈસી હવે પૈસા સીધા ગ્રાહકોના ખાતામાં જમા કરે છે. જો તમારી રકમ 50,000 રૂપિયાથી વધુ હશે તો પાનકાર્ડ સાથે પોલીસી લીંક નહિ હોય તો પૈસા ટ્રાંસફર થવામાં તકલીફ પડશે. એટલા માટે આવી તકલીફથી બચવા માટે આજે જ તમારી પોલીસીને પાનકાર્ડ સાથે લીંક કરી લો.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.