શું સિંહ ખરેખર જંગલનો રાજા હોય છે, જાણો આ વાતમાં કેટલું સત્ય છે, વાંચો સંપૂર્ણ રીપોર્ટ.

સિંહ જંગલનો રાજા છે આ વાત નિષ્ણાંત કેમ નથી માનતા, જાણો તેનો જવાબ.

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે, પણ શું હકીકતમાં એવું છે. નિષ્ણાંતોનું કહેવું છે ‘ના’. તેઓ કહે છે કે સિંહને ભલે જંગલનો રાજા કહેવામાં આવે પણ હકીકતમાં તે જંગલમાં નથી રહેતા. તેના ઘણા કારણ પણ જણાવવામાં આવ્યા છે. બીબીસી અર્થનો રીપોર્ટ કહે છે કે, સિંહની દુનિયામાં એવી સીસ્ટમ જ નથી હોતી કે જેથી કોઈને હોદ્દામાં મોટા કે નાના આંકવામાં આવી શકે. તેમની દુનિયામાં દરેક સભ્યને સરખો હક્ક હોય છે. સરળ ભાષામાં સમજીએ તો તેમની સોસાયટીમાં કોઈ પ્રકારની રેંકિંગ સીસ્ટમ હોતી જ નથી.

સિંહ જંગલનો રાજા છે આ વાત નિષ્ણાંતો કેમ નથી માનતા? જો સિંહ જંગલનો રાજા નથી તો પછી કોણ છે અને તેનું કારણ શું છે? આવો જાણીએ આ પ્રશ્નોના જવાબ.

શું હકીકતમાં તેમને જંગલમાં રહેવાનું ગમે છે? રીપોર્ટ કહે છે કે, દુનિયામાં સૌથી વધુ સિંહ આફ્રિકામાં છે. તેમાં અંગોલા, બોત્સવાના, તંજાનિયા જેવા દેશ સામેલ છે. કેટલાક સિંહ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, સાઉથ સુડાન અને ભારતમાં પણ મળી આવે છે. રીપોર્ટ જણાવે છે કે, સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. પણ ચોંકાવનારી વાત એ છે કે સિંહ હકીકતમાં જંગલોમાં રહેવાનું પસંદ જ નથી કરતા. તેમને પહાડી વિસ્તાર, ઘાંસના મેદાન, થોડી ઘણી ઝાડીઓ વાળા સ્થળ ઉપર રહેવાનું ગમે છે.

તો પછી તો સિંહણ થઇ જંગલની રાણી : રીપોર્ટ મુજબ સિંહ ઉપર રીસર્ચ કરવા વાળા કહે છે કે, જો હકીકતમાં જોવામાં આવે તો સિંહણને જંગલની રાણી કહેવી જોઈએ. તેની પાસે વધુ જવાબદારીઓ હોય છે અને તે તેને એટલી જ શક્તિશાળી રીતે નિભાવે પણ છે. બીજી મોટી બિલાડીઓની સરખામણીમાં સિંહ સમૂહોમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ ઘણા સોશિયલ હોય છે. તેમના સમૂહમાં 3 થી લઈને 40 જાનવર સુધી હાજર હોય છે. સરેરાશ 13 વયસ્ક સિંહ એક સાથે રહે છે. જૂથમાં સિંહણની સંખ્યા વધુ હોય છે.

રીપોર્ટ મુજબ, નર સિંહનું મુખ્ય કામ ઝુંડનું રક્ષણ કરવાનું હોય છે, જયારે સિંહણ પાસે ઘણા પ્રકારની જવાબદારીઓ હોય છે, જેવી કે ઝુંડમાં રહેલા જાનવરોને ભોજનની જવાબદારી સિંહણની હોય છે. સિંહણ ઝુંડમાં શિકાર કરે છે. તે નર સિંહ અને બચ્ચાને ભોજન પૂરું પાડે છે. બચ્ચાની જાળવણીથી લઈને તેમને શિકારથી બચાવવાની જવાબદારી પણ સિંહણ પાસે હોય છે.

રીસર્ચમાં એ વાતનું પ્રમાણ પણ મળે છે કે, શિકાર કરવો માદાનું મુખ્ય કામ હોય છે. રસપ્રદ વાત એ પણ છે કે સિંહ હોય કે સિંહણ બંનેમાં શિકાર કરવાની ક્ષમતા સરખી હોય છે. એટલે કોઈ કોઈનાથી ઓછું નથી હોતું. રીપોર્ટમાં તેની પુષ્ટિ કરવામાં આવી છે કે તેમાં કોઈ નાનું મોટું નથી હોતું એટલે રેકિંગનો કોઈ પ્રશ્ન ન નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિંહ રાજા હોવાની વાત સંપૂર્ણ રીતે સાબિત જ નથી થતી.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.