નાના એવા બાળકે ખેતરમાં ચલાવ્યું હળ, ઘણી વખત પડ્યો છતાં હાર ન માની, જુવો વિડીયો.

ખેતરમાં હળ ચલાવતા નાનકડા બાળકનો વિડીયો થયો ફેમસ, જુઓ તે કઈ રીતે સંઘર્ષ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર કાંઈને કાંઈ ફેમસ થતું જ રહે છે. ખાસ કરીને બાળકો સાથે જોડાયેલા વિડીયોને ઘણા પસંદ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, બાળક ભગવાનનું જ રૂપ હોય છે. તેની અંદર કોઈ પણ છળ કપટની ભાવના નથી હોતી. તે મનના ઘણા શુદ્ધ હોય છે. તે પોતાની તોફાની અને ક્યુટ હરકતોથી સૌનું મન મોહી લે છે. એ કારણ છે કે બાળકો દરેકને ગમે છે.

સામાન્ય રીતે બધા બાળકો નાનપણમાં રમકડાથી રમે છે. તે પોતાની દુનિયામાં મસ્ત રહે છે. પણ ત્યારે શું થશે જયારે માતાના ખોળામાં રમવાની ઉંમરમાં બાળક ખેતરમાં હળ ચલાવવા લાગે? ખરેખર એવું દ્રશ્ય જોઈ તમને બાળક ઉપર દયા પણ આવશે અને સાથે જ ગર્વ પણ થશે. એવી વસ્તુ રોજ રોજ જોવા નથી મળતી. આજે અમે તમને એક એવા જ બાળકનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેણે હાથમાં ઘૂઘરા લઈને રમવાની ઉંમરમાં હળ ચલાવ્યું.

ખાસ કરીને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ઘણો ઝડપથી ફેમસ થઇ રહ્યો છે. તે વિડીયોમાં એક નાનો એવો બાળક કીચડથી ભરેલા ખેતરમાં હળ ચલાવતો જોવા મળી રહ્યો છે. તે ભેંસોની મદદથી ખેતરમાં હલ ચલાવે છે. તેનાથી જેટલી બની શકે તે એટલી મદદ કરે છે. તે ઉઘાડા પગે કીચડ વાળી જમીન ઉપર ઘણી મુશ્કેલીથી ચાલી શકે છે. તે ચાલતા ચાલતા પડી પણ જાય છે, તેમ છતાં પણ તે હળને છોડતો નથી. તે દરમિયાન બાળકના શરીર ઉપર કોઈ કપડા પણ નથી હોતા. આ કારણે તે આખો કીચડથી ભરાઈ જાય છે.

આ આખું દ્રશ્ય તે બાળકની પાછળ ચાલી રહેલા એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં ઉતારી લે છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો શેર થઇ રહ્યો છે. જેમણે પણ આ વિડીયો જોયો તેમને પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી આવતો. લોકોને સોશિયલ મીડિયા ઉપર બાળકનો આ અંદાજ ઘણો આકર્ષી રહ્યો છે. ઇન્ડીયન પોલીસ સર્વિસના અધિકારી રૂપીન શર્મા પણ બાળકના આ ટેલેન્ટને જોઈને પ્રભાવિત થઇ ગયા. તેમણે બાળકનો આ વિડીયો પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. વિડીયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું – અન્નદાતા.

તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો વિડીયો ઉપર જોરદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે રમકડાથી રમવાની ઉંમરમાં આ બાળક ખેતરમાં હળ ચલાવી રહ્યો છે. સલામ છે આ બાળકને. અને એક યુઝરે કહ્યું કે, અમારી ભારતીય માં ના પેટ માંથી જ ખેડૂત પેદા થાય છે. ખેતી કરવી અમારા લો હીમાં જ હોય છે.

ઘણા લોકોએ બાળકના માતા પિતાની ટીકા પણ કરી. તેમણે જણાવ્યું કે, એક વિડીયો બનાવવા માટે માતા પિતાએ બાળકના હાથમાં હળ પકડાવી દીધું. આ કીચડ વાળી જમીન ઉપર લપસીને તેને ઈજા પણ થઇ શકે છે. અને કેટલાકે તેનાથી બાળકના આરોગ્ય ઉપર પડનારી અસરનું પણ વર્ણન કર્યું.

તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો? તે કમેન્ટ કરીને જરૂર જણાવશો. આ લેખ તમને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ન ભૂલશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.