પ્રોટીન, વિટામીન. ફોસ્ફરસ તથા લોહ તત્વથી ભરપુર વટાણા ભારતમાં શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતો પાક છે. ભરતીય રસોડામાં તેનું વિશેષ મહત્વ છે. વટાણાથી બનેલ વટાણા પનીર અને સૂપ ભારતીયોને ખુબ પસંદ છે. આ ન માત્ર તમારા બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે પણ તે કેલ્શિયમ નો પણ સ્ત્રોત છે. જે લોકોમાં બ્લડ શુગર છે તેમણે નિયમિત રીતે વટાણા ખાવા જોઈએ.
વટાણાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ફાયદા
(1) શારીરિક રીતે નબળી સ્ત્રી-પુરુષોને અંકુરિત વટાણા નું સેવન કરવું જોઈએ. તેના સેવન થી વધુ શક્તિનો વિકાસ થાય છે.
(2) ઠંડી ઋતુમાં ઠંડી હવા અને ઠંડા પાણીને કારણે હાથ અને પગની આંગળીઓ માં સોજો આવે છે તેના માટે તમે વટાણાને પાણીમાં ઉકાળીને, તે પાણી ને ગાળીને તેમાં હાથને થોડી વાર નાખીને રાખો, સોજો તરત દુર થઇ જાય છે.
(3) એનીમિયા રોગીઓ માટે વટાણા નો સૂપ ખુબ લાભ આપે છે. સ્વાદ માટે લીબુનો રસ ભેળવવાથી વધુ ફાયદો થાય છે.
(4) વટાણા ના છોતરા ને રાત્રે પાણીમાં નાખીને રાખો. સવારે તેને સારી રીતે મસળી ને નીચોવી લો. તે પાણીને વાળના મૂળમાં આંગળીઓથી ઘસવું અને પછી વાળને ધોવાથી વાળ ઝડપથી વધે અને ઘાટા થાય છે.
(5) વટાણા ને શેકીને, કાપી-વાટીને પછી તેને નારંગીના છોતરા સાથે વાટીને, દુધમાં ભેળવીને ચહેરા ઉપર અને હાથ પગ ઉપર ઘસવાથી સોંદર્ય આકર્ષક બને છે.
(6) આંખની રોશની તેજ બને તેના મે વટાણા ના ફળ અને પાલક નો રસનું સેવન કરો. 7 વટાણા ના દાણા ને ચાવીને ખાવાથી દાંત અને પેઢાની સુરક્ષા થાય છે. વટાણા ના છોતરા ને દાંત ઉપર ઘસવાથી દાંત સ્વચ્છ બને છે.
(7) વટાણા નો હલવો બનાવીને ખાવાથી શરદી-સળેખમ થી સુરક્ષા થાય છે.
(8) વટાણા નું શાક ખાવાથી અને સૂપ બનાવીને પીવાથી શારીરિક શક્તિ નો વિકાસ થાય છે.
(9) વટાણા ના સેવનથી સ્ત્રીઓના સ્તનમાં દૂધનું પ્રમાણ વધે છે.
(10) પોલીઓ ના રોગીઓ માટે વટાણા નું સૂપ ખુબ ફાયદાકારક છે.
(11) વટાણા વાટીને શરીર ઉપર ઘસવાથી તડકા ની અસર કે બીજા કારણોથી થતી બળતરામાં રાહત મળે છે.
(12) વટાણાનું શાક ખાનાર સ્ત્રીઓ માસિક ઘર્મની તકલીફો દુર કરી શકે છે. તેનાથી માસિક ધર્મ નિયમિત બને છે.
(13) વટાણા ના દાણા ને વાટીને શરીર ઉપર લેપ કરવાથી શારીરિક સોંદર્ય વિકસે છે.
વટાણા થી નુકશાન
(1) પેટની તકલીફ હોય તો વટાણા નું સેવન ન કરવું જોઈએ.
(2) ગેસથી પીડિત સ્ત્રી-પુરુષોએ વટાણા નું સેવન ન કરવું જોઈએ.
(3) વધુ વટાણા ખાવાથી બાળકોમાં પેટની તકલીફ ઉભી થાય છે.
(4) ગઠીયા થી પીડિત સ્ત્રી-પુરુષોએ રાત્રે વટાણા નું શાક ન ખાવું જોઈએ.
(5) પથરી થી પીડિત લોકોએ વટાણા નું શાક ન ખાવું જોઈએ.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.