અમિતાભ બચ્ચનના ખોળામાં દેખાતી આ છોકરી આજે છે બોલીવુડની સુપરસ્ટાર, શું તમે ઓળખી શક્યા?

સોશિયલ મીડિયા ઉપર આજકાલ ઘણી બધી વસ્તુઓ વાયરલ થઈ જતી હોય છે. અને તેના લીધે આપણને ઘણી અજાણી વાતો વિષે સારી એવી જાણકારી મળતી હોય છે. આમ તો વાયરલ થતા અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે.

એ બધા વિષે લોકો એકદમથી અજાણ હોય છે. અને આજે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે વિસ્તારથી.

અમિતાભ બચ્ચન આટલી મોટી ઉંમરે ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા એક્ટીવ રહે છે. તે પોતાના ફેંસ માટે હંમેશા જુના ફોટા શેયર કરે છે. સાથે જ ફેંસના પ્રશ્નોના જવાબ પણ આપે છે. હાલમાં જ એક ફેને અમિતાભ બચ્ચનને ટેગ કરતા તેના જુના ફોટા શેયર કર્યા.

આ ફોટામાં અમિતાભની આસપાસ ઘણા બધા બાળકો જોવા મળી રહ્યા છે. અને તેમના ખોળામાં પણ એક બાળકી છે. તે ફેને બીગ બીને ટેગ કરતા પૂછ્યું કે, તેમના ખોળામાં આ બાળકી કોણ છે? ત્યાર પછી બીગ બી એ ફેનના સવાલનો જવાબ આપ્યો. અમિતાભ બચ્ચન જણાવે છે કે, તે બેબો એટલે કરીના કપૂર છે.

આ બ્લેક એંડ વ્હાઈટ ફોટામાં શ્વેતા બચ્ચન અને કરિશ્મા કપૂર પણ જોવા મળી રહી છે. અમિતાભ બચ્ચને થોડા સમય પહેલા ફિલ્મ ‘પુકાર’ ના સેટનો એક જુનો ફોટો રજુ કર્યો હતો. આ ફોટામાં પણ તે કરીના કપૂર સાથે જોવા મળી રહ્યા હતા. પુકારના શુટિંગ દરમિયાન કરીના પોતાના પિતા રણધીર કપૂર સાથે ફિલ્મના સેટ ઉપર આવતી રહેતી હતી.

ફોટો શેયર કરી બીગ બી એ જણાવ્યું હતું કે, કરીના પોતાના પિતા સાથે સેટ ઉપર આવતી હતી. તે સેટ ગોવામાં લાગેલો હતો. તેના પગમાં ઈજા થઈ ગઈ હતી. ત્યાર પછી મેં તેને દવા લગાવી હતી. કરીનાએ ફિલ્મ ‘રેફ્યુજી’ માં અભિષેક બચ્ચન સાથે કામ કર્યું હતું. તે બંનેની પહેલી ફિલ્મ હતી. અને કરીના, અમિતાભ બચ્ચન સાથે પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુકી છે. તેમાં ‘કભી ખુશી કભી ગમ’, ‘દેવ’ અને ‘સત્યાગ્રહ’ જેવી ફિલ્મો રહેલી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.