લિંગ પરિવર્તન કરાવીને છોકરામાંથી છોકરી બન્યો મોડલ, હવે તેની સુંદરતા આગળ ફેલ છે બોલીવુડની સુંદરીઓ

ગૌરવ અરોડા ટીવીના રીયાલીટી શો ‘સિપ્લટસવિલા ૮’ માં ખાસ કરીને કંટેસ્ટેન્ટ તરીકે જોવા મળ્યા હતા. આ સીઝનમાં ગૌરવ સૌથી હેન્ડસમ કંટેસ્ટેન્ટ હતા. ગૌરવની મસ્કયુલર બોડી ઉપર છોકરીઓ મરતી હતી, પરંતુ જો આજે તમે ગૌરવને જોશો તો કદાચ ઓળખવા પણ મુશ્કેલ થઇ જશે. હવે ગૌરવ, ગૌરવ નથી રહ્યા પરંતુ ગૌરીના નામથી ઓળખાય છે. પોતાની મસ્કયુલર બોડીથી લોકોના દિલ જીતવા વાળા ગૌરવ હવે ગૌરી બની ગયા છે.

હવે તે પોતાના ફીઝીકથી નહિ પરંતુ પોતાના ફિગરથી લોકોના દિલ જીતી રહ્યા છે. ગૌરવે થોડા વર્ષ પહેલા પોતાને એક સુંદર છોકરીના રૂપમાં બદલી નાખી છે. તે એટલી હદે સુંદર દેખાવા લાગ્યા કે લોકોને પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી આવી રહ્યો. તે ખરેખર વિશ્વાસ નથી કરી રહ્યા કે આ જ ગૌરવ છે.

પ્રખ્યાત ટીવી રીયાલીટી શો ‘સિપ્લટસવિલા ૮’ દરમિયાન ગૌરવે નેશનલ ટેલીવિઝન ઉપર કબુલ કર્યું હતું કે, તે અંદરથી એક છોકરી જેવો અનુભવ કરે છે અને છોકરા તરફ આકર્ષિત થાય છે. ગૌરવે બધાની સામે વાત સ્વીકારી હતી કે, તે સમલૈંગીક છે. ત્યાર પછી શોમાંથી નીકતા જ તેમણે પોતાનું લિંગ પરિવર્તન કરાવવા વિષે વિચાર્યું અને થોડા જ દિવસોમાં તે ગૌરીના રૂપમાં સૌની સામે આવ્યા. શો માંથી નીકળતા જ ગૌરવે પોતાનું લિંગ પરિવર્તન (સેક્સ ચેંજ ઓપરેશન) કરાવી લીધું. ગૌરવમાંથી ગૌરી બન્યા પછી તે ઘણા જ સુંદર દેખાવા લાગ્યા છે.

ગૌરી સામે સુંદરથી સુંદર છોકરીઓ ફેઈલ જોવા મળે છે. ગૌરી બન્યા પછી તે પહેલી વખત એમટીવીના એક રીયાલીટી શો ‘ઇંડિયાજ નેક્સ્ટ ટોપ મોડલ’ માં જોવા મળ્યા. આમ તો આ શો પછી તે માત્ર 2 એપિસોડમાં જ જોવા મળ્યા, પરંતુ એટલા ઓછા સમયમાં પણ તે લોકોનો પ્રેમ મેળવવામાં સફળ રહ્યા. એવું નથી કે આ શોથી તે એલીમીનેટ થયા હતા પરંતુ તેમણે પોતે શો છોડીને જવું પડ્યું હતું, કેમ કે થોડા દિવસો પહેલા જ તેની સર્જરી થઇ હતી અને તે બીકીની પહેરવા માટે તૈયાર ન હતા.

દિલ્હીની રહેવાસી ગૌરી માટે આ સફર સરળ ન હતી. એક ઈન્ટરવ્યું દરમિયાન ગૌરીએ જણાવ્યું કે, ગૌરવમાંથી ગૌરી બનવાની આ સફર તેમના માટે ઘણી મુશ્કેલીઓથી ભરેલી હતી. તેમણે જણાવ્યું કે, જયારે તે ૧૨ વર્ષની હતી ત્યારે તેને અનુભવ થઈ ગયો હતો કે તે બીજાથી ઘણી અલગ છે. તે છોકરા તરફ આકર્ષિત થતી હતી અને છોકરીઓના કપડા પહેરવા તેને વધુ ગમતા હતા. પરંતુ કુટુંબને કારણે જ તે ક્યારેય ખુલીને સામે આવી ન શકી. તેણે ડર હતો કે ઘરવાળા તેની એ વાતને ક્યારેય નહિ સમજી શકે.

આમ તો પાછળથી ગૌરીએ પિતાને તેની આ વાત સમજાવી અને સર્જરીની સંપૂર્ણ પ્રોસેસમાં તેની સાથે રહ્યા અને તેને સપોર્ટ કર્યો. જેનો ખુલાસો પોતે ગૌરીએ ઇંડિયાજ નેક્સ્ટ ટોપ મોડલના સેટ ઉપર કર્યો હતો. વર્ષ ૨૦૦૬ માં ગૌરવ ‘ગ્લેડરેગ્સ મેનહંટ એંડ મેગા મોડલ કાંટેસ્ટ’ માં સેકન્ડ રનર અપ પણ રહી ચુકી છે.

ગૌરવમાંથી ગૌરી બનવાની સફર તેમના માટે ઘણી રોમાંચથી ભરપુર હતી. તે દિવસોમાં ગૌરી પોતાની મોડલિંગમાં વ્યસ્ત રહેતી હતી. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ગૌરીના થોડા સુંદર ફોટા લઈને આવ્યા છીએ, જે જોયા પછી તમે પણ તેના દીવાના બની જશો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.