LIC ની ખાસ પોલિસી 1 હજાર રૂપિયા જમા કરવા પર મળશે 1 લાખ, લોનની પણ સુવિધા

LIC વીમા ક્ષેત્ર સૌથી મોટી કંપની છે. LIC હાલમાં જ ઘણી એવી યોજનાઓ લાવી છે, જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને એલઆઈસી ન્યુ મની બેક યોજના (LIC New Money Back Policy) (૨૫ વર્ષ) વિષે જણાવી રહ્યા છીએ. આ એક મની લીંક્ડ લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસી (Non Linked Life Insurance Policy) છે, જે ગેરેંટીડ રીટર્ન અને બોનસ આપે છે.

આ યોજનામાં તમારે માત્ર ૨૦ વર્ષો સુધી પ્રીમીયમની ચુકવણી કરવાની હોય છે, જો કે તમારી પોલીસી ૨૫ વર્ષો સુધી ચાલુ રહે છે. આ યોજના ૧૩ થી ૪૫ વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ દ્વારા ૨૫ વર્ષના ચોક્કસ સમયગાળા માટે લઇ શકાય છે.

તેની હેઠળ પોલીસીધારકના જીવિત રહેવા સુધી વિમાની રકમના ૧૫%ની ચુકવણી દરેક પાંચ વર્ષના અંતમાં કરવામાં આવે છે, અને બાકી ૪૦% વિમાની રકમની ચુકવણી સિમ્પલ રીવર્સનરી બોનસ અને ફાઈનલ એડીશન બોનસ સાથે યોજનાના અંતમાં (પાકવાના લાભ તરીકે) કરવામાં આવે છે. આવો એલઆઈસી ન્યુ મની બેક યોજના (૨૫ વર્ષ) ના ફીચર્સ જાણીએ.

૨૦ વર્ષના સમયગાળા માટે મની બેક યોજના :

વિમાની રાશીના ૧૫%ની ચુકવણી પોલીસીધારકને સર્વાઇવલ લાભ તરીકે દર પાંચમાં, ૧૦માં, ૧૫માં અને ૨૦માં વર્ષના અંતમાં કરવામાં આવે છે. વીમા રકમના ૪૦% ની ચુકવણી પોલીસીધારકને પાકવાના લાભ તરીકે, સિમ્પલ રીવર્સનરી બોનસ અને ફાઈનલ એડીસન બોનસ સાથે યોજનાના અંતમાં કરવામાં આવે છે. તેની હેઠળ એલઆઈસીની દુર્ઘટના મૃત્યુ અને વિકલાંગતા લાભ રાઈડર એક વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે.

LIC ન્યુ મની બેક પોલીસી સમયગાળા હેઠળ પોલીસીધારકનું મૃત્યુ થઇ જાય છે, તો તેના નોમીનીને મૃત્યુ લાભ તરીકે, મૃત્યુ ઉપર મળતા વિમાની રકમ સાથે સિમ્પલ રીવર્સનરી બોનસ તથા ફાઈનલ એડીસન બોનસ (જો કાંઈ છે તો) ની ચુકવણી કરવામાં આવે છે.

અહિયાં મૃત્યુ ઉપર મળતી વિમાની રકમનો અર્થ થાય છે નીચે જણાવેલથી વધુ :

મૂળ વિમાની રકમના ૧૨૫%.

વાર્ષિક પ્રીમીયમના ૧૦ ગણા.

મૃત્યુ ઉપર મળતી વિમાની રકમ ચુકવણી માટે કરવામાં આવેલા તમામ પ્રીમિયમોના ઓછામાં ઓછા ૧૦૫% થશે.

સર્વાઇવલ લાભ : પોલીસી ધારકના જીવિત રહેવા ઉપર તેને નીચે જણાવેલા લાભ પ્રાપ્ત થશે :

૫ માં વર્ષના અંતમાં વિમાની રકમના ૧૫%.

૧૦ માં વર્ષના અંતમાં વિમાની રકમના ૧૫%.

૧૫ માં વર્ષના અંતમાં વિમાની રકમના ૧૫%.

૨૦ માં વર્ષના અંતમાં વિમાની રકમના ૧૫%.

યોજના ૨૫ વર્ષની પોલીસી સમયગાળાના અંત સુધી ચાલુ રહેશે.

મેચ્યોરટી બેનીફીટસ :

જો પોલીસીધારક સંપૂર્ણ પોલીસી સમયગાળો એટલે ૨૫ વર્ષ સુધી જીવિત રહે છે, તો તેને નીચે જણાવેલા લાભ પ્રાપ્ત થશે. બચેલી વિમાની રકમ (વિમાની રકમના ૪૦%) + જમા થયેલી રીવેર્સનરી બોનસ + ફાઈનલ એડીસન બોનસ (વગેરે કોઈ હોય તો).

ટેક્સ લાભ :

વર્તમાન આવકવેરાની કલમ 80C ના નિયમો હેઠળ જીવનવીમા હેઠળ અંતર્ગત ભરવામાં આવતા પ્રીમીયમના વધુમાં વધુ રૂપિયા ૧,૫૦,૦૦૦ ઉપર છૂટ આપવામાં આવી છે. પરિપક્વતા ઉપર મળતી રકમ પણ આવકવેરાની કલમ 10(10)D હેઠળ કરમુક્ત હોય છે. (થોડા નિયમો અને શરતો અંતર્ગત)

લોન :

જો તમારી પોલીસીએ સરેન્ડર વેલ્યુ પ્રાપ્ત કરી લીધી છે, તો તમે આ યોજના હેઠળ લોનની સુવિધાના લાભ ઉઠાવી શકે છે. લોનની રાશી અને તેની ઉપર થતા વ્યાજના દર સમયે સમયે બદલાતા રહે છે, અને આ જાણકારી તમારે એલઆઈસીના નજીકના કાર્યાલય જઈને સમયે સમયે લેવાની રહેશે.

એલઆઈસી ન્યુ મની બેક યોજના (૨૫ વર્ષ)ના વધારાના ફીચર્સ અને ફાયદા :

અકસ્માત મૃત્યુ અને વિકલાંગતા લાભ રાઈડર : પોલીસી સમયગાળા દરમિયાન કોઈ પણ સમયે તમે એક વધારાનું સામાન્ય પ્રીમીયમ ભરીને આ રાઈડરના લાભ ઉઠાવી શકો છો, તેની હેઠળ મળતી વધારાની રકમ (કવર)ની પસંદગી કરી શકાય છે. આ કવરને દુર્ઘટના લાભ વીમાની રકમ કહેવામાં આવે છે. દુર્ઘટના મૃત્યુની બાબતમાં નોમીનીના મૃત્યુ લાભ ઉપરાંત દુર્ઘટના લાભ વિમાની રકમની પણ ચુકવણી કરવામાં આવે છે.

કોઈપણ દુર્ઘટનાના ૧૮૦ દિવસોની અંદર કાયમી અંધાપાની બાબતમાં દુર્ઘટના લાભ વિમાની રકમની ચુકવણી પોલીસીધારકને ૧૦ વર્ષના સમયગાળા સુધી સમાન માસિક હપ્તામાં કરવામાં આવશે. આ રાઈડરને ભવિષ્યના પ્રીમીયમને પણ છૂટ આપવામાં આવશે. તે ઉપરાંત દુર્ઘટના લાભ વિમાની રકમ એટલી જ રકમને મૂળ પ્રીમીયમથી ઓછી કરી દેવામાં આવશે.

આવી રીતે સમજો :

આવો આપણે આ યોજનાને એક ઉદાહરણની મદદથી સમજીએ. માની લો કે મોહિત જે ૩૦ વર્ષનો છે, તે આ યોજનામાં રૂપિયા ૧,૦૦,૦૦૦ ની વિમાની રકમ સાથે રોકાણ કરે છે. આ વિમાની રકમ સાથે તેનું વાર્ષિક પ્રીમીયમ રૂપિયા ૬,૦૨૨ + ટેક્સ થશે. પોલીસી સમયગાળો ૨૫ વર્ષનો રહેશે અને તેને ૨૦ વર્ષ સુધી પ્રીમીયમ આપવાનું રહેશે.

મોહિત સંપૂર્ણ પોલીસી સમયગાળા સુધી જીવતો રહે છે. તે સ્થિતિમાં મોહિતને survival લાભ સાથે સાથે maturity લાભની પણ ચુકવણી કરવામાં આવશે.

જરૂરી વાતો :

૫ વર્ષ પછી મૂળ વિમાની કુલ રકમના ૧૫% = રૂપિયા ૧,૦૦,૦૦૦ ના ૧૫% = ૧૫,૦૦૦

૧૦ વર્ષ પછી મૂળ વિમાની કુલ રકમના ૧૫% = રૂપિયા ૧,૦૦,૦૦૦ ના ૧૫% = ૧૫,૦૦૦

૧૫ વર્ષ પછી મૂળ વિમાની કુલ રકમના ૧૫% = રૂપિયા ૧,૦૦,૦૦૦ ના ૧૫% = ૧૫,૦૦૦

૨૦ વર્ષ પછી મૂળ વિમાની કુલ રકમના ૧૫% = રૂપિયા ૧,૦૦,૦૦૦ ના ૧૫% = ૧૫,૦૦૦

પાકતી વખતે લાભ : મોહિતને પાકતી વખતે લાભ તરીકે મૂળ વિમાની રકમના ૪૦% + સિમ્પલ રીવર્સનરી બોનસ + ફાઈનલ અડીસન બોનસ = રૂપિયા ૪૦,૦૦૦ + સિમ્પલ રીવર્સનરી બોનસ + ફાઈનલ અડીસન બોનસ અને પોલીસી સમાપ્ત થઇ જશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.