લોકોના ઘરમાં કચરા પોતાથી ગાર્ડની નોકરી સુધી, ઘણું જ સંઘર્ષથી ભરેલું છે અમિત સાધનું જીવન

માત્ર 300 રૂપિયા સાથે લઈને મુંબઈ આવ્યો હતો અમિત સાધ, એક્ટિંગના દમ પર મેળવી સફળતાઓ

બોલીવુડની ફિલ્મો પછી OTT પ્લેટફોર્મથી તેની અલગ અલગ ઓળખ ઉભી કરવા વાળા અભિનેતા અમિત સાધ આજે તે સ્તરની યાદીમાં સામેલ થયા છે, જેમણે કોઈ પણ ગોડફાધર વગર બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેમના માટે એક વિશેષ સ્થાન સ્થાપિત કર્યું છે. તે નામને બનાવવા માટે અમિત સાધે ઘણો સંઘર્ષ કર્યો છે. આ લાંબા સંઘર્ષ પછી જ આ ઇન્ડસ્ટ્રીમાં અને લોકોના દિલમાં તે તેનું સ્થાન બનાવી શક્યા છે. અમિત સાધ આજે 5 જુનના રોજ તેમનો 38 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આજે તેમના જન્મદિવસના પ્રસંગ ઉપર અમે તમારા માટે તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક વિશેષ પ્રસંગ લઈને આવ્યા છીએ.

અમિત સાધ એક આર્મી કુટુંબ માંથી આવે છે. તેમના પિતા આર્મી ઓફિસર હતા અને નેશનલ લેવલ હોકી પ્લેયર પણ હતા. જયારે અમિત સાધ માત્ર 16 વર્ષના હતા, તો તેમના પિતાનું અવસાન થઇ ગયું હતું. ત્યાર પછી તેમના જીવનમાં કાંઈક એવો વળાંક આવ્યો કે તે અભિનેતા તેમનું ઘર છોડીને ભાગી નીકળ્યા. ઘરેથી ભાગીને તેમણે દિલ્હીના જોર બાગમાં એક ઘરમાં કચરા પોતા કરવાનું કામ શરુ કરી દીધું હતું. આ રહસ્યને પોતે અમિત સાધે જ ખુલ્લું કર્યું હતું.

એક ઈન્ટરવ્યું દરમિયાન અભિનેતાએ જણાવ્યું હતું કે, હું તે ઘરમાં કચરા પોતા કરતો હતો. જયારે તે ઘરના માલિકને એ ખબર ન હતી કે, એક 16 વર્ષનો છોકરો તેમના ઘરમાં નોકરનું કામ કરે છે, પણ સારું ઈંગ્લીશ બોલી શકે છે. તો તે ઘણા આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

ત્યાર પછી તેમણે અમિતને કામ ઉપરથી છૂટો કરી દીધો હતો. ત્યાંથી છુટા થયા પછી અમિત એક સિક્યોરિટી એજન્સી પાસે ગયો અને તેમણે ત્યાં જઈને કહ્યું કે ભલે મને ઓછા પૈસા આપો, પણ નોકરી આપી દો. આ રીતે અમિત સાધને એક સિક્યોરિટી ગાર્ડની નોકરી મળી. અમિતે જણાવ્યું હતું કે તે થોડા ગુસ્સા વાળા સ્વભાવના હતા, તેથી તે ક્રસ્ટ્રેશનનો સામનો કરી શકતા ન હતા. દરરોજ આ પ્રકારની સ્થિતિનો સામનો કર્યા પછી અભિનેતાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો.

પણ ત્યાર પછી તેમણે કોઈ પણ રીતે પોતાને સંભાળ્યા. ત્યાર પછી કોઈ પણ રીતે અમિતે પોતાના સપનાને લઈને માયાનગરી મુંબઈમાં પહોચ્યા. તે સમયે તે માત્ર એક બાઈક અને માત્ર 300 રૂપિયા સાથે મુંબઈમાં ગયા હતા. અમિતે જણાવ્યું કે તે એક્ટર બનવા માંગતા ન હતા, પણ તેને એવું લાગતું હતું કે તે અભિનયના પ્રોફેશનમાં સરળતાથી કામ લઇ શકે છે.

મુંબઈમાં ઘણી મહેનત પછી તેને નીના ગુપ્તાના ટીવી શો “કયો હોતા હૈ પ્યારમાં” પહેલો બ્રેક આપવામાં આવ્યો. આ શો વર્ષ 2002 માં આવ્યો હતો. એક વખત ફરી તેમનો ગુસ્સો તેમના માટે ખરાબ રહ્યો, તેમના ગુસ્સાને કારણે જ એક વખત ફરી તેને સીરીયલ માંથી કાઢવાની વાત આવી હતી. આ શો માંથી નીનાએ તેને કાઢવાનું બંધ રખાવી દીધું હતું.

તે દરમિયન અમિત સાધે એક સમય એવો પણ જોયો, જયારે તેને તેના સ્વભાવને કારણે ટીવી ઇન્ડસ્ટ્રી ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. ત્યાર પછી તે ફિલ્મ કોઈ પો ચે માં મહત્વના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પણ અમિતના અભિનયને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આ અભિનેતાએ ક્યારે પણ પાછા વળીને જોયું નથી. તેમણે એક પછી એક ઘણી ફિલ્મોમાં ઉત્તમ અભિનય કર્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.