આ સરકારે કરી 26 લાખ સુધીની લોન માફ અને આજીવન ઇન્કમ ટેક્સ ફ્રી, દેશમાં જશ્નનું વાતાવરણ

દુનિયાના મોટાભાગના દેશ વધતી જતી જનસંખ્યાથી પરેશાન છે અને તે જનસંખ્યા નિયંત્રણ માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. પરંતુ એનાથી વિપરીત અમુક દેશ એવા પણ છે જ્યાં જનસંખ્યા ઝડપથી ઘટી રહી છે, અને આવનારા થોડા વર્ષોમાં આ દેશોના મૂળ નિવાસીઓના અસ્તિત્વ પર જ સંકટ ઉભું થઇ ગયું છે. એટલા માટે આ દેશો પોતાને ત્યાં વસ્તી વધારવા માટે ઘણા પ્રયત્ન કરે છે. અને આ પ્રયત્ન સરકારી સ્તર પર પણ કરવામાં આવી રહ્યા છે. એવો જ એક યુરોપીય દેશ છે હંગેરી, જે પોતાની સતત ઘટતી જતી જનસંખ્યાને કારણે ચિંતિત છે.

એ કારણે હવે હંગેરી સરકારે જનસંખ્યા વધારવા માટે ફેમિલી પ્રોટેક્શન એક્શન પ્લાનનું એલાન કર્યુ છે. હંગેરીની સરકાર પોતાની આ યોજના અંતર્ગત 4 બાળકોને જન્મ આપનાર મહિલાને ઘણી બધી સુવિધાઓ આપવાની છે. જેમાં આજીવન ઇનકમ ટેક્સમાં રાહત પણ શામેલ છે.

એના સિવાય સરકાર 2 બાળકો વાળા પરિવારોને હોમ લોનમાં ઘણી આકર્ષક છૂટ આપવા જઈ રહી છે. તેમજ 40 વર્ષથી ઓછી ઉંમરમાં લગ્ન કરવા વાળી મહિલાઓને સરકાર દ્વારા લોનમાં વિશેષ છૂટ મળશે. સરકાર આખા દેશમાં લોકોને બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી 21,000 ક્રેચ સેન્ટર ખોલવા જઈ રહી છે.

એના દ્વારા નોકરિયાત માતા-પિતા પોતાની નોકરીની સાથે સાથે બાળકોનો ઉછેર પણ કરી શકશે. એની સાથે જ બાળકોને ઉછેરવા વાળા દાદા-દાદીને પણ સરકાર ચાઈલ્ડ કેર ફી આપવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. સરકાર યુવા જોડાને વ્યાજ મુક્ત 26 લાખ રૂપિયા આપશે, અને એમના ત્રણ બાળકો થતા જ આ દેવું માફ થઇ જશે.

આ યોજનાની ઘોષણા કરતા હંગેરીના પ્રધાનમંત્રી વિકટર ઑર્બને કહ્યું, કે યુરોપમાં ઘણા ઓછા બાળકોનો જન્મ થાય છે. તો પશ્ચિમી ઇમિગ્રેશન પણ એક પડકાર બની ગયું છે. એમણે કહ્યું કે એક મિસિંગ બાળકની જગ્યાએ અહીં ફક્ત એક બાળક જ આવી રહ્યું છે, જેનાથી સંખ્યા સારી તો રહેશે પણ અમને સંખ્યા નહિ પણ હંગેરિયન બાળકો જોઈએ છે.

આપણે આપણા દેશની વાત કરીએ તો આપણો દેશ વસ્તીની બાબતે વિશ્વમાં બીજા નંબર પર આવે છે. આપણા દેશની સરકાર દ્વારા વસ્તી નિયંત્રણને લઈને ઘણા કાર્યો કરવામાં આવે છે, પણ એનો કોઈ ખાસ ફાયદો થયો નથી. વધતી જતી વસ્તી દેશમાં બેરોજગારી, ભૂખમરો જેવી સમસ્યાને આમંત્રિત કરે છે. માટે આપણે તો વસ્તી નિયંત્રણ વિષે જ વિચારવું જોઈએ. આપણે ‘હમ દો હમારે દો’ સુધી જ સીમિત રહીએ તો સારું. નહિ તો આવનાર પેઢીએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.