જો LIC ડૂબી ગઈ તો સામાન્ય લોકો પર એની શું અસર પડશે? જાણો વધુ વિગત

સામાન્ય વ્યક્તિએ પૈસા રોકાણ કરવા છે તો તે એલઆઈસી જીવનવિમાને એક સુરક્ષિત ઓપ્શન માને છે. ૨૯ કરોડ વીમા પોલીસીઓ તે વાતની જાળવણી કરે છે. પરંતુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ બીજુ ત્રિમાસિક સત્ર LIC માટે સારૂ નથી ચાલી રહ્યું. બિઝનેસ સ્ટેંડર્ડના સમાચાર મુજબ તે દરમિયાન LIC ના કુલ એસેટ એટલે કુલ એકઠી થયેલી સંપત્તિઓમાં ૫૭ હજાર કરોડનો ઘટાડો આવ્યો છે.

જુનમાં પુરા થયેલા ત્રિમાસિક સમયગાળામાં LIC ના શેર પોર્ટફોલિયો એટલે બજારમાં થયેલા રોકાણનું મુલ્યાંકન ૫.૪૩ લાખ કરોડ હતું. જે આ ત્રિમાસિક સમયગાળામાં ઘટીને ૪.૮૬ લાખ કરોડ રહી ગયું છે. LIC એ જે મોટી કંપનીઓમાં રોકાણ કર્યું છે, તે ઘણી નુકશાની સહન કરી રહી છે, ઉપરથી IDBI જેવા NPA નીચે દબાયેલી બેંકોમાં નિર્ણાયક ભાગીદારી ખરીદવામાં આવી છે જે અલગ.

LIC એ ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ૫૧ ટકા ભાગીદારી ખરીદી હતી. પરંતુ એટલું રોકાણ પણ IDBI ની સ્થિતિ સુધારી ન શક્યા, જુન ૨૦૧૯માં પુરા થયેલા પહેલા ત્રિમાસિક સમયગાળામાં IDBI ને ૩૮૦૦ કરોડની નુકશાની થઇ છે. હવે ફરી LIC અને સરકારે મળીને ૯૩૦૦ કરોડ રૂપિયા IDBI બેંકને આપવાના છે. IDBI માં LIC ને ૫૧ ટકા ભાગીદારી મળ્યા પછી RBI એ તેને પ્રાઇવેટ બેંકની કેટેગરીમાં મૂકી દીધી છે. આ બેંક પહેલા સરકારી હતી. તેમની ખરાબ હાલત સરકારી રહેવાને કારણે જ થઇ ગઈ હતી.

IDBI ઉપરાંત LIC એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), ઇલાહાબાદ બેંક અને કોર્પોરેશન બેંકમાં પણ ભાગીદારી વધારી છે. આ તમામ સરકારી ક્ષેત્રની બેંક છે. બેંકિંગ સેક્ટર, ખાસ કરીને સરકારી બેંકોની ખરાબ હાલત કોઈનાથી છુપાઈ નથી. સરકાર માને છે કે NPA એટલે ફસાયેલા દેવાને લઈને બેંકિંગ સેક્ટર પડકારોનો સામનો કરી રહ્યું છે.

RBI ના અહેવાલ પછી ટીકા વધી :

RBI એ એક અહેવાલ બહાર પડ્યો છે, જેમાં ૧૯૮૮થી ૨૦૧૯ સુધી LIC તરફથી પ્રાઈવેટ અને સરકારી ક્ષેત્રોમાં રોકાણના આંકડા આપ્યા છે. આ અહેવાલ મુજબ, LIC નું બજારમાં રોકાણ ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્ચે લગભગ બમણું થઇ ગયું છે. એટલે LIC નું ૧૯૫૬માં બનવાથી લઈને ૨૦૧૩સુધી જેટલા પૈસા બજારમાં રોકાણ કર્યા હતા, લગભગ એટલું જ રોકાણ છેલ્લા પાંચ વર્ષોમાં કરી દીધું છે.

૧૯૫૬થી ૨૦૧૩ સુધી LIC એ બજારમાં ૧૩.૪૮ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે LICનું કુલ રોકાણ વધીને ૨૬.૬૧ લાખ કરોડ થઇ ગયું છે. એટલે પાંચ વર્ષોમાં લગભગ ૧૩.૧૩ લાખ કરોડનું રોકાણ.

વિપક્ષ સરકાર ઉપર હુમલો :

કોંગ્રેસ પ્રવક્તા અને પુવ કેન્દ્રીય મંત્રી અજય માકને જણાવ્યું કે, સરકારે બળજબરી પૂર્વક LIC પાસેથી પૈસા છીનવ્યા છે. હવે ખબર પડી છે કે સરકારે LIC, જ્યાં મારા તમારા જેવા લોકો રોકાણ કરે છે, તેના સાડા ૧૦ લાખ કરોડ રૂપિયા પાંચ વર્ષોમાં બેંકોને આપી દીધા છે. જે બેંકોને આપ્યા તે ખોટમાં જઈ રહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે ભાજપાનું ફાઈનેંશીયલ મેનેજમેન્ટ ઘણું ખરાબ છે.

સામાન્ય માણસ ઉપર શું ફરક પડશે?

ફરક એકદમ સ્પષ્ટ છે, પૈસા લોકોના છે એટલે જો LIC ને રોકાણમાં ખોટ આવી ગઈ તો લોકોને મળતા રીટર્નમાં પણ ઘટાડો આવવાની શક્યતા છે. LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. જયારે પણ સરકાર કોઈ ડૂબતી કે દેવા સામે ઝઝુમતી સરકારી ક્ષેત્રની કંપનીમાં પૈસા રોકાણ કરે છે, તો LIC ના પોર્ટફોલીયો ઉપર અસર પડે છે. LIC ઉપર મોટો આરોપ છે કે, તે સરકારના દબાણમાં ડૂબતી કંપનીઓમાં પૈસા લગાવે છે.

ઇન્ડિયા ટુડે હિન્દીના સંપાદક અંશુમાન તિવારીના જણાવ્યા મુજબ, LIC ના ખરાબ વહીવટને કારણે જ લોકોને ઓછું રીટર્ન મળશે, બધાને દેખાય છે કે LIC દેવામાં ફસાયેલી કંપનીઓ અને બેંકોમાં પૈસા લગાવી રહી છે. જો આમ જ ચાલતું રહેશે તો બની શકે છે કે લોકોને જેટલું રીટર્ન આપવાનું વચન LIC એ આપ્યું છે, તે ન આપી શકે. તેનાથી LIC ઉપર પ્રશ્ન ઉભા થશે. આ સમયમાં ફાઈનેંસ સેક્ટરમાં LIC જ છે જેની પાસે પૈસા છે. જો તે પણ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જશે તો અર્થતંત્રમાં મોટો બવંડર થશે. જેને સંભાળવું સરકાર માટે પડકારરૂપ હશે.

RIB તરફથી બહાર પાડવામાં આવેલા અહેવાલ ઉપર અંશુમાને જણાવ્યું કે,

આ મોટું રેડ સિગ્નલ છે. LIC ઇન્ડીયાએ જોખમ લીધું છે. જયારે બજાર ઉપર આવે છે તો બધું સારું એવું દેખાય છે. પરંતુ જયારે નીચે આવે છે તો તે બધી વાતો બહાર આવે છે. સરકારે LIC માં પારદર્શિતા લાવવી જોઈએ, કેમ કે LIC ઉપર ઘણો મોટો આધાર છે. જો LIC ડગમગી તો દેશને ઘણું નુકશાન થશે. લોકોનો વીમા ક્ષેત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. ભારતનો મોટો સમૂહ છે જેમની પાસે વીમા કવર નથી, જો તેની વચ્ચે દેશની સૌથી મોટી કંપની ડગમગી ગઈ તો તેની છાપ ઉપર દાગ લાગશે અને પછી LIC માંથી વીમો ખરીદવાથી લોકો અચકાશે.

LIC ના જે શેરોમાં આ ત્રિમાસિક દરમિયાન જે ૫૭ હજાર કરોડનું નુકશાન થયું છે, તેમાં મોટો ભાગ સરકારી ક્ષેત્રની કંપનીઓનો છે. જેવી કે SBI, ONGC, કોલ ઇન્ડીયા, NTPC અને ઇન્ડિયન ઓઈલ, અને ITC, L&T, રિલાયન્સ, ICICI બેંક જેવી પ્રાઇવેટ કંપનીઓમાં LICના રોકાણને નુકશાન થયું છે. જો કમાઉ પુત્રને તકલીફ થઇ તો સીધું નુકશાન સામાન્ય લોકોને થશે.

વિડીયો : LIC ઉપર મોદી સરકારના દબાણમાં ૨૦૧૪ પછી જ્યાં ત્યાં રોકાણ કરી નુકશાન કરાવવાનો આરોપ લાગ્યા છે.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.