લીમડાનો સ્વાદ કડવો હોય છે પણ લાખ દુઃખોની એક દવા છે લીમડો, થાય છે અનેક રોગો દૂર

લીમડાનો સ્વાદ કડવો હોય છે, પરંતુ સ્વાસ્થ્યના સંદર્ભમાં તે ખૂબ ફાયદાકારક છે. તેના આરોગ્યને લગતા ગુણોના લીધે આયુર્વેદિક દવાઓમાં છેલ્લા ચાર હજાર વર્ષો થી પણ વધુ સમયથી લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. આની મદદથી, ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવાની સાથે સાથે કેટલાય રોગોનું સંકટ પણ ટાળી શકાય છે.

લીમડાના પાંદડા ભલે કડવા હોય છે, પરંતુ તેમાં ઘણા એવા ગુણો છે, જે ઘણી સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. લીમડાના વૃક્ષ સરળતાથી ગમે ત્યાં જોવા મળી જાય છે. તેની છાયડો તો દરેકને સારો લાગે છે, પરંતુ જો તેના પાંદડાનો દવા તરીકે ઉપયોગ કરીયે તો તેનાથી ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો પણ મળે છે.

ચહેરાથી દાગ-ધબ્બા દૂર રહેશે: લીમડાના પાંદડાં ને પાણીમાં 1-2 કલાક ઉકાળીને ઠંડુ કરી લો અને આ પાણી સાથે ચહેરો ધુઓ. લીમડાના પાંદડાઓના એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સાફ કરે છે.

લીમડાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરવી. હવે તેમાંથી એક ગોળી બનાવવી. આ ગોળીને મધમાં બોલીને ખાવી. આને ખાધા પછી એક કલાક સુધી કઈ પણ ન ખાવું. આ બધા પ્રકારની એનર્જી – ત્વચાની, કોઈ ભોજનથી થનારી કે અન્ય કોઈ પણ પ્રકારની એનર્જીથી કરતા વધારે ફાયદો આપે છે. તમે આખી જિંદગી આને લઇ શકો છો. આની કોઈ સાઈડઈફેક્ટસ નથી કારણકે આ પ્રાકૃતિક છે.

લીમડાના પાનમાં એન્ટીવાયરલ ગુણ હોય છે, જે વાઈરલ રોગો જેવા કે ચીકન પોક્સ, ફાઉલ પોક્સ સામે લડવામાં વર્ષોથી કારગર છે.

દાંતોના રોગો સામે લડવામાં આનો કોઈ જવાબ નથી. ફક્ત ભારતમાં જ નહિ આફ્રિકાના લોકો પણ વર્ષોથી લીમડાના પાનનો ઉપયોગ ટુથપેસ્ટ બનાવવામાં કરે છે.

ત્વચા સબંધિત સમસ્યામાં રાહત: લીમડામાં નિમબીડોલ અને ગેડુનિન નામના ઔષધીય સંયોજન હોય છે જે ત્વચાની સમસ્યાઓથી રાહત અપાવે છે. પાંદડાંઓને વાટીને લગાવો.

કેન્સર સામે રક્ષણ: લીમડાના પાંદડાંઓ માં રહેલા ગ્લાયકોપ્રોટીન ટ્યૂમરસેલ્સ નો વિકાસ અટકાવે છે. સવારે લીમડાના પાંદડાઓનું જ્યુસ પીવાથી ફાયદો થાય છે.

મચ્છર દૂર રહેશે: નારિયળ ના તેલમાં લીમડાના પાંદડાઓનો રસ મેળવિને શરીર પર લગાવવાથી મચ્છર નજીક આવતા નથી.

લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત કરો: લીમડાના પાંદડાઓ કુદરતી ઇન્સ્યુલિન નિયંત્રક તરીકે કામ કરે છે. લીમડાના કોમળ પાંદડાઓનો રસ સવારે ખાલી પેટે પીવાથી અથવા ચાવવાથી ફાયદો થાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ: લીમડાના ફૂલોનો રસ શરીરની ચરબી ઘટાડે છે. થોડાં ફૂલો ને પાણીમાં ઉકાળીને તેમાં એક ચમચી લીંબુનો રસ અને અડઘી ચમચી મધ મેળવીને દરરોજ ખાલી પેટે પીવો.

માથામાં જુ નહી થાય: લીમડાના જીવાણુનાશક ગુણધર્મો જુને મારી નાખે છે. લીમડાના પાંદડાઓને પાણીમાં ઉકાળીને તેનાથી માથું ધુઓ.

મોઢાના ચાંદા અને ખીલ દૂર થશે: લીમડાના કોમળ પાંદડાઓ ચાવવાથી રક્ત સાફ થાય છે. જેનાથી મોઢાના ચાંદા, ખીલ, બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓ દૂર થાય છે અને ચહેરા પર તેજ આવે છે.

પેટની સમસ્યા: પેટની સમસ્યા (અમીબીયાસીસ) થાય ત્યારે લીમડાનો એન્ટીબેક્ટેરિયલ ગુણ ફાયદાકારક છે લીમડાના પાંદડાં અને હળદરનો પાવડર, સરસવના તેલમાં મિલાવીને પેટ પર લગાવો.

મેલેરિયામાં ઉપયોગી: એક કપ લીમડાના ઝાડની છાલના ઉકાળામાં કોથમીર અને સૂંઠનો પાવડર મેળવીને પીવાથી ફાયદો થાય છે.

લીંબડાના પાનનો રસ પીવાથી લોહી સાફ થાય છે. ખરેખર, આ રસ કડવો તો હોય છે પણ તેને આટલો મોટો ફાયદો છે. એટલે તમે ક્લીન બ્લડ માટે આટલું તો કરી જ શકો. ખરું?

ગુલાબી ઠંડીમાં લીંબડાના પાનનો રસ પીવાથી શરદી, ઉધરસ નહિ રહે અને શરીરમાં રહેલ બિનજરૂરી બેક્ટેરિયાનો પણ નાશ થશે.

ન્હાતી વેળાએ સહેજ ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખવાથી વર્ષો જુનો ચમડીનો રોગ દુર થશે.

ફૂડ પોઈઝનીંગ થવાથી કે રક્તવિહાર ઉત્પન્ન થવાથી લીંબડાના પાનને પીસીને રસ પીવાથી તમારી સમસ્યા દુર થશે. લીંબડાના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી ત્વચા ગોરી બનશે.

શરીરમાં થતા કાળા દાગને દુર કરવા પણ આ સહાયરૂપ છે. જે લોકોને સાંધાનો દુ:ખાવો રહેતો હોય તેમણે લીંબડાની છાલને ઘસવી.

લીમડાના સૂકાયેલ પાંદડાને અનાજ કે ભંડારમાં કે પછી બુક મુકવાના કબાટમાં રાખવાથી કીડાઓ મરી જાય છે. આ એક પ્રાકૃતિક કીટનાશક છે.