લીંબુથી આવી રીતે ચમકાવો આખું ઘર, તમે પણ નહિ જાણતા હોવ લીંબુનાં આ અદભુત ઉપયોગ.

લીંબુથી આવી રીતે ચમકાવો આખું ઘર :

લીંબુના પોતાના ખુબ ખાટામીઠા સ્વાદને કારણે જ એનો ખાવામાં ખુબ ઉપયોગ કરવામાં આવે છે. પણ સાથે તેના થોડા ખાસ ગુણને કારણે તેનો ઉપયોગ સોંદર્ય વધારવા માટે, અને ઘરની સફાઈમાં પણ તેવો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણો લીંબુથી ઘરની સફાઈ કેવી રીતે કરવી.

લીંબુથી આવી રીતે ચમકાવો આખું ઘર :

માઈક્રોવેવની સફાઈ :

માઈક્રોવેવને સાફ કરવા માટે એક કપ પાણીમાં લીંબુના ટુકડા કાપીને તેને માઈક્રોવેવમાં ૧૫ મિનીટ સુધી ગરમ થવા માટે મૂકી દો. ત્યાર પછી કાઢી લો અને માઈક્રોવેવને રસોડાના ટોવલથી સાફ કરી લો. તેનાથી તે એક વખત ફરીથી નવા જેવું થઇ જશે.

કચરાના ડબ્બાની દુર્ગંધ દુર કરો :

કચરાના ડબ્બાની દુર્ગંધ દુર કરવા માટે લીંબુના રસને સારી રીતે તેમાં નાખો અને પછી ઠંડા પાણીથી તેને ધોઈ લો.

ચોપીંગ બોર્ડની સફાઈ :

શાકભાજી કાપવાથી ચોપીંગ બોર્ડમાંથી ફળ અને શાકભાજીના ડાઘ કાઢવા માટે લીંબુના ટુકડા તેની ઉપર ઘસવાથી ડાઘ અને શાકભાજીની ગંધ બન્ને દુર થાય છે.

કપડાના ડાઘ દુર કરો :

કપડાના ડાઘ દુર કરવા માટે લીંબુના ટુકડાને તે ડાઘ ઉપર ઘસો અને પછી તેને ધોઈને તડકામાં સુકવી દો. ડાઘ દુર થઇ જશે.

બાથરૂમના નળની સફાઈ :

બાથરૂમમાં લગાવેલ સ્ટીલના નળમાં લાગેલા ડાઘ દુર કરવામાં પણ લીંબુ ખુબ કામ આવે છે.

સિંકની સફાઈ :

સિંક સાફ કરવા માટે લીંબુને મીઠામાં નીચોવીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો તેને સાબુના ઘોળ સાથે ભેળવીને સાફ કરો.

બારીઓની સફાઈ :

તમે બારીઓના કાચ, કાચના દરવાજા અને ત્યાં સુધી તમારી કારના કાચને પણ લીંબુની મદદથી સાફ કરી શકો છો.