લિપસ્ટિકથી લઈને દીવાલોના જિદ્દી ડાઘા ચપટીઓમાં દૂર કરી શકે છે ટૂથપેસ્ટ.

મહિલાઓ માટે તેમનું ઘર જ મંદિર હોય છે અને તેને સ્વચ્છ અને ચમકતુ રાખવા માટે દિવસ રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત બને છે કે કોઈને કોઈ ડાઘ પરેશાન કરી દે છે. ભલે તે દીવાલ ઉપર ક્રેયોન હોય, તમારી પસંદગીના ડ્રેસ ઉપર લીપસ્ટીપના નિશાન હોય, ખાવાની ટેબલ ઉપર રાખવામાં આવેલા કપડા ઉપર કોફી કે સોસના ડાઘ હોય, આ નિશાન અને ડાઘા તમને શાંતિ નથી લેવા દેતા.

અમે સમજી શકીએ છીએ કે એક ચમકતા ઘરની આશા પાછળ રોજ કેટલી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. પરંતુ અમે તમને આજે એક એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારી આ તકલીફ ઘણે અંશે ઉકેલાઈ જશે.

આ તમામ ડાઘ ધબ્બાને દુર કરવા માટે ઉપયોગ કરો ટુથપેસ્ટ. આપણા બધાના ઘરમાં રહેલી છે. તમારા દાંતને ચમકાવવા ઉપરાંત આ નાની એવી ટ્યુબ ઘણા કામ કરી શકે છે. ખાસ કરીને તમે ઘરના દરેક ખૂણામાં ઉપયોગ કરી શકો છો. ટુથપેસ્ટમાં બેકિંગ સોડા તત્વ એકદમ યોગ્ય પ્રમાણમાં રહેલું છે. જે કોઈપણ વસ્તુને નુકશાન પહોચાડ્યા વગર તેની ઉપરથી ધૂળ માટી સાફ કરી શકે છે. કિંમતી વસ્તુનો ઉપયોગ કરતા દરમિયાન વધુ સાવચેતીની જરૂર રહે છે. પરંતુ તેના માટે પણ તમે ટુથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

આજે અમે તમને જણાવીશું કે દરરોજ દિવસની શરુઆત તમે જે ટુથપેસ્ટ સાથે કરો છો, તે તમને તમારા સફાઈ અભિયાનમાં કેવી મદદ કરી શકે છે.

૧. શાહી કે લીપસ્ટીકના ડાઘ :

ન જાણે કેટલીય વખત શાહી કે પછી લીપસ્ટીકના ડાઘને કારણે તમારું સફેદ શર્ટ ખરાબ થયું હશે. તમે તમારા આ પસંદગીના શર્ટને હંમેશા માટે તમારા વોર્ડરોબ માંથી દુર કરવાનું વિચારો તે પહેલા એક વખત ટુથપેસ્ટનો ઉપયોગ કરીને જુવો. સારા પ્રમાણમાં તમે સફેદ ટુથપેસ્ટ શાહી કે લીપસ્ટીક ઉપર નાખો. તેને ધોઈ લો અને ત્યાં સુધી આ પદ્ધતિને અપનાવો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે દુર ન થઇ જાય.

૨. જીવડું કરડી જવા ઉપર :

આ ઋતુમાં ઘણા પ્રકારના જીવડા નીકળે છે. જો તે દરમિયાન ઘરમાં કોઈને જીવડું કરડી લે, તો ખંજવાળ અને બળતરા માંથી રાહત મેળવવા માટે તે જગ્યા ઉપર ટુથપેસ્ટ લગાવો. તે ન માત્ર તમને શાંતિ આપશે પરંતુ તે જગ્યાની લાલાશને પણ ઓછી કરશે.

૩. ફોનની સ્ક્રીન ઉપર સ્કેચસ :

આજના સમયમાં તો ફોનથી જરૂરી કાંઈ જ નથી. પરંતુ બેદરકારી પૂર્વક તેનો ઉપયોગ કરવાને કારણે તેની ઉપર ન જાણે કેટલા લીટાના નિશાન પડી જાય છે. જે તેની ચમકને ઓછી કરી દે છે. તમે પોતાનાથી તૂટેલી સ્ક્રીનને તો ઠીક નથી કરી શકતા પરંતુ ફોનના ખરાબ દેખાવને જરૂર સારો કરી શકો છો. થોડી એવી ટુથપેસ્ટ સ્ક્રીન ઉપર લગાવો અને તે સ્ક્રેચ ઉપર તેને ઘસવાનું શરુ કરો. એક મુલાયમ કપડાથી સ્ક્રીનને સાફ કરો. હવે તે લીટા એટલા પણ ખરાબ નહિ દેખાતા હોય.

૪. હાથ માંથી આવી રહી છે દુર્ગંધ :

તમારી સાથે ઘણી વખત એવું થાય છે કે રસોડાનું કામ કરવામાં ખાસ કરીને ખાવાનું બનાવ્યા પછી તમારા હાથ માંથી વિચિત્ર એવી દુર્ગંધ આવવા લાગે છે? ભારતીય રસોડામાં ડુંગળી અને લસણનો ઉપયોગ ઘણો કરવામાં આવે છે અને ઘણી વખત તેની દુર્ગંધ હાથ માંથી જઈ નથી શકતી. તેવામાં જયારે હેન્ડવોશથી વાત ન બની શકે ત્યારે ટુથપેસ્ટનો ઉપયોગ લઇ શકો છો. થોડી એવી ટુથપેસ્ટ લો અને તમારા હાથ માંથી આવી રહેલી કોઈ પણ પ્રકારની દુર્ગંધને દુર કરો.

૫, હેયર સ્ટાઇલિંગ સાધનો :

જો તમે દરરોજ તમારા વાળને મેનેજ કરવા માટે સ્ટાઇલિંગ ટુલ્સનો ઉપયોગ કરો છો, તો ટુથપેસ્ટ તમને ઘણી રાહત આપી શકે છે. તમે જોયું હશે કે રોજ સ્ટેટનર અને ક્ર્લીંગ ટુલનો ઉપયોગ કરવાથી તે ચિકણા થઇ જાય છે. જો તેને વધુ ઘસીને સાફ કરવામાં આવે તો તે ખરાબ થઇ શકે છે. તેને બદલે તમે આ ટુલ્સની પ્લેટ ઉપર ટુથપેસ્ટ લગાવીને બસ થોડી વાર માટે રહેવા દો. તેને હવે ભીના કપડાથી સાફ કરો અને તેની ચમક જુવો.

૬. દૂધની બોટલ :

દૂધને કારણે જ થોડા સમય પછી જ બાળકોની બોટલ માંથી દુર્ગંધ આવવા લાગે છે, જેને તમે કેટલું પણ સાફ કરો દુર નથી થઇ શકતી. તેની પાછળ ઢગલા બંધ સોપ બરબાદ કરવાને બદલે ટુથપેસ્ટ ટ્રાઈ કરો. તમારી બેબી બોટલ ઉપર થોડી એવી ટુથપેસ્ટ લગાવો અને બ્રશની મદદથી અંદર બહાર સારી રીતે ઘસો. હવે નોર્મલ રીતે જ તેને પાણીથી ધોઈ લો. હવે તમારા બાળકની બોટલ પહેલા જેવી જ સ્વચ્છ થઇ જશે અને તેમાં દુર્ગંધ પણ નહિ આવે.

૭. ક્રેયોન્સના નિશાન :

આ તકલીફ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે, જ્યાં બાળકો હોય છે. બાળકો બે કેટલા પણ ડ્રોઈંગ બુક કે પેપર આપી દો છતાં પણ તને તેને દીવાલો ઉપર કારીગીરી કરવાથી નહિ રોકી શકો. પરંતુ હવે દીવાલોની એટલી ચિંતા પણ ન કરશો. તમે સફેદ ટુથપેસ્ટ આ નિશાન ઉપર લગાવો અને તેને બ્રશથી ઘસીને કપડાથી લુંછી લો.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.