લીપ્સ્ટીક આરોગ્ય માટે છે ખુબ જ ખતરનાક :
ખતરનાક ધાતુઓમાંથી બને છે તમારી લીપ્સ્ટીક. તેના ઉપયોગથી તમને કેન્સર અને ટ્યુમર સુધીની ગંભીર બીમારીઓ થઇ શકે છે. જો તમે આરોગ્ય પ્રેમી છો તો આ જરૂર વાંચો. આ વાત અમે નથી કહી રહ્યા પણ એન્વાયરમેન્ટલ હેલ્થ વાળા કહે છે. તમારા આરોગ્ય સાથે રમત રમાય છે.
લીપસ્ટીપમાં હોય છે ખતરનાક કેમિકલ :
એક તાજી શોધમાં બ્રાન્ડેડ લીપસ્ટીપ અને લીપ ગ્લોસમાં ઘાતક ધાતુ મળી આવેલ છે. જી હા, અમેરિકામાં ઘણા શોપ ઉપર રાખેલ લીપસ્ટીપ અને લીપ ગ્લોસના ૩૨ મુખ્ય બ્રાંડો ઉપર કરવામાં આવેલ પરીક્ષણોમાં એ વાત સામે આવેલ છે, કે તેમાં સીસું, કેડીયમ, ક્રીમીયમ, એલ્યુમીનીયમ અને પાંચ બીજી ઘાતક ધાતુ મળી આવેલ છે.
શોધ મુજબ અમેરિકાની કેલીફોર્નીયા યુનીવર્સીટીના પબ્લિક હેલ્થ ઓફ બાર્કલ સ્કુલના અનુસંધાનકર્તાઓએ ઘણી મુખ્ય બ્રાંડોની લીપસ્ટીપ ઉપર શોધ કરી, અને મેળવ્યું કે લીપસ્ટીપમાં સીસું, કેડીયમ, ક્રોમિયમ, એલ્યુમીનીયમ અને લેડ જેવા ઘાતક ધાતુ મળી આવેલ છે. તેમાંથી થોડી ધાતુ તો એવી છે જે ઘણા જીવલેણ રોગો માટે જવાબદાર છે.
શોધકર્તાઓનું કહેવું છે કે આ સોંદર્ય પ્રસાધનોમાં માત્ર ઘાતક ધાતુ જ નથી મળી આવતી, પણ રોજના ઉપયોગમાં લીપસ્ટીપનો ઉપયોગ જેટલો વધુ થાય છે, તે મુજબ તેનાથી થતો ખતરો ઘણો વધી જાય છે.
નીચે વાંચો આમાં મળી આવતા મુખ્ય નુકશાનકારક તત્વ.
સીસું (કેન્સર જેવી ગંભીર બીમારીનું કારણ) :
૨૦૦૭ માં અમેરિકાની કેમ્પેન કોર સેફ કોસ્મેટીક સંસ્થાએ ૩૩ જુદા જુદા આંતરરાષ્ટ્રીય કંપનીઓની લીપસ્ટીપની એક તટસ્થ પ્રયોગશાળામાં તપાસ કરાવી. પરિણામ ખરેખર ચોકાવનારૂ હતું. લગભગ તમામ કંપનીઓની લીપસ્ટીપમાં ઘણા પ્રમાણમાં લેડ મળી આવ્યું હતું. લેડ એક ખતરનાક રસાયણ છે, જે શરીરમાં પહોંચીને રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી દે છે.
જો સ્થિતિ વધુ ગંભીર થઇ જાય છે તો આ કેન્સર જેવી ગંભીર બીમારીનું સ્વરૂપ લઇ લે છે. લેડ છોકરીઓ અને મહિલાઓમાં શેક્ષણિક ક્ષમતા ઓછી કરે છે, યાદશક્તિ ઓછી કરે છે. આઈ. કયું. ઓછો કરે છે. ચીડીયાપણું વધે છે અને ઝગડાળું વૃત્તિ વધે છે.
ક્રોમિયમ (ટ્યુમર થવાનો ભય) :
જે મહિલાઓ રોજ લીપસ્ટીપ લગાવીને પછી વારંવાર તેને વ્યવસ્થિત કરવા માટે લગાવતી રહે છે, તે સૌથી મોટા ભયનો શિકાર બને છે. કેમ કે તેના પેટમાં રોજ ૮૭ મી.ગ્રામ લીપસ્ટીપ જાય છે.
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી લીપસ્ટીપમાં સૌથી વધુ ક્રીમીયમ મળી આવે છે, જેના વધારાથી પેટમાં ટ્યુમર સુધી થઇ શકે છે. વિજ્ઞાન અને પર્યાવરણ પદુષણ દેખરેખ પ્રયોગશાળા કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ એક તાજા અધ્યયન મુજબ લીપસ્ટીપમાં મળી આવેલ ક્રીમીયમને કારણે કેન્સર પણ થઇ શકે છે.
એલ્યુમીનીયમ (પેટનું અલ્સર, પક્ષઘાત વગેરે રોગ) :
લીપસ્ટીપમાં મળી આવતા એલ્યુમીનીયમ માનવીના આરોગ્ય માટે નુકશાનકારક હોય છે. લીપસ્ટીપનો ઉપયોગ હોઠની સુંદરતા માટે હોય છે અને તે સીધે શીધું મોઢા દ્વારા પેટમાં જાય છે. અમેરિકાના નેશનલ કેમિકલ રીસર્સ ઇન્સ્ટીટયુટમાં થયેલ શોધ મુજબ એલ્યુમીનીયમ પેટ માટે નુકશાનકારક છે. એલ્યુમીનીયમથી પેટમાં અલ્સર, પક્ષઘાત વગેરે રોગ અને શરીરમાં ફોસ્ફેટની ઉણપ પણ થઇ શકે છે.
કેડમિયમ (મહિલાઓમાં સ્તન કેન્સરનો ભય) :
કીડનીની બીમારી કે મધુમેહથી પીડિત મહિલાઓને કેડમીયમના જોખમથી બચવું જોઈએ. કેમ કે તે કિડનીમાં જમા થઈને તેને નુકશાન પહોચાડી શકે છે. કેડમીયમના વધુ સેવનથી મહિલાઓમાં સ્તન કેન્સરનો ભય વધી જાય છે. અમેરિકાની એસોસીએશન ફોર રીસર્સના એક અનુસંધાનના આધાર ઉપર તે સત્ય સામે લાવવામાં આવેલ છે.
મેગ્નીશિયમ (સ્નાયુ તંત્ર પ્રભાવિત) :
લીપસ્ટીપનો વધુ ઉપયોગ કરવાથી એલ્યુમીનીયમ, કેડમીયમ અને સીસાની સાથે-સાથે તેમાં રહેલ મેગ્નીશીયમનું પણ વધુ પ્રમાણ શરીરમાં જાય છે. લાંબા સમય સુધી વધુ પ્રમાણમાં મેગ્નીશિયમ શરીરમાં જવાથી તમારા સ્નાયુ તંત્ર પ્રભાવિત થઇ શકે છે.
જીવલેણ છે લીપસ્ટીપ :
મુખ્ય શોધકર્તા અને પર્યાવરણ આરોગ્ય વિજ્ઞાનના પ્રોફેસર એસ કેથરીન હામંડએ કહેલું કે આ ધાતુનું લીપસ્ટીપ અને લીપ ગ્લાસોમાં ભળવું એટલા માટે પ્રાણ ઘાતક છે, કેમ કે તે કોઈ ટીસ્યુથી દુર થતી નથી, અને નહી કે તેને કોઈ ડીઝાઈનની જેમ ત્વચા ઉપર ઉપયોગ કરી શકાય છે.
લીપસ્ટીપનો ઉપયોગ હોઠની સુંદરતા વધારવા માટે થાય છે, અને તે સીધે સીધું મોઢા દ્વારા પેટમાં જાય છે. અનુસંધાનકર્તાઓએ લીપસ્ટીપના ઉપયોગના નમુના બનાવતી વખતે જણાવ્યું કે જો તમે રોજ સરેરાશ પ્રમાણમાં પણ લીપસ્ટીપ લગાવો છો તો રોજ ૨૪ મીલીગ્રામ લીપસ્ટીપ અજાણતા જ પેટની અંદર ગળી લો છો.