સવાર-સાંજ દીવો પ્રગટાવવાથી દૂર થઇ જશે તમારા દરેક દુઃખ, જાણો તેના ફાયદા અને ઉપાય

ફક્ત દિવાના આ ઉપાય કરવાથી દરેક પ્રકારના દુઃખ થશે દૂર, જાણો ઉપાય અને તેના ફાયદાઓ વિષે. શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો પૂજા પાઠ, શુભ કાર્ય, ઉત્સવ કે કોઈ પણ તહેવાર ઉપર દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. તે બધાની શરુઆત દીવો પ્રગટાવવાથી જ થાય છે. શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવાના એક નહિ પરંતુ ઘણા બધા ફાયદા ગણાવ્યા છે. ધર્મ શાસ્ત્રો મુજબ અગ્નિ એ પૃથ્વી ઉપર સૂર્યનું બદલાયેલુ રૂપ છે. એવું માનવામાં આવે છે કે, અગ્નિદેવને સાક્ષી માનીને તેની હાજરીમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા જરૂર પ્રાપ્ત થાય છે.

પ્રકાશને જ્ઞાનનું પ્રતિક પણ માનવામાં આવે છે. પ્રકાશથી મનના તમામ પ્રકારના વિકાર દુર થઇ જાય છે, એટલું જ નહિ પરંતુ જીવનના દુઃખ પણ દુર થઇ જાય છે. જો તમે સવાર સાંજ દીવો પ્રગટાવો છો, તો તેનાથી તમને ઘણા પ્રકારના લાભ મળશે. આજે અમે તમને દીવો પ્રગટાવવાના નિયમ, ફાયદા અને તેના ઉપાયો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

deepak divo
deepak divo

પુનમ ઉપર કરવામાં આવે છે દીપદાન :

અગ્નિ પુરાણ મુજબ જોવામાં આવે તો જો કોઈ માણસ કે બ્રાહ્મણ ઘરમાં 1 વર્ષ સુધી દીપદાન કરે છે, તો તેને પોતાના જીવનમાં બધું મળે છે.

ચાતુર્માસ, અધિક માસ (આખો), અધિક માસની પુનમના દિવસે મંદિર કે પવિત્ર નદીઓના કાંઠે દીપદાન કરવાવાળા માણસને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે.

માન્યતા મુજબ દીપદાન કરતી વખતે ભગવાન સ્વયં ઉપસ્થિત રહે છે, આ કારણે જો તે દરમિયાન તમે તમારા મનની કોઈ ઈચ્છા વ્યક્ત કરો છો, તો તે જરૂર પૂરી થાય છે.

દીવો પ્રગટાવવાના ફાયદા :

જો તમે દરરોજ સવાર સાંજ દીવો પ્રગટાવો છો, તો દીવાની જ્યોતથી તમામ પાપનો નાશ થઈને જીવનમાં સુખ-સમૃદ્ધી મળે છે, ઉંમર અને સુખદ જીવનમાં વૃદ્ધી થાય છે.

ગાયના ઘી નો દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા તમામ જીવાણું નાશ થઇ જાય છે. દીવો પ્રગટાવવાથી આપણને આપણા જીવનમાં હંમેશા આગળ વધવાની પ્રેરણા મળે છે. જીવનના અંધકાર દુર થઇ જાય છે.

દીવો પ્રગટાવવાના નિયમ :

એવું માનવામાં આવે છે કે, જો દીવાની જ્યોત ઉત્તર દિશા તરફ રાખવામાં આવે, તો તેનાથી આરોગ્ય અને આનંદમાં વધારો થાય છે.

જો તમે દીવાની જ્યોત પૂર્વ દિશા તરફ રાખો છો તો તેનાથી આયુષ્યમાં વૃદ્ધી થાય છે.

જો તમે માટીનો દીવો પ્રગટાવી રહ્યા છો, તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દીવો સ્વચ્છ અને આખો હોવી જોઈએ. પૂજામાં તૂટેલા દીવા અશુભ માનવામાં આવે છે. વાસ્તુ નિયમ મુજબ અખંડ દીવો પૂજા સ્થળના આગ્નેય ખૂણામાં રાખવો જોઈએ, તેનાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધી જળવાઈ રહે છે.

એવું કહેવામાં આવે છે કે, વિષમ સંખ્યામાં દીવા પ્રગટાવવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે, તે કારણે ધાર્મિક કાર્યોમાં હંમેશા વિષમ સંખ્યામાં દીવા પ્રગટાવવામાં આવે છે.

દીવાના ઉપાય :

યશ-વૈભવની પ્રાપ્તિ કરવા માટે તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મી સમક્ષ સાત મુખી દીવો જરૂર પ્રગટાવો, તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને જીવનમાં ક્યારે પણ ધનની અછત ઉભી નહિ થાય.

જો તમે આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરવા માંગો છો, તો પૂજા દરમિયાન ગાયના ઘી નો દીવો પ્રગટાવો.

જો તમે દિવાળીના દિવસે ઘી ના દીવાની સાથે સાથે તલના તેલની અખંડ જ્યોત પ્રગટાવો છો, તો તેનાથી દેવ-દેવીઓ પ્રસન્ન થાય છે.

રાહુ-કેતુને શાંત કરવા માટે અળસીના તેલનો દીવો પ્રગટાવો.

જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગો છો, તો તેના માટે ગોળ અને ઊંડો દીવો પ્રગટાવી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.