લીમડાનું વૃક્ષ કુદરત ની અનુપમ ભેટ છે. લીમડાથી તૈયાર કરેલ ઉત્પાદનો નું કિટ નિયંત્રણ અનોખું છે, તેથી લીમડાથી બનાવેલ દવા વિશ્વમાં સૌથી સારી કીટ નિયંત્રણ કરનારી દવા મનાય છે. પરંતુ આના ઉપયોગ ને લોકો હવે ભૂલી રહ્યા છે. આનો ફાયદો હવે મોટી-મોટી કંપનીઓ ઉઠાવી રહી છે આ કંપનીઓ તેની લીંબોળીઓ અને પાંદડાં થી બનાવેલ કીટ નાશક દવાઓ મોંઘા ભાવે વેચે છે.
લીમડાની કડવી ગંધથી બધા જીવ દૂર ભાગે છે. એ કીડાઓ જેની સુગંધક્ષમતા ખુબ જ વિક્સિત થયી ગઈ હોય, તે આને છોડીને દૂર જતા રહે છે જેના પર લીમડાના રસાયણ છાંટેલા હોય.
લીમડાના સંપર્ક માં મુલાયમ ચામડી વાળા કીડાઓ જેવા કે ચમ્પા, તૈલા, થ્રિપ્સ, સફેદ માખી વગેરે આવવાથી મરી જાય છે. લીમડાનો મનુષ્યજીવન પર ઝેરીલો પ્રભાવ પડતો નથી જે તેને દવાઓના રૂપમાં ઉચ્ચ સ્થાન અપાવે છે. લીમડાની લીંબોળીઓ જૂન થી ઓગસ્ટ સુધી પાકીને પડે છે લીંબોડીનો સ્વાદ થોડો ગળ્યો હોય છે.
લીમડાની લીંબોળી નીચે પડતા સડીને સમાપ્ત થઈ જાય છે પણ સફેદ ઠળિયા થી ઢાંકેલ હોવાના લીધે તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. લીંબોળીને તોડવાથી 55% ભાગ ઠળિયાના રૂપે અલગ થઈ જાય છે. તથા 45% ભાગ ગર્ભ ના રૂપે પ્રાપ્ત થાય છે. સારી રીતે સંગ્રહિત કરેલ ગર્ભ લીલા-ભૂરા રંગ નું હોય છે.
# લીમડાથી તૈયાર દવાઓના અનેક ગુણ:
– રાસાયણિક દવાઓ નો સ્પ્રે લીમડા માં મેળવીને કરો. આવી રીતે કરવાથી રાસાયણિક દવાઓના પ્રયોગમાં 25-30 ટકા સુધી ઘટાડી શકાય છે.
– લીમડાનો સ્પ્રે સવાર અથવા સાંજ ના સમયે કરવો જોઈએ.
– લીમડાનો કેક પાવડર ખેતરમાં નાખવાથી ઘણી રીતે પ્રભાવ દેખાય છે જેવા કે તેનાથી છોડ નીમાટોડ અને ફૂગ થી બચે છે. આ વિધિથી જમીન ના તત્વો સરળતાથી છોડને મળી જાય છે.
– લીમડો હાનિકારક કીડાના જીવનચક્ર ને પણ અસર કરે છે જેવા કે ઇંડા, લાર્વા વગેરે. તેના સિવાય ભૂંડિયો, સુંડીયો અને તીડ વગેરે પર અસર કરે છે. આ રસ ચૂસવા વાળા કીડાથી વધારે રોકતા નથી.
જો લીમડાનો યુરિયા સાથે પ્રયોગ કરીયે તો ખાતરની અસર વધે છે અને જમીનના અંદરના ભાગનું હાનિકારક બીમારીઓ અને કીડાઓથી બચાવ થાય છે.
– ઉધઈ થી બચવા માટે 3-5 કિલો લીમડાનો પાવડર વાવતા પહેલા એક એકર માટીમાં ભેળવો.
– મગફળીમાં પત્તા ના સુરંગી કીડા માટે 1.0 % લીમડાના બિયાનો રસ અથવા 2 % લીમડાના તેલ નો સ્પ્રે વાવણીના 35-40 દિવસો પછી કરો.
– મૂળમાં ગાંઠા બનવાની સમસ્યા ને રોકવા માટે 50 ગ્રામ લીમડાના પાવડર ને 50 લીટર પાણીમાં આખી રાત ડુબાડી રાખો અને પછી સ્પ્રે કરો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.