ફક્ત 800 રુપિયામાં ટીચરની નોકરી કરતી હતી નીતા અંબાણી, જણાવ્યું : જિંદગી ફક્ત પૈસા કમાવવા માટે નથી

મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા પછી પણ નીતા અંબાણી કરતી હતી 800 રુપિયામાં શિક્ષકની નોકરી, જાણો તેનું કારણ.  નીતા અંબાણીએ પતિ સાથેની પોતાની મિત્રતાને લઈને કહ્યું હતું કે તે જયારે જામનગરમાં હાઉસિંગ સોસાયટીમાં કામ સંભાળી રહી હતી ત્યારે હંમેશા મોડેથી આવતી હતી. તે દરમિયાન મુકેશ અંબાણી બાળકોની સંભાળ રાખતા હતા અને તેને હોમવર્ક કરાવતા હતા.

દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા પોતાના સોશિયલ વર્ક માટે ચર્ચામાં રહે છે. દેશના સૌથી શ્રીમંત લોકો માંથી એક હોવાથી તેને કેવું લાગે છે અને તે શ્રીમંત હોવાનું શું મહત્વ સમજે છે? તે પ્રશ્નના જવાબમાં નીતા અંબાણીનું કહેવું છે કે જીવન માત્ર પૈસા કમાવા માટે જ નથી. તે પણ જરૂરી છે કે આપણે શું યાદગીરી છોડી જઈએ છીએ. લગ્ન પછી ઘણા વર્ષો સુધી માત્ર 800 રૂપિયાના પગારમાં એક સ્કુલમાં શિક્ષિકા તરીકે કામ કરવાથી લઈને નીતા અંબાણીએ કહ્યું કે તે મારો શોખ હતો અને મેં તેને એન્જોય કર્યો છે. નીતા અંબાણીએ કહ્યું કે મુકેશ અંબાણીએ મને તેના માટે પ્રેરિત કરી.

વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઈન્ટરવ્યુંમાં નીતા અંબાણીએ ટીચિંગના દિવસોનો એક રસપ્રદ પ્રસંગ પણ શેર કર્યો હતો. નીતા અંબાણીએ કહ્યું કે એક દિવસ સ્કુલના એક વિદ્યાર્થીના પિતાએ તેને 1987માં થનારા રિલાયન્સ ક્રિકેટ વર્લ્ડ કપની બે ટીકીટ ઓફર કરી હતી, જેને તેણે બરતરફ કરી દીધા હતા. આમ તો તેને એ ખબર ન હતી કે તે અંબાણી કુટુંબની વહુ છે.

નીતા અંબાણીએ કહ્યું કે પછી મેચ દરમિયાન જયારે તે વ્યક્તિ મેચ જોવા આવી, તો તે મને પ્રેસીડેન્શીયલ બોક્સમાં જોઈને આશ્ચર્યચકિત રહી ગયો. તે દરમિયાન એક વ્યક્તિએ મારો પરિચય આપ્યો કે હું નીતા અંબાણી છું અને મુકેશ અંબાણી મારા પતિ છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી બિઝનેશ જગતમાં પોતાના નિર્ણયો સાથે જ લાઈફસ્ટાઈલ અને સુંદર મિત્રતા માટે પણ ચર્ચિત છે.

એક બીજા ઈન્ટરવ્યુંમાં નીતા અંબાણીએ પતિ સાથે પોતાની મિત્રતાને લઈને કહ્યું હતું કે તે જયારે જામનગરમાં હાઉસિંગ સોસાયટીનું કામ સાંભળી રહી હતી. તો હંમેશા મોડી આવતી હતી. તે દરમિયાન મુકેશ અંબાણી બાળકોની સંભાળ રાખતા હતા અને તેને હોમવર્ક કરાવતા હતા. એટલું જ નહિ રાહ જોતા હતા કે મારા આવ્યા પછી જ ડીનર કરશે. નીતા અંબાણીના જણાવ્યા મુજબ મુકેશ અંબાણી ભલે કેટલા પણ મોડા ઘરે આવે, તે આજે પણ તેની રાહ જુવે છે અને પૂરો પ્રયત્ન કરે છે કે સાથે જ ડીનર કરવામાં આવે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.