LIC ની નવી પોલિસી : દર મહિને 1,302 નું રોકાણ કરશો, તો તમને મળશે 63 લાખ રૂપિયા

કોઈપણ વ્યક્તિ પોતાના પરિવારને એક સારું ભવિષ્ય આપવા માંગે છે. અને સારા ભવિષ્ય માટે રોકાણ ઘણું જરૂરી છે. એટલે કે જો આપણે પણ આપણા પરિવારને ભવિષ્યમાં આર્થિક રીતે મજબુત જોવા માંગીએ છીએ, તો આપણા માટે લાઈફ ઇન્શ્યુરેંસથી સારું કોઈ ઓપ્શન નથી. લાઈફ ઇન્શ્યોરેંશ આપણા જીવનના આર્થિક રિસ્કને ઓછું કરે છે. અને તેનાથી આપણે આપણા પરિવારને એક સારું ભવિષ્ય પણ આપી શકીએ છીએ. એટલે આપણા માટે એલઆઈસી એક સારો પ્લાન લઇને આવ્યું છે. જેની મદદથી તમે તમારા પરિવારને મજબુત ભવિષ્ય આપી શકો છો. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

એલઆઈસી તેમના ગ્રાહકો માટે એક નવી પોલીસી લઇને આવ્યું છે, જેનું નામ છે જીવન ઉમંગ. આ પોલીસીથી તમે તમારા પરિવારને એક સારું ભવિષ્ય આપી શકો છો. આ પોલીસીની ખાસિયત એ છે, કે તેનો ફાયદો ત્રણ વર્ષના બાળકથી લઇને ૫૫ વર્ષ સુધીના લોકો ઉઠાવી શકે છે. અને પોલીસી હોલ્ડરના મૃત્યુ પછી તેના બધા પૈસા તેના પરિવારને મળી જશે. એટલે તમે તમારું ભવિષ્ય તો સંભાળશો જ. પરંતુ તેની સાથે જ તમારા બાળકોને પણ એક સારું ભવિષ્ય આપી શકશો. એટલું જ નહિ જીવન ઉમંગ ૧૦૦ વર્ષની ઉંમર સુધી કવર આપે છે.

જીવન ઉમંગ પોલીસી હેઠળ રોકાણ કરો માત્ર ૧૩૦૨ રૂપિયા મહીને :

જીવન ઉમંગ પોલીસી હેઠળ જો તમે ૩૦ વર્ષ સુધી ૧૩૦૨ રૂપિયાના પ્રીમીયમની ચુકવણી કરો છો, તો તમારું કુલ રોકાણ ૪,૬૮,૭૨૦ રૂપિયાનું થઇ જશે, એટલે ૩૧ વર્ષથી તમને વર્ષના ૪૦,૦૦૦ રૂપિયા રીટર્ન મળશે. તે હિસાબે જો ૧૦૦ વર્ષ સુધીની ઉંમરના રીટર્નની ગણતરી કરો, તો તે ૨૮ લાખ રૂપિયા થઇ જશે. કુલ મળીને આ પોલીસીથી તમને ૨૩,૪૧,૦૬૦ રૂપિયાનો ફાયદો થશે, જો કે તમારા પરિવારને આર્થિક રીતે મજબુત કરવા માટે સારું છે. સાથે જ જો પોલીસી ધારકની ઉંમર ૧૦૧ વર્ષ થઇ જશે તો અલગથી ૬૨.૯૫ લાખ રૂપિયા મળશે.

આ વિકલ્પો સાથે છે ઉપલબ્ધ :

એલઆઈસીની જીવન ઉમંગ પોલીસી હેઠળ તમને ઘણા વિકલ્પ મળી શકે છે. એ વિકલ્પ પોલીસી મર્યાદાના હિસાબથી છે. ૧૫,૨૦,૨૫,૩૦ વર્ષના વિકલ્પો સાથે ઉપલબ્ધ થનારી આ પોલીસી માટે પ્રીમીયમ રકમ ૨૫,૦૦૦ કે તેના ગુણાંકમાં થશે. જો કે પોલીસી ધારકના જીવન કાળ સુધી રહેશે અને ત્યાર પછી નોમીનીને પુરા પૈસા મળી જશે. એટલે જીવન પોલીસી તમારા પરિવારને એક સારું ભવિષ્ય આપી શકે છે.

સંતુષ્ટ ન થવાથી તમે કરી શકો છો પોલીસી કેન્સલ :

જીવન ઉમંગ પોલીસી હેઠળ જો તમે તેનાથી સંતુષ્ટ નથી થતા, તો તેને વચ્ચેથી કેન્સલ કરી શકો છો, અને તમારી રોકાણની રકમ તમને મળી જશે. એટલે એલઆઈસીનીઆ પોલીસી ગ્રાહકો માટે ઉત્તમ છે. તેના વિષે વધુ જાણકારી માટે તમે તમારા વીમા એજન્ટનો સંપર્ક કરી શકો છો. અને પછી આ પોલીસીનો આનંદ લઇ શકો છો.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.