આટલી બદલાઈ ગઈ છે ટીવીની ‘ગંગુબાઈ’ ફોટો જોઈને ઓળખવી છે મુશ્કેલ.

ટીવી પર આવતી અને લોકોને પેટ પકડીને હસાવતી ‘ગંગુબાઈ’ હવે આવી દેખાય છે, પહેલી નજરમાં ઓળખી નહિ શકો.

નાના પડદા ઉપર ગંગુબાઈનું પાત્ર ભજવવા વાળી ચાઈલ્ડ કોમેડિયન સલોની ડૈની હવે ઘણી બદલાઈ ગઈ છે. વર્ષો પહેલા નાની એવી દેખાતી સલોની ટીવી ઉપર બધાને હસાવતી જોવા મળતી હતી. હવે તે પોતાની હેલ્થ મેન્ટેન કરી ચુકી છે, અને તેનું ટ્રાંસફોર્મેશન જોઈ તેને એક નજરે ઓળખી શકવી મુશ્કેલ છે.

ગયા વર્ષે લોકડાઉનમાં સલોની ડૈનીએ પોતાનું વજન ઘણું ઓછું કર્યું છે. તેણે ઈંસ્ટાગ્રામ ઉપર પોતાનો લેટેસ્ટ ફોટો શેર પણ કર્યો છે, તેમાં સલોની એકદમ બદલાઈ ગયેલી દેખાય છે. તેનો એ ફોટો તેના ફેન્સને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.

એક ઈન્ટરવ્યુંમાં સલોનીએ પોતાના વર્કઆઉટ અને વર્ક ઓફર્સ ઉપર ચર્ચા કરી છે. સલોનીએ કહ્યું કે, એવું કોઈ સિક્રેટ નથી. મારી પાસે સોશિયલ મીડિયા માટે ફોટા ક્લિક કરવાનો ઘણો સમય હતો. મેં હાલમાં જ હેયરકટ પણ કરાવી છે. હું મારી બહેનના સ્ટુડિયો માંથી કપડા લઇ લઉં છું અને મારી માં મારા ફોટા પાડે છે.

હું મારું વજન મેન્ટેન કરી રહી છું. મેં 2-3 કિલો વજન એક્સ્ટ્રા ઘટાડ્યું છે. હું બીજી ડાયટીંગ નથી કરી શકતી. હું તો ઈચ્છા થાય તે ખાવ છું અને પછી વજનનું બેલેન્સ રાખવા માટે વર્કઆઉટ કરું છું. જયારે પણ હું જંક ફૂડ કે હાઈ કેલેરી વાળો ખોરાક ખાવ છું, તો હું વર્કઆઉટ દ્વાર તેને ઓછું કરી લઉં છું.

હું વજનકાંટો જોઈને હંમેશા એકસાઈડેટ રહીશ. હવે હું ઘરે સારું સારું ખાવાનું બનાવવા માટે એકસાઈડેટ રહું છું. દરરોજ બેડ ઉપર જતા પહેલા વિચારું છું કે, કાલે કાંઈક સારું ખાઈશ. હાલના દિવસોમાં ઘણા બઘા કંટેન્ટસ જોઈ રહી છું. વિડીયો બનાવી રહી છું, મિત્રો સાથે ચીલ કરી રહી છું અને કામ માટે ઘણા ઓનલાઈન ઓડીશન પણ આપી રહી છું.

હાલમાં જ મારા ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલને કારણે જ મને ઘણા બધા ઓડીશન કરવા મળ્યા. ઘણા બધા લોકોને હજી સુધી ખબર નથી કે મેં વજન ઓછું કરી લીધું છે. મને હજુ પણ જાડી છોકરીના પાત્ર માટે ઓફર્સ આવે છે અને હું તેમને એવું કહીને ના કહું છે કે, મેં મારું વજન ઘટાડી લીધું છે. મને અમુક સીરીયસ રોલ્સ માટે પણ ઓફર્સ મળી, અને આ બધામાં મને ઘણી મજા આવી રહી છે.

લોકો મને મોટીવેટ કરે છે. મારી પ્રશંસા કરે છે અને મને પૂછે છે કે, મેં મારું વજન કેવી રીતે ઓછું કર્યું? પણ મને એવી કમેન્ટ્સ પણ આવે છે કે, હું હવે ફની નથી રહી, કેમ કે હું હવે જાડી નથી રહી. મને નથી લાગતું કે એ સાચું છે. કોમેડી તો અંદરથી આવે છે, અને તેનું તમારા દેખાવ સાથે કોઈ લેવા દેવા નથી.

શરીરના દેખાવને લઈને સલોની ડૈનીએ પોતાનો અભિપ્રાય પણ આ ઈન્ટરવ્યુંમાં રજુ કર્યો. તેણીએ કહ્યું કે, જયારે હું જાડી હતી તો મને સમોસા ખાતી છોકરીનું પાત્ર મળ્યું હતું. હું લોકોને કહેવા માગું છું કે, તે સ્ટીરિયો ટાઈપ્સ સારું નથી. જો તમે જાડા છો તો જ સમોસા ખાશો એવું નથી હોતું, જો તમે પાતળા છો તો પણ તમે સમોસા ખાઈ શકો છો. આપણે ટીવી ઉપર આ પ્રકારના સ્ટીરીયો ટાઈપ્સ રોલ્સ દેખાડવાના બંધ કરવા જોઈએ.

મને મોટાભાગે ટીવી અને વેબ માટે ટીનેજ ગર્લના પાત્ર મળી રહ્યા છે. હું તેનાથી ખુશ છું. પણ હું થોડા સીરીયસ રોલ કરવા માગું છું અને હું તેની વર્કશોપ લઇ રહી છું.

સલોની ડૈનીએ 2010 માં કોમેડી સર્કસ મહાસંગ્રામ શો માં ભાગ લીધો હતો. શો માં ગંગુબાઈના રોલમાં સલોનીને ઘણી પસંદ કરવામાં આવી હતી. જજ પણ તેની કોમેડીથી ખુશ થયા હતા.

સલોનીએ 3 વર્ષની ઉંમરથી અભિનય કરવાનો શરુ કરી દીધો હતો. તે મરાઠી સીરીયલ્સ અને મરાઠી, હિન્દી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. સલોનીએ રાવી, ટેઢી મેઢી ફેમીલી, બડે ભૈયા કી દુલ્હનિયા, નમુને, યે જાદુ હૈ, જીન્ન વગેરે સીરીયલ્સ કરી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.