શિલ્પાની જેમ ‘ભાડાની કોખ’ લઈને માતા-પિતા બન્યા હતા આ 7 સ્ટાર્સ, જાણો કેવી રીતે થાય છે સરોગસી.

માતા બનવાનું સપનું દરેક મહિલા જુવે છે. પછી ભલે તે ગરીબ હોય કે શ્રીમંત. તે સુખનો આનંદ દરેક ઉઠાવાનું પસંદ કરે છે. આમ તો કોઈ અંગત કારણોને લીધે દરેક ૯ મહિના પેટમાં બાળક નથી ઉછેરી શકતા. તેવામાં સરોગેસી (ભાડાની કોખ) કામ આવે છે. આ પ્રક્રિયાની અંદર માતા અને પિતાના અંડાણું અને શુક્રાણુને એક ટેસ્ટ ટ્યુબમાં ભેળવીને ફર્ટીલાઈઝ કરવામાં આવે છે અને પછી ભાડાની કોખ આપવા વાળી મહિલાના ગર્ભાશયમાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે.

આ પ્રકારના બાળકના ડીએનએ માતા પિતાના જ હોય છે, બસ ૯ મહિના તેનો ઉછેર એક બીજી મહિલાની કોખમાં થાય છે, જેને તે કામના પૈસા મળે છે. તે દરમિયાન ભાડાની કોખ આપવા વાળી મહિલા અને પેરેન્ટ્સ વચ્ચે એક કરાર પણ લેખિતમાં નક્કી થાય છે. મહીલાના ખાવા પીવા અને મેડીકલનો ખર્ચ પણ પેરેન્ટ્સ ઉપાડે છે. બોલીવુડમાં સરોગેસી ઘણું પોપુલર છે. હાલમાં જ શિલ્પા શેટ્ટી આ પ્રક્રિયાનો સહારો લઈને બીજી વખત માતા બની છે.

શિલ્પા શેટ્ટી :-

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા હાલમાં જ સરોગેસી દ્વારા વ્હાલી એવી દીકરી ‘સમીષા શેટ્ટી’ના માતા પિતા બન્યા છે. શિલ્પાએ જયારે આવી રીતે અચાનક પોતાના માતા બનવાની જાહેરાત કરી તો દરેક નવાઈ પામી ગયા. શિલ્પાની દીકરીનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ થયો હતો, પરંતુ તેણે તેની જાણ હાલમાં જ લોકોને કરી હતી. તેને પહેલું બાળક ૭ વર્ષનો દીકરો વિવાહ છે.

શાહરૂખ ખાન :-

શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરીને ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબ્રાહમ છે, તેમાં સૌથી નાનો દીકરો અબ્રાહમ સરોગેસીની મદદથી જ થયો હતો. ૨૭ મેં ૨૦૧૩ના રોજ જન્મેલા અબ્રાહમ પોતાના મમ્મી પપ્પાનો ફેવરીટ છે.

આમીર ખાન :-

આમીર અને તેની બીજી પત્ની કિરણ રાવનો દીકરો આઝાદ પણ સરોગેસીથી થયો હતો. આમ તો આમીરની પહેલી પત્ની રીના દત્તાને બે બાળકો જુનૈદ અને ઈરા નોર્મલ રીતે જ થયા હતા.

સની લિયોન :-

સની અને તેના પતિ ડેનિયલ વેબર ૨૦૧૭માં બે જોડિયા બાળકોના પેરેન્ટ્સ બન્યા હતા, તેમણે તેના નામ અશર અને નોહા રાખ્યા હતા. તે બંને જ સરોગેસીથી થયા હતા. તે પહેલા બંનેએ નિશા નામની એક છોકરીને પણ દત્તક લીધી હતી.

કરણ જોહર :-

સરોગેસીને કારણે જ કરણ જોહર લગ્ન વગર બે જોડિયા બાળકોના કાયદેસરના પેરેન્ટ બની શક્યા. કરણના બાળકો રુહી અને યશનો જન્મ ૬ માર્ચ ૨૦૧૮માં થયો હતો.

તુષાર કપૂર :-

તુષાર એક કુંવારા અભિનેતા છે. તેણે પણ લગ્ન કર્યા વગર સરોગેસીથી પિતા બનવું યોગ્ય સમજ્યું, તેના દીકરાનું નામ લક્ષ્ય છે.

એકતા કપૂર :-

પોતાના ભાઈની જેમ એકતા કપૂર પણ લગ્ન કર્યા વગર સિંગલ પેરેન્ટ બની ગઈ. એકતાના દીકરા રવીનો જન્મ ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સરોગેસીથી જ થયો હતો.

સોહેલ ખાન :-

સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને તેની પત્ની સીમાએ પોતાના નાના દીકરાનો જન્મ સરોગેસીથી જ આપ્યો હતો. તેના નાના દીકરાનું નામ યોહાન છે, જયારે મોટા દીકરાનું નામ નીર્વાન છે.

આમ તો આ સરોગેસી એટલે ભાડાની કોખ વિષે તમારું શું કહેવાનું છે? જો તમને સમય મળે તો શું તમે આ પ્રકારે માતા પિતા બનવાનું પસંદ કરશો? સામાન્ય રીતે આ પ્રક્રિયા તે લોકો માટે ઘણી ઉપયોગી હોય છે, જે મહિલા મેડીકલ કારણે કોખમાં બાળક નથી ઉછેરી શકતી, આમ તો ઘણા લોકો તેને બીજા કારણોથી પણ ઉપયોગ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.